પરિવાર ની મરજી વિરુદ્ધ કર્યા પ્રેમ લગ્ન,પણ જયારે ગર્ભવતી થતા સાસરા વાળા એ એવું કર્યું કે…

0
156

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે દરેક માતા-પિતા હંમેશાં પોતાના દીકરાઓ દીકરી ના ભવિષ્ય ને ધ્યાન મા રાખી ને બધા નિર્ણયો લેતા હોય છે. માતાપિતા કેટલી મુશ્કેલીઓ નો સામનો કરીને બાળકને ઉછેરીને મોટું કરે છે, અને જ્યારે માતા પિતા સાંભળવાની વાત આવે ત્યારે સંતાનો અણધાર્યા નિર્ણય લઇ લે છે, અને આવા નીર્ણયો નું ખરાબ પરિણામ ભોગવવું પડે છે.પોતાની સાથે સ્કૂલમાં ભણતા છોકરા સાથે પ્રેમ થતાં માતા પિતાઓ ના નિર્ણય ની વિરૂધ્ધ પ્રેમલગ્ન કરી લીધા. છોકરો યુવતી સાથે સ્કૂલમાં ભણતો હતો, તેઓની ત્યારે બાદ ફરી ફેસબુક પર મુલાકાત થઇ અને થોડીક વાતચીત દરમ્યાન પ્રેમ થઈ ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા પરિવાર ની આ દીકરી દિક્ષિતા(નામ બદલ્યું છે) બધાને ખૂબ લાડકી હતી. પરિવારે દીકરીને ભણાવી ગણાવીને ખૂબ પ્રેમ થી મોટી કરી. દિક્ષિતા પગભર થયા બાદ તેની સાથે સ્કૂલમાં ભણતો છોકરો નિમેષ (નામ બદલ્યું છે) ને ફેસબુક માં મળી. આ બંને વચ્ચે ફેસબુક મા વાતચીત દરમિયાન પ્રેમ થયો અને પરિવારની સંમતિ ન હોવા છતાં બંને એ લવ મેરેજ કરી લીધા.દિક્ષિતાનો પરિવાર આ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં હતો, પરંતુ દિક્ષિતા નો નિર્ણય અફર હતો તેને નિમેશ સાથે અંધળો પ્રેમ થઈ ગયો હતો. લવ મેરેજ કરી લીધા બાદ બંને જણા અલગ અલગ રહેતા હતા. ત્યારબાદ તેમણે એક સાથે રહેવાનું નક્કી કર્યું.

ત્યારબાદ જણાવી દઈએ કે તેની પત્ની રૂપે દિક્ષિતાને પોતાના ઘરે લઈ ગયો, પરંતુ ત્યાં દિક્ષિતા ના સાસરાપક્ષે એવી શરત કરી કે જો તારે અહિં રહેવું હોય તો પિયર વાળા સાથે સંબંધ કાપી નાખવો પડશે.દિક્ષિતાએ વાત માની ગઈ અને સાસરિયા સાથે રહેવા માંડી. થોડા સામે બાદ દિક્ષિતા ગર્ભવતી થઈ. દિક્ષિતા ગર્ભવતી થતાં સાસરિયા વાળા તેને હેરાન કરવા લાગ્યા. દિક્ષિતાના બાળકને મિલકત માં ભાગ ન આપવો પડે તે માટે સાસરીયા વાળા હેરાન કરતા હતા. આ દિક્ષિતાની નણંદે એક દિવસ તેને ગર્ભપાત કરાવી લેવા માટે દબાણ કર્યું અને ગર્ભપાત કરવાની એક ગોળી પણ આપી.

પરંતુ દિક્ષિતા એ ગોળી લેવાનો ઇનકાર કરતા સાસરિયા વાળા તેને વધુ હેરાન કરવા લાગ્યા. દિક્ષિતાને સાત મહિનાનો ગર્ભ હતો. તેની તબિયત ખરાબ થતાં તે તેણે પોતાના પિયરમાં માતા-પિતાને જાણ કરી. માતા-પિતા દિક્ષિતા ને દવાખાને લઈ ગયા ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મ બાદ સાસરીયા વાળા કોઈ હજુ સુધી અહીં આવ્યા નથી. અંતે સાસરીયા વાળા ના આ ત્રાસથી કંટાળીને પાલડી પોલીસ સ્ટેશનમાં આ પરિવારે ફરિયાદ નોંધાવી છે. તને પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા શહેરના બાજવા કરોડિયા રોડ પર રહેતા પરિણીત યુવાને સાસુ,સસરા અને પત્નીના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનુ જવાહરનગર પોલીસ મથકના ચોપડે નોંધાયુ છે. યુવાને લખેલી અંતિમચિઠ્ઠીમા પિયર પક્ષનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કરતા પોલીસે તે દિશામા તપાસ હાથ ધરી છે.

બાજવા કરોડિયા રોડ પરની આમ્રપાલી સોસાયટીમા પરિવાર સાથે ૩૨ વર્ષીય શિરીષ હસમુખલાલ દરજી રહેતો હતો. તેઓએ વકીલાતનો અભ્યાસ કર્યો છે. અને તેઓ ખાનગી કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમા ફરજ બજાવતા હતા. તેમનુ લગ્ન વાપી ખાતેના વ્યારાની મોનિકા જૈસ્વાલ સાથે થયુ હતુ. તેમને સંતાનમાં ૯ મહિનાનો બાળક પણ છે. મોનિકા ગર્ભવતી હોવાથી તે પોતાના પિયરમા જતી રહી હતી.

જો કે બાળક ૯ મહિનાનો થઈ ગયો હોવા છત્તા પણ મોનિકા સાસરીમા પરત આવી ન હતી. ત્યારે સોમવારે શિરીષ તથા તેની માતા મોનિકાના ઘરે વ્યારા ખાતે મોનિકાના માતા-પિતાને મળવા માટે ગયા હતા. જ્યાં મોનિકાના માતા-પિતાએ શિરીષ તથા તેની માતા સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. જેથી શિરીષ તથા તેની માતા પરત આવી ગયા હતા અને શહેરના ડભોઈ રોડ ખાતે ભાઈના ઘરે રહેતી મોનિકાને મળવા માટે પહોંચ્યા હતા.

જ્યાં મોનિકાએ પણ શિરીષ સાથે બોલાચાલી કરીને સિરીઝને બે થપ્પડ મારી દીધા હોવાનુ શિરીષની માતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમા જણાવ્યુ હતુ. જ્યાંથી માતા અને પુત્ર પરત પોતાના ઘરે આવી ગયા હતા. જ્યાં માતા જ્યોતિકાબેન બજારમા જઈને આવુ છુ તેમ કહીને બહાર ગયા હતા. તેવામા ઘરમા શિરીષે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

જેની જાણ શિરીષના પરિવારજનોને થતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી પણ શિરીષે કોઈ જવાબ ન આપતા પાડોશીઓએ પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. અંતે ઘટનાની જાણ જવાહરનગર પોલીસ મથકે કરાતા પોલીસે આવીને દરવાજો ખોલ્યો ત્યારે શિરીષ ફાંસો ખાધેલી હાલતમા જોવા મળ્યો હતો. જેને નીચે ઉતારીને બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે મૃતકની માતાનુ નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકનો મોબાઈલ એફએસએલમા મોકલ્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ નહી સ્વીકારવાની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ, સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

મૃતકે લખેલી બે પાનાની અંતિમ ચિઠ્ઠી પોલીસનો મળી આવી હતી. જેમા ‘મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનુ બંધ કરવામાં ન આવ્યુ તથા મારા સાસુ-સસરા દ્વારા પણ સમજાવવામાં ન આવ્યુ. મે મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યા. આખરે મારા સાસુ-સસરા તથા પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઈ ઓપ્શન બાકી નથી રહેતો. હું આત્મહત્યા જે કરી રહ્યો છુ તે આત્મહત્યા નથી પણ મર્ડર છે. મને ત્રાસ આપ્યો છે કે નહિ તે મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.લખ્યુ હતુ.

સોમવારે મારા છોકરાઓ મને કીધુ કે ચાલ મમ્મી આપણે મોનિકાના માતા-પિતાને મળી આવીએ. પગે પડીને માંફી માંગી લઈશુ. ત્યારે મોનિકાના માતા-પિતાએ એવુ કહ્યુ કે, તમે સુધરો પછી જ અમે મોનિકાને મોકલીશુ. ઘણી આજીજી કરી પણ તેઓ માન્યા નહી. ત્યારબાદ અમે ઘરે આવતા સમયે મોનિકાને મળવા માટે ગયા હતા. જ્યાં મોનિકાએ ઝઘડો કરીને મારા છોકરાને લાફા માર્યા હતા. જેનો મને આઘાત લાગ્યો અને મે પણ આત્મહત્યા કરવા માટે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. પરંતુ, હુ બચી ગઈ.