પતિ નું મોત થયા ના 3 વર્ષ બાદ પત્ની થઈ ગર્ભવતી,પણ કેવી રીતે 3 વર્ષ બાદ,શુ આ સંભવ છે જાણો અહીં….

0
479

પહેલાના સમયમાં, જો કોઈ સ્ત્રી માતા ન બની શકે, તો તેણે ઘણી બધી વાતો સાંભળવી પડી.અને માત્ર એના પરિવાર જ નહીં એનો પતિ પણ એને અપનાવતો ન હતો કારણે કે પહેલા આવું ન હતું.અને જો કોઈ સ્ત્રી માતા બની શકતી ન હોય તો પહેલા એને ઘર માંથી કાઢી મુકવામાં આવતી હતી.અને એના જેની જોડે લગ્ન થયા હોય એ પુરુષ ને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરાવવામાં આવતા હતા.

પણ આજે આવું રહ્યું નથી આજે સમય ખૂબ બદલાઈ ગયો છે.આજ ના સમય માં રોબર્ટ પણ માણસો જેવું કામ કરે છે આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવવા ના છે જે આમ તો ખૂબ આશ્ચર્ય જનક છે પણ આ વાત સાચી છે કે એક મહિલા એના પતિ ના મોત ના 3 વર્ષ બાદ બાળકો ને જન્મ આપ્યો. જાણીને સમગ્ર કિસ્સો.

આજે વિજ્ઞાન ને એટલી પ્રગતિ કરી છે કે કશું જ અશક્ય નથી.પહેલાં, જ્યાં ગર્ભવતી ન હોય ત્યારે બાળકને દત્તક લેવાનો વિકલ્પ હતો, પણ આજે એ આઈવીએફ સાથે પણ નિષ્ફળ ગયો છે.ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલમાં રહેતી એક મહિલાએ થોડા મહિના પહેલા જોડિયાને બાળકો ને જન્મ આપ્યો હતો.આ બાળકો તેના પતિના છે.સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બાળકોનો જન્મ પતિના મૃત્યુના ત્રણ વર્ષ પછી થયો હતો.મહિલાના પતિનું ગળાના કેન્સરથી ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.પરંતુ તેણીના મૃત્યુ પહેલાં, તેના પતિએ તેની પત્નીની ગર્ભાવસ્થાની વ્યવસ્થા કરી હતી.

સોશિયલ મીડિયા પર, ઇંગ્લેન્ડની 37 વર્ષીય લ્યુસી કેસલે તેની ગર્ભાવસ્થા વિશે લોકો સાથે શેર કરી હતી. તેઓએ કહ્યું કે કેવી રીતે તેઓએ પતિના મૃત્યુ પછી ત્રણ વર્ષ પછી તેમના જોડિયાને બાળકો જન્મ આપ્યો.વાત એમ છે કે લ્યુસીએ 2012 માં ડેવિડ સાથે લગ્ન કર્યા.પરંતુ આ પછી, ડેવિડને ગળાના કેન્સર થઈ ગયું.જેના કારણે તેનું 2017 માં અવસાન થયું હતું.

પતિના મૃત્યુ પહેલા પણ લ્યુસીએ ગર્ભવતી બનવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ ન થઈ હતી.પણ એનો પતિ આ વાત સમજી ગયો કે તેની પાસે હવે વધારે સમય નથી.આ કારણોસર, તેમણે મૃત્યુ પહેલાં એક નિર્ણય લીધો.અને આજ એક નિર્ણયે એની પત્ની ને ગર્ભવતી બનાવી.

જણાવી દઈએ કે ડેવિડ એ મૃત્યુ પહેલાં તેનું સ્પર્મ સ્ટોર કરાવ્યું હતું.એવું એટલા માટે કે ભવિષ્ય માં લ્યુસી એના બાળકો ની માતા બની શકે.જણાવી દઈએ કે પતિ ના મુત્યુ પછી લ્યુસી ને ખૂબ આઘાત લાગ્યો હતો.અને એ એવું વિચારતી હતી કે હવે મારુ શુ થશે શુ મારે બીજા લગ્ન કરવા પડશે.અને પછી ધીરે ધીરે એને હિંમત કેળવી આમાં થી એ બહાર નીકળી ગઈ.

લ્યુસી એ તેના પતિના સ્ટોર કરેલ સ્પર્મ થી બે વાર ગર્ભવતી થવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં પણ એ નિષ્ફળ ગઈ હતી.અને આ વાત ની ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી.પરંતુ 2019 માં લ્યુસી આખરે સફળ થઈ.હવે લ્યુસીએ તેના પતિના અવસાન પછી જોડિયાને બાળકો ને જન્મ આપ્યો છે.તેણે કહ્યું કે જો ડેવિડ હવે જીવતો હોત, તો તે તેના બાળકોનો શ્રેષ્ઠ પિતા હોત.લ્યુસીએ કહ્યું કે બાળકોને જન્મ આપતા એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે ડેવિડ તેની નજીક ઉભો છે.આમાંના એક બાળકની આંખો ડેવિડ જેવી છે.બધી મુશ્કેલીઓ છતાં લ્યુસીએ આખરે ડેવિડના બાળકોને જન્મ આપ્યો.