પપ્પા પાસે ગેમ રમવા છોકરાએ માગ્યો, ફોન અને ભૂલથી ખુલી ગયું વોટ્સએપ અને જોયું એવું કે…

0
792

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું.મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે એક એવો કિસ્સો લઈને આવ્યો છું જેમાં એક પુત્રએ પોતાના પિતાનો ફોન ગેમ રમવા માટે લીધો હતો જેમાં પુત્રએ પોતાના પિતાનું વૉટ્સઅપ ખોલ્યું તો તેમાં અન્ય યુવતી સાથે વાત કરેલી હતી તેનું ચેટ અને વોઇસ રેકોર્ડિંગ મળ્યા કે પછી તેને તેની માતાને આ વિશે જાણ કરી જેથી માતા એ હોબાળો મચાવ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આજના આ ડિજિટલ જમાનામાં લોકો મોબાઇલનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના માતા પિતાની જોઈને બાળક મોબાઈલ માટેની જીદ કરતું હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે બાળકો નાના હોય ત્યારથી જ પોતાના માં-બાપ ના ફોન વાપરતા હોય છે. આ કિસ્સો વાંચ્યા પછી તમને ફોનમાં પાસવર્ડ રાખવાનું મહત્વ સમજાઈ જશે. તમારા ફોનમાં કોઈ સાથેની જો અંગત ચેટ કે ફોટો હોય તો પાસવર્ડ કે સિક્યોરિટી કી રાખવાનું ભૂલતા નહીં.

ઘરમાં બાળકો મા-બાપના ફોન જોતા હોય છે અને અંગત ફોટો કે ચેટ જોઈને ન થવાનું થતું હોય છે કેમ કે આજકાલના બાળકો નાની ઉંમરમાં જ બધું સમજતા હોય છે.બેંગલોરમાં બનેલા એક કિસ્સાની વાત કરીએ તો 15 વર્ષના દીકરાએ ગેમ રમવા માટે પિતા પાસે ફોન માંગ્યો હતો. બાદમાં દીકરાએ ફોનનું રેકોર્ડર અને વ્હોટ્સએપ ખોલી દીધું હતું. એ તો ઠીક પણ તેમાં તેના પિતા અને કોઈ અજાણી મહિલા વચ્ચે અંગત ગંદા મેસેજ અને વોઈસ નોટ્સ જોવા મળી હતી અને ઓડીઓ નોટ્સ સાંભળી હતી.

પછી એવું થયું કે બાળકે આ બધા પુરાવા માતાને બતાવ્યા. તો તેણે પતિને અફેર અને કોની સાથે તેનુ લફરુ ચાલી રહ્યું છે તેની સીધી પૂછતાછ કરી.પરંતુ પતિએ પત્ની સાથે દલીલ દરમિયાન મારઝૂડ કરી હતી. મારઝૂડ બાદ પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.નાગરાજુ એમ. નામના 43 વર્ષના શખ્સે પુત્રને ગેમ રમવા ફોન આપ્યો હતો.

પિતાને લાગ્યું કે તેના બાળકને લવ અફેર વિશે ખબર નહિ પડે. પરંતુ આજકાલના બાળકો ટેક્નોલોજીમાં કેટલા આગળ વધી ગયા છે તેની પિતાને જાણ નહી હોય. પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે અફેરની જાણ થતા પતિએ તેની મારઝૂડ કરી હતી અને કોઈને કહેશે તો તેની હાલત ખરાબ કરી નાંખવાની ધમકી આપી છે. હવે પરિવારજનો પત્નીને ફરિયાદ પાછી લેવા દબાણ કરી રહ્યા છે.

મિત્રો તમને બીજી એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં ગેમ ના કારણે એક બાળકે તેના સગા માતા પિતા પર હાથ ઉપાડ્યો.મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા – પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે.

હાલ હજારોની સંખ્યામાં રાજ્યમાં બાળકો અને યુવાનો એક સાથે પબજી ગેમ રમતા અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. PUBG ગેમના યુવાનો એટલા બધા વ્યસની બની ગયા છે કે વાલીઓએ તેમના બાળકોને આ ગેમથી દુર રાખવા મનોચિકિત્સક પાસે પોતાના બાળકોની સારવાર પણ કરાવવી પડી રહી છે.

PUBG ગેમ વિશે વાત કરતા મનોચિકિત્સક ડોક્ટર પાર્થ વૈષ્ણવે જણાવ્યું છે કે, અત્યાર સુધી PUBG ગેમના 217 જેટલા રજીસ્ટર્ડ કેસ તેમની પાસે નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 14 જેટલા લોકોને દાખલ કરીને સારવાર કરવાની ફરજ પડી હતી. આ 217 કેસમાંથી લગભગ 175 જેટલા કેસમાં વાલીઓ તેમના બાળકની સારવાર માટે તૈયાર થયા હતા. સાથે જ PUBG ગેમને લઈને બાળકોને થયેલા એડીક્શન વિશે તેમને કહ્યું કે, આ ગેમના એડીકશનમાં 85% બાળકો અને 15% બાળકીઓ જોવા મળી છે.

કેટલાક કેસમાં બાળકો એવી સ્થિતિમાં એમની પાસે આવ્યા હતા. કે જેઓને જો તેમના માં – બાપ ગેમ રમતા રોકતા તો તેઓ તેમના પર હાથ ઉપાડતા સાથે અપશબ્દો પણ બોલી નાખતા હતા. આની પાછળનું કારણ આપતા ડોક્ટર પાર્થ વૈષ્ણવે કહ્યું કે, આ ગેમ રમનાર બાળકો વર્ચ્યુઅલ અને રીઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા અને ન કરવાનું કરી બેસે છે.PUBG ગેમની વાત કરીએ તો 4 લોકો એક ટીમ બનાવીને 100 લોકોના ગ્રુપમાં પ્લેનથી કોઈ એક જગ્યાએ લેન્ડ થઈને એક સાથે રમી શકે છે.

આ ગેમમાં બાળકો એકબીજા સાથે વાતો કરીને દુશ્મનોને મારતા હોય છે. અને અંતે બચેલા 4 લોકો અંદરો અંદર લડીને તેમાંથી એક વિજેતા બનતા હોય છે.PUBG ગેમ એવી બનાવાઈ છે કે એકવાર રમનાર બાળક વારંવાર આ ગેમ રમવા પ્રેરાતા હોય છે. કેમકે શરૂઆતના સ્ટેજમાં કમ્પ્યુટર દ્વારા એવા પ્લેયર્સ મુકવામાં આવે છે કે જેઓને સરળતાથી મારી શકાય છે. જેના કારણે રમનારમાં ઉત્સુકતા જાગે છે અને આ ઉત્સુકતા સ્ટેજ વધતાની સાથે વધતી જ જાય છે.

PUBG ગેમ રમનાર બાળકો આ ગેમને ફ્રેશ થવા માટેનું માધ્યમ માને છે. કેટલાક બાળકો ટાઈમ પાસ માટે આ ગેમ રમતા હોવાનું કહે છે. ધીરે ધીરે ક્યારે આ બાળકો આ ગેમની ચપેટમાં આવી જાય છે તેનો કદાચ તેમને અને તેમના પરિવારજનોને પણ ખ્યાલ રહેતો નથી અને બાળકો તેમના અભ્યાસને છોડીને દિવસભર આ ગેમની પાછળ વ્યતીત કરવા લાગે છે.

ફ્રેશ થવા અથવા ટાઈમ પાસ માટે PUBG રમતા બાળકો આ ગેમને લઈને એડીકટ ન થાય તે માટે સૌથી મોટી જવાબદારી માં – બાપની બને છે. આજના તેજ ગતિએ આગળ વધી રહેલા સમયમાં જો બાળક 1 કલાકથી વધુ સમય મોબાઈલ અને ટીવી પાછળ આપે છે. તો તે માતા – પિતા માટે લાલબત્તી સમાન છે તે સમજવું જરૂરી બન્યું છે. માતા – પિતાએ પોતે પણ ગેજેટ્સના ઉપયોગ પર નિયંત્રણ મુકવું હવે જરૂરી બન્યું છે. આવા ગેજેટ્સના ઉપયોગનો એક સમય નિશ્ચિત કરીને જ બાળકોને અને પોતે તેનો ઉપયોગ કરવો એ જ એક માત્ર ઉપાય બાળકોને આવી ગેમથી એડીકટ થતા બચાવી શકે છે.