પાકિસ્તાનાં વડાપ્રધાનની કાર છે સૌથી ઓછી સુરક્ષા વાળી, તો આ દેશનાં નેતાની કાર છે સૌથી વધુ સુરક્ષિત, જાણો એક ક્લિકમાં..

0
122

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ દુનિયા મોટા નેતા જેવા કે નરેન્દ્ર મોદી,ડોનાલ્ડ ટ્રમ્પ,પુતિન,જિંનપિંગ જેવા નેતા કેવી કારોમા સફર કરે છે તો આવો જાણીએ સુરક્ષા એજન્સીઓ દેશના વડાઓની સુરક્ષાને લઈને સદા જાગૃત રહે છે અને દેશના વડાઓની આ કાર આ કાર્યને કંઈક સરળ બનાવે છે. પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સલામત કારોનો ઉપયોગ કરે છે અને તમને જણાવી દઇએ કે તેમની આ કાર મુસાફરી દરમિયાન તેમને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નરેન્દ્ર મોદી BMW 7 સિરિઝ (F01).ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પદ સંભાળ્યો ત્યારે, BMW 7-શ્રેણીની 760 લિ લક્ઝરી સેડાન તેમની પાસે લાવવામાં આવી હતી જોકે, હવે પીએમ મોદી બખ્તરધારી રેન્જ રોવર સ્પોર્ટ સાથે ચાલે છે અને તે કંપનીની એસયુવી કાર છે જેની કંપની 6 વેરિયન્ટમાં વેચે છે પીએમ મોદી મોટે ભાગે રેંજ રોવર સ્પોર્ટ એચએસઈમાં ચાલે છે. જેની કિંમત દિલ્હીમાં રૂ. 1.27 કરોડ છે. આ કારમાં 5.0 લિટરનું વી 8 પેટ્રોલ એન્જિન છે જે 509hp નો પાવર ઉત્પન્ન કરે છે અને કારમાં 8 ગિયર્સ છે.

વાલ્દિમીર પુતિન મર્સિડીંઝ બેન્ઝ લિમોઝિન.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન મર્સિડીઝ બેન્ઝ લિમોઝિનમાં ચાલતા હતા પરંતુ હવે તેઓ પ્રોજેક્ટ ‘કોર્ટેઝ’ અંતર્ગત રશિયામાં બનાવવામાં આવેલી લિમોઝિન કારનો ઉપયોગ કરે છે આ કારમાં 4.4 લિટરનું ટર્બોચાર્જ્ડ એન્જિન છે. કારનું એન્જિન 592hp પાવર અને 880Nm ટોર્ક જનરેટ કરે છે તેમજ રાષ્ટ્રપતિ માટે રશિયા માં બનેલી આ પહેલી કાર છે તેમજ તેના ટાયર સોલિડ રબરથી બનેલા છે. ક્ષતિગ્રસ્ત થાય તો પણ તે ચાલવામાં સક્ષમ હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કેડલિક વન.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નવી સશસ્ત્ર કેડિલેક લિમો કારમાં વાહન ચલાવશે. જનરલ મોટર્સ કેડિલેક લિમોનું ઉત્પાદન ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે કરે છે અને આ કારને બીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવી કેડિલેક લિમો ટ્રક 7.5 ટન વજનના પ્લેટફોર્મ પર આધારિત છે અને તે વિશ્વની સૌથી સલામત લિમોઝિન્સ કાર છે જેમાં 7 લોકો બેસે છે.

બોરિસ જ્હોનસન જેગુઆર XJ સેંટીનલ.મિત્રો તમને જણાવી દઇએ કે યૂકેના વડાપ્રધાનની કાર જેગુઆર XJ સેંટીનલ છે અને આ કાર બ્લાસ્ટને પણ સહન કરી શકે છે. તે 13mmની સ્ટીલ પ્લેટથી કવર હોય છે.

શી જિનપીંગ હોંગ ક્યુ એલ 5.મિત્રો તમને જણાવી દઇએ કે ચીનના જનરલ સેક્રેટરી એટલે કે શી જિનપિંગ ચીનમાં જ તૈયાર હૉન્ગ ક્યૂ એલ5 કારનો ઉપયોગ કરે છે અને આ ચીનની સૌથી મોંઘી કાર છે તેમજ 3 ટન વજન અને 20 ફુટ લાંબી આ લિમોજિન અનેક વિશેષતાઓથી સજ્જ છે.જ્યારે પણ ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ વિદેશ જાય છે ત્યારે તે તેની સલામત કાર લિમોઝિન હોંગકી એન 501 ને સાથે લઈ જાય છે. હોંગકી એન 501 એક લાંબી, પહોળી અને કાળી લિમોઝિન છે. તેની બારીઓ અને દરવાજા સજ્જ છે.

સ્કોટ મોરીસન BMW 7 સિરિઝ.મિત્રો તમને જણાવી દઇએ કે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન BMW7 સીરીઝનો ઉપયોગ કરે છે અને આ કાર 6 સેમી પૉલિકાર્બોનેટ વિન્ડોથી સુરક્ષિત છે અને તેના દરેક દરવાજાનું વજન 250 કિગ્રા છે.

શિંઝો એબે ટોયોટા સેન્ચ્યુરી રોયલ.મિત્રો જાપાનના રાજા શિંઝો એબે ટોયોટાની સેન્ચુરી રૉયલ કારનો ઉપયોગ કરે છે તેની કિંમત 5 લાખ ડૉલર છે.આ કારના દરવાજા ઍન્ટી ગ્રેનાઇડ થી સજ્જ છે તેમજ આ કાર પુરી રીતે બુલેટપ્રુફ છે.

કીમ જોઁગ ઉન મર્સિડીંઝ બેન્ઝ W 221.મિત્રો ઉત્તર કોરિયાના પ્રમુખ કીમ જોઁગ ઉન ઉત્તર કોરિયાના રાષ્ટ્ર પ્રમુખ મર્સિડીઝ બેન્ઝ W221માં મુસાફરી કરે છે આ કારમાં રેસ્ટરૂમની સાથે મેડિકલ સુવિધા પણ છે.

ઇમરાન ખાન મર્સિડીઝ બેન્ઝ W 222.મિત્રો તમને જણાવી દઇએ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની દરેક મુસાફરી દરમિયાન મર્સિડીઝ-બેન્ચ W222નો ઉપયોગ કરે છે અને આ કાર મલ્ટી લેયર દરવાજા સાથે બુલેટ પ્રૂફ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here