નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, જાણો આ રાશિ પરિવર્તન થી તમારી રાશિ પર કેવી અસર થશે….

0
293

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યમાં થનાર ઘટનાઓને લઈને ચિંતિત હોય છે. જ્યારે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ માં ફેરફાર થાય છે ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં ફેરફાર થાય છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો સારા પરિણામ અને ખરાબ હોય તો નુકશાન ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે.ગ્રહોના રાજા સૂર્ય રાશિ ચક્રની સાતમી રાશિ તુલામાં પ્રવેશ કરવાના છે. સાથે જ આ દિવસે શારદીય નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. અધિક માસ ખતમ થયા બાદ પહેલીવાર કોઈ ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યો છે. સૂર્ય જ્યારે પણ રાશિ પરિવર્તન રે છે તો તેને સંક્રાતિના નામથી ઓળખાય છે. સૂર્યના આ પરિવર્તનથી તમામ રાશિઓ પર પ્રભાવ જોવા મળશે. કોઈ રાશિની તમામ ઈચ્છાઓ પૂરી થશે તો કેટલીક રાશિઓના જાતકોને જીવનમાં ચડતી-પડતીનો સામનો કરવો પડશે.તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર સૂર્યના આ ગોચરથી લાભ થવાના છે કે નુકશાન.

મેષ રાશિ.મેષ રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે સ્ફૂર્તિલી તાજગીપૂર્ણ સવારથી દિવસની શરૂઆત થશે. ઘરમાં મિત્રો અને સગા-સંબંધોના આગમનથી ઘરનું વાતાવરણ ખુશ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ તમને ખુશ કરી દેશે. આજે આર્થિક લાભ મળવાની સંભાવના છે. પ્રવાસની તૈયારી રાખવી. નવા કાર્યની શરૂઆત કરી શકશો. ઉત્તમ ભોજન કરવાનો લાભ મળશે.પ્રિય વ્યક્તિ સાથે પ્રેમનો સુખદ અનુભવ પ્રાપ્ત થશે. સુખમય દામ્પત્ય જીવનની સાથે સાથે બહાર હરવા-ફરવાનો યોગ બની રહ્યો છે. વેપારીઓને લાભ અને સફળતા મળશે. તમારી ખોવાયેલી વસ્તુઓ પાછી મળવાની સંભાવના છે.

વૃષભ રાશિ.વૃષભ રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે કોઈ પણ પ્રકારની કામગીરી વિચાર કર્યા વગર કરવી નહીં. કોઈની સાથે અણબનાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખરાબ તબિયતને કારણે તમારું મન ઉદાસ રહેશે. પરિવારમાં સ્નેહિજનો મતભેદ ઊભો કરી શકે છે. પરિશ્રમનું યોગ્ય પરિણામ ન મળવાને કારણે નિરાશાનો અનુભવ થશે.આજે નિર્ધારિત કાર્ય સફળતાપૂર્વક પૂરાં કરશો. અધૂરાં કાર્ય પૂરાં થશે. આજનો દિવસ શુભ ફળદાયક સાબિત થશે. શારીરિક, માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે.

મિથુન રાશિ.મિથુન રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે સામાજિક, આર્થિક તથા પારિવારિક ક્ષેત્રમાં લાભ થવાના સંકેત છે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ કરશો. સુંદર જગ્યા પર પર્યટનનું આયોજન કરી શકશો. જીવનસાથીની શોધ માટે આજે અનુકૂળ દિવસ છે. પત્ની તથા પુત્ર સાથે વધુ સંવાદિતા રહેવાથી દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ રહેશે.પેટ સંબંધિત બીમારીઓથી તકલીફ થશે. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસથી બચવું. આજે સંતાન અને જીવનસાથીના આરોગ્યના સંબંધમાં ચિંતા રહી શકે છે. વાદવિવાદ કે ચર્ચામાં ન ઊતરવું, હિતમાં રહેશે. સ્ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની આશંકા છે.

કર્ક રાશિ.કર્ક રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારીઓના પ્રોત્સાહનથી તમારો ઉત્સાહ બમણો રહેશે. વેતન વૃદ્ધિ તથા પ્રમોશનના સમાચાર મળી શકે છે. માતા તથા પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરી શકશો. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી ખુશ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કાર્યોમાં અનુકૂળતા રહેશે.આજે છાતીમાં દુખાવો કે કોઈ વિકારથી પરિવારમાં અશાંતિ થઈ શકે છે. શારીરિક-માનસિક અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. કોઈ મહિલા સાથે મનમોટાવ અને તકરાર થવાની આશંકા છે.

સિંહ રાશિ.સિંહ રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે આળસ, થાક અને કંટાળો કાર્યની ગતિને ઘટાડે છે. પેટ સંબંધી ફરિયાદ તમને અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. નોકરી વ્યવસાયમાં મુશ્કેલીઓ ઉત્પન કરી શકે છે. ઉચ્ચ પદાધિકારીઓ આજે દૂર રહેવામાં તમારો લાભ છે. ગુસ્સાને કંટ્રોલમાં રાખવો. ધાર્મિક કાર્યો અથવા યાત્રા-પ્રવાસથી ભક્તિભાવ પ્રગટ થશે. મનની અશાંતિ દૂર થશે.કાર્યમાં સફળતા અને હરીફો પર વિજય મળશે. પ્રસન્નતાનો અનુભવ કરશો. ભાઈબહેનો સાથે હળીમળીને કોઈ આયોજન કરો. આર્થિક લાભ મળશે, પ્રિયજનો સાથે મુલાકાત થશે.

કન્યા રાશિ.કન્યા રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે મન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવો કેમ કે સ્વભાવની ઉગ્રતા કોઈની સાથે મનભેદ કરાવે તેવી શક્યતા છે. શત્રુઓથી સાવધાન રહેવું. આજના દિવસે નવા કાર્યની શરૂઆત ન કરવી. ખર્ચ વધુ રહેશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્યમય બાબતોમાં રસ રહેશે.આર્થિક લાભની સંભાવના છે. મિષ્ટાન્ન ભોજન મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો અનુકૂળ સમય છે. પરિવારમાં આજે આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મધુરતા અને ન્યાયપ્રિય વ્યવહારથી તમે લોકપ્રિયતા મેળવી શકશો.

તુલા રાશિ.તુલા રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે કાર્યોમાં દબાણથી હળવા થવા માટે તમે પાર્ટી, સિનેમા, નાટક કે પર્યટનનું આયોજન કરશો અને મિત્રોને આમંત્રિત કરશો. નવા વસ્ત્રાલંકાર ખરીદી કરી શકશો. સાર્વજનિક માન-સમ્માનના અધિકારી બનશો. જીનવસાથીના ઉષ્માપૂર્ણ સાનિધ્યનો ખૂબ આનંદ ઉઠાવશો.તમારી કળાત્મક ક્ષમતાઓને નિખારવાનો પ્રયાસ કરવો. તમારી રચનાત્મક યોગ્યતાને કારણે તમે પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં મિત્રો અને પરિવારજનો સાથે ભાગ લેશો. આર્થિક લાભ થશે.

વૃશ્ચિક રાશિ.વૃશ્ચિક રાશિન જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે કેટલીક આકસ્મિક ઘટનાઓ બનશે. પૂર્વનિર્ધારિત મુલાકાત રદ્દ થવાથી હતાશ અને ક્રોધની ભાવના ઉત્પન થશે. તમારા હાથમાં આવેલી તકનો તમે ઉપયોગ નહીં કરી શકો. પરિવારના સભ્યો સાથે મતભેદ થશે. વિરોધી પ્રતિસ્પર્ધિઓથી ખાસ ધ્યાન રાખો. આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેશે. નવા કાર્યનો આજે પ્રારંભ ન કરવો.શારીરિક, માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે.

ધન રાશિ.ધન રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે સંતાનોના સ્વાસ્થ્ય અને અભ્યાસ અંગે ચિંતા રહેશે. પેટ સંબંધી બીમારીઓ મુશ્કેલી લાવશે. કાર્યની સફળતા તમારી અંદર હતