પતિ હોય તો આવો, પત્નીની સાથે અન્ય લોકો જબરજસ્તી કરતાં પતિ અવાજ ઉઠાવ્યો તો માથામાં તિર માર્યું,છતાં પણ બચાવી લીધી પત્નીને.

0
126

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો.

કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં શનિવારે મોડી રાત્રે એમવાય હોસ્પિટલમાં એક ઘાયલ યુવક પહોંચ્યો હતો. જેના માથામાં તીર ઘૂસેલું હતું. તીર વાગવાની સંપૂર્ણ કહાની સાંભળતા જ લોકોના હોશ ઉડી ગયા હતા.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘાયલની પત્નીને બદમાશો અપહરણ કરીને દુષ્કર્મ કરવા માટે લઈ જઈ રહ્યા હતા.

જ્યારે પતિએ આ અંગે વિરોધ કર્યો તો બદમાશોએ તેના ઉપર તીરથી હુમલો કર્યો હતો. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ઘાયલને પરિવારજનો સારવાર માટે એમવાય હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઓપરેશન કરીને તેના માથામાંથી તીર કાઢ્યું હતું.

જાણકારી પ્રમાણે ઘાયલનું નામ શેર સિંહ છે. શેર સિંહ મૂળ રૂપથી બડવાની જિલ્લાના બલખડી ગામનો રહેવાશી છે. પરિવારજનોનો આરોપ છે કે શનિવારે ભારત અને કન્હૈયા પોતાના કેટલાક સાથીઓ સાથે આવ્યો હતો અને શેર સિંહની પત્નીને ઉઠાવીને લઈ જતો હતો. બદમાશોનું કહેવું હતું કે તારી પત્ની સાથે ખોટું કામ કરીશું. આરોપ છે કે જ્યારે શેર સિંહ પોતાની પત્નીને છોડાવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે બદમાશોએ તેને માર માર્યો હતો. અને તેના ઉપર અનેક વખત તીર ચલાવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે તેના હુમલાઓમાં એક તીર શેર સિંહના માથામાં ઘૂસી ગયું હતું. હુમલો કર્યા બાદ બદમાશો ભાગી ગયા હતા. ઘાયલ પતિને પરિવાજનો પહેલા બડવાની લઈને પહોંચ્યા હતા ત્યાર બાદ હાલત ગંભીર જણાંતા ઇન્દોર લઈને પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલની પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ ઓપરેશન કરીને માંથામાં ફસાયેલું તીર બહાર કાઢ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ હાથધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.કલોલના મોટીભોયણ ગામે રહેતી મહિલા તેના ઘરે પ્રાયમસ પર રસોઈ બનાવી રહી હતી ત્યારે પ્રાયમસ ફાટતા તે શરીરે ભડભડ સળગી ઉઠી હતી આ દ્રશ્ય જોઈ તેનો પતિ તેને બચાવવા દોડી ગયો હતો અને તે સખત રીતે દાઝી ગયો હતો પતિ-પત્ની બંને જણાં શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપા હાથ ધરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના મોટી ભોયણ ગામે રહેતી મુન્નીબેન રમેશભાઈ ઠાકોર પોતાના ઘરે પ્રાયમસ પર રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન પ્રાયમસ એકા એક ફાટતા તેની અગ્નીની ઝાળ તેની સાડીને લાગી ગઈ હતી જેના કારણે મહિલા ભડભડ સળગી ઉઠી હતી પોતાની પત્ની પોતાની નજર સામે જ ભડભડ સળગતી હોઈ પતિ રમેશભાઈ તેને બચાવવા દોડી ગયો હતો.

આ દરમિયાન તે પણ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. શરીરે ગંભીર રીતે દાઝી ગયેલા પતિ-પત્નીને સારવાર માટે કલોલની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ર૦ દિવસથી વધુની સારવારના અંતે ગંભીર રીતે દાઝેલા રમેશભાઈ ઘેલાજી ઠાકોર (ઉ.વ.૩૮)નું મોત નિપજયું હતું. રમેશભાઈના મોત ને પગલે ગામમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પતિને હંમેશા પત્નીનો રક્ષક માનવામાં આવ્યો છે અને પતિ પત્નીનું રક્ષણ કરતા પણ હોય છે. પણ તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં બનેલી ઘટના જાણી તમને આ પતિ પર ભારે માન ઉપજશે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે અહીં એક વ્યક્તિ પોતાની પત્નીને મોતના મોઢામાંથી બચાવ્યા બાદ ભારે ચર્ચામાં છે. આ વ્યક્તિની પત્ની પર શાર્કે હૂમલો કરી દીધો હતો. ત્યારે જ તે પોતાના સર્ફ બોર્ડ પરથી શાર્ક પર કૂદી પડ્યો અને શાર્કને મુક્કા મારવા લાગ્યો, જ્યાં સુધી શાર્ક તેની પત્નીને છોડી ન જતી રહી ત્યાં સુધી પતિએ તે શાર્કને મુક્કા મારે રાખ્યા.

વાસ્તવમાં 35 વર્ષની શાનટેલ ડોલ, ન્યૂ સાઉથ વેલ્સમાં પોર્ટ મેકવોરીમાં આવેલા શેલી બીચ પર સર્ફિંગ કરી રહી હતી, ત્યાં જ શાર્કે તેમના પર હૂમલો કરી દીધો. અને તે જોઈને તેમના પતિ કે જે તેણી સાથે જ સર્ફ કરી રહ્યા હતા તેઓ પોતાના સર્ફ બોર્ડ પરથી સીધા જ શાર્ક પર કૂદી પડ્યા અને શાર્કને ત્યાં સુધી મુક્કા મારતા રહ્યા જ્યાં સુધી શાર્કની પકડ ઢીલી ન થઈ. અને ત્યાર બાદ તેઓ પત્નીને કિનારા પર લઈ આવ્યા. ત્યાર બાદ તેમની પત્નીને એયર એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તેણીના જમણા પગ પર ઉંડો ઘા થઈ ગયો છે.

પોર્ટ મેકવોરી ન્યૂઝ દ્વરા જાણવા મળ્યું કે ડૉયલ પર એક શાર્કના બચ્ચાએ હૂમલો કર્યો હતો, જેની લંબાઈ આશરે ત્રણ મીટર એટલે કે 10 ફૂટની હતી. સર્ફ લાઇફ સેવિંગ એનએસડબલ્યુના પ્રમુખ સ્ટીવન પરીયર્સે શાનટેલના પતિ, કે જેમનું નામ મિડિયામાં માર્ક રેપલે જણાવવામા આવી રહ્યું છે તેમના વખાણ કર્યા છે.સ્ટીવન પીયર્સે સિડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું હતું, ‘આ પ્રેમી પોતાના સર્ફ બોર્ડ પરથી શાર્ક પર કૂદી પડ્યો અને પોતાની પત્નીને શાર્કની જબરસ્ત પકડમાંથી છોડાવી અને તેને બીચ પર લઈ આવ્યો. માર્કે એક હીરો જેવું કામ કર્યું છે.

એમ્બ્યુલન્સ એનએસડબલ્યુના ઇન્સ્પેક્ટર એડ્રયૂ બેવર્લીએ જણાવ્યું કે ડોક્ટરોના પહેંચતા પહેલાં બીચ પર હાજર લોકોએ શાનટેલને ફર્સ્ટ એઇડ આપી હતી. તેમણે જણાવ્યું કે ત્યાં હાજર લોકોએ જે રીતે ઘાયલ સ્ત્રીની મદદ કરી છે તે ખરેખર વખાણવા લાયક છે. તેમણે ઉત્તમ કામ કર્યું છે. સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે હાલના મહિનાઓમાં તે સમુદ્ર કાંઠાની નજીક આ શાર્ક ત્રીજો હૂમલો કરી ચૂકી છે.શાનટેલને ન્યૂકૈસલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેણીની સ્થિતિ સ્થિર છે. આ ઘટનામાં જે રીતે પતિએ પત્નીને શાર્કના મોઢામાંથી બચાવી છે તે ખરેખર અદ્ભુત છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.આપણે ભલે આપણી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનું રટણ કરતા રહીએ પણ વાસ્તવમાં પ્રેમની કોઈ સંસ્કૃતિ હોતી નથી. આપણે અહીં પત્નીને પતિની અર્ધાંગીની કહેવામાં આવે છે એટલે કે પતિનું અરધું અંગ અહીં આપણે શબ્દને નથી પકડવાનો પણ તેમાં રહેલા મર્મને સમજવાનો છે. અર્ધાંગિની એટલે પતિની ભાગીદાર, પતિના સુખ, પતિના દુખ બન્નેની ભાગિદાર એટલે અર્ધાંગિની.

આ ભલે આપણી ભારતીય સંસ્કૃતિનો શબ્દ હોય પણ આ શબ્દને સાર્થક બનાવ્યો છે આ વિદેશી પત્નીએ.આ અમેરિકન પતિ-પત્નીનું નામ છે ક્લેટન ચેસ્ટેઇન અને એકિમી ચેસ્ટેઇન. ક્લે અને એકિમી છેલ્લા કેટલાક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને ગયા વર્ષે ક્લેએ એકીમીને પ્રપોઝ કર્યું હતું. અને આ જુલાઈમાં જ બન્ને એક બીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

લગ્ન કર્યા બાદ તેમણે હનીમૂન માટે જવાનું નક્કી કર્યું. હનીમૂનમાં પણ તેમને તો સાહસ જ કરવું હતું. ક્લેને હાઈકીંગનો ભારે શોખ એકીમીને પણ હાઇકીંગ એટલે કે પહાડો ચડવાનો શોક છે પણ ક્લે તેના કરતાં થોડો વધારે ઉત્સાહિ.બન્નેએ હનીમૂન માટે કેરેબિયનમાં આવેલા સેઇન્ટ્સ કીટ ખાતે ફરવા જવાનું નક્કી કર્યું. હનીમૂન દરમિયાન તેઓ અહીં આવેલા માઉન્ટ લિઆમુઇગા પર હાઈકીંગ કરવા ગયા. આ પર્વત પર એક જ્વાળામુકી પણ આવેલો છે. એકીમી તો પહાડ ચડીને થાકી ગઈ હતી તેણે થોડો આરામ કરવાનું નક્કી કર્યું. પણ ક્લે ભારે ઉત્સાહિ હતો. તેને તો જ્વાળામુખી જોવો હતો.

એકીમી એક જગ્યાએ પોરો ખાવા બેસી ગઈ અને ક્લે થોડો આગળ ગયો અને જ્વાળામુખીના મુખમાં ડોકીયું કર્યું તેને તેની નીચે ઉતરીને ત્યાંનો નજારો જોવાનું મન થયું. જ્વાળામુખીમાં ઉતરાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પણ ત્યાં સામાન્યરીતે કોઈ ઉતરતુ નહોતું અને ત્યાં બાંધવામા આવેલા દોરડા પણ વર્ષો પહેલા બાંધવામાં આવ્યા હતા. પણ ક્લેટનને તો અંદર જાંખવું જ હતું તે ધીમે ધમે દોરડાના આધારે નીચે ઉતરવા લાગ્યો પણ તેણે જે દોરડાનો આધાર લીધો હતો તે છૂટી ગયું અને તે 40થી 70 ફૂટ ઉંડે ગબડી ગબડીને પડ્યો.

એકીમીએ નજર સામે પોતાના પતિને જ્વાળામુખીમાં પડતો જોયો. એક ક્ષણતો તેને કંઈ જ ન સૂજ્યું. આજુ બાજુ કોઈ જ નહોતું તે મદદ પણ કેવી રીતે મેળવે. ઉપરથી પહાડના આ વિસ્તારમાં સિગનલ પણ વીક હતું તે 911 પર ફોન કરીને પણ મદદ મેળવી શકે તેમ નહોતી.હવે એકીમીએ સ્થિતિ પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. અને નીચે ઉતરીને જાતે જ પતિને બચાવવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તે ક્લે પાસે પોહંચી ગઈ. તેણે જોયું તો તો તેના આશ્ચર્ય વચ્ચે ક્લેનું એક પણ હાડકું નહોતું ભાંગ્યું. કારણ કે જ્વાળામુખીની અંદરની બાજુ જે વનસ્પતિ ઉગી હતી તે પોચી પોચી હતી જેના કારણે ક્લેનું એક પણ હાડકું નહોતું ભાંગ્યું.

જો કે તેણીને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે તે ગંભીર રીતે ઘવાયો હતો. કારણ કે તે ઉલટી કરી રહ્યો હતો. તેની આસપાસ શું થઈ રહ્યું હતું તેનું તેને જરા પણ ભાન નહોતું. તેમ છતાં તે ઉભો થઈ શકે તેવી હાલતમાં હતો તેટલી ભગવાનની મહેરબાની હતી.પોતાના પતિને આ રીતે નિસહાય પડેલો જોઈ એકીમી હેબતાઈ ગઈ હતી. કારણ કે તે બન્ને તે જગ્યામાં સાવ જ એકલા હતા. મદદ મળવાની કોઈ જ આશા નહોતી. પણ તેણે જાતે જ પોતાના પતિને લઈને ઉપર ચડવાનું શરૂ કરી દીધું.

ક્લે અને એકિમિના બાંધામાં ઘણો તફાવત છે. ક્લે એક પડછંદ પુરુષ જ્યારે એકીમી નાજુક નમણી યુવતિ. તે ધીમે ધીમે પતિને ટેકો આપતી ઉપર ચડવા લાગી અને મદદ માટે એકધારી બૂમો પણ પાડતી રહી. બીજી બાજુ ક્લે બીચારો મહા પ્રયાસે પોતાની જાતને ભાનમાં રાખી શકતો હતો.એકિમી ક્લેને એકધારું આશ્વાસન આપી રહી હતી કે આપણે ભગવાન પર વિશ્વાસ મુકવો પડશે અને અહીંથી બહાર નીકળવા માટે પ્રયાસ કરવો પડશે. છેવટે તેણી મહા પ્રયાસે પતિને ટેકો આપતી જ્વાળામુખીના મુખમાંથી બહાર લઈ આવી.

હજુ પણ તેમણે મેડિકલ હેલ્પ મેળવવાની હતી. ક્લેટને વચ્ચે લોહીની ઉલટી કરતાં એકિમી ગભરાઈ ગઈ હતી. તે ક્લેટનને થયેલી આંતરિક ઇજાની ગંભીરતા સમજી ગઈ હતી. અને છેવટે દોઢ એક કીલો મિટરના ઉતરણા બાદ તેણીને સિગનલ મળી ગયું. અને થોડાક જ સમયમાં ક્લેને દાક્તરી સારવાર મળી ગઈ.એકિમી પોતાના આ અનુભવ વિષે જણાવે છે “આજે જ્યારે હું આ ઘટના વિષે વિચારું છું તો જાણે કોઈ ફિલ્મનો સિન હોય તેવુ લાગી રહ્યું છે. પણ મને ખુશી એ વાતની હતી કે ક્લે હોશમાં હતો કમસે કમ તે હલી શકે તેમ તો હતો જો કે તે શું કરી રહ્યો હતો તેનુ તેને કશું જ ભાન નહોતું.

જો તેણે પ્રયાસ ન કર્યો હોત તો મને નથી લાગતું કે હું તેટલી મજબુત છું કે તેના 75 કીલોના ભારેખમ શરીરને હું તેટલું લાંબે સુધી ખેંચી શકી હોત. ખરેખર આ કોઈ ચમત્કાર જ હતો કે તે અભાન અવસ્થામાં પણ પોતાની જાતને આટલે સુધી ખેંચી શક્યો.ક્લે ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે જો કે હજુ પણ તેને માથામાં દુખાવાની ફરિયાદ રહે છે અને તે તેની જમણા કાનની સાંભળવાની શક્તિ ખોઈ બેઠો છે. પણ આ ઘટનાએ બન્ને પતિ-પત્નીનો સંબંધ તો જાણે જન્મોજનમ માટે પાક્કો કરી દીધો છે.

ક્લેની સારવાર માટેના ખર્ચાને પહોંચી વળવા માટે એક નાનકડું ફંડ રેઇઝર કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું જેમાં તેમના મિત્રો તેમજ કુટુંબીજનોએ 35000 ડોલર તેમને ભેગા કરી આપ્યા. જેના માટે તેમણે પોતાપોતાના ફેસબુક અકાઉન્ટ પર લોકોનો આભાર માનતી પોસ્ટ પણ શેયર કરી છે.ક્લેટને પોતાના ફેસબુક અકાઉન્ટ પર હોસ્પિટલના બિછાનેથી લોકોને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવ બદલ આભાર માનતી પોસ્ટ શેયર કરી છે. તેણે પોસ્ટમા પોતાની પત્નીનો આભાર માન્યો છે. સાથે સાથે ભગવાનનો પણ આભાર માન્યો છે કે તેને વધારે ઇજાઓ નથી થઈ.

જ્યારે તેની પત્ની એકિમી ચેસ્ટેઇને પણ પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી છે. તેણીએ તેમાં પતિને સંબોધતા લખ્યું છે હું તને ખુબ પ્રેમ કરું છું, અને આ એક ઉત્તમ વસ્તુ છે જે હું હંમેશા કરતી રહીશ, પણ મહેરબાની કરીને હવે ક્યારેય મને તને જ્વાળામુખીમાંથી ખેંચવા માટે મજબૂર ન કરતો, ક્લેટન.તેણીએ વધારામાં પોતાના મિત્ર તેમજ કુટુંબજનો અને અજાણ્યા લોકો કે જેમણે ક્લેટનને સપોર્ટ કર્યો છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે તેમનો ખુબ આભાર માન્યો છે.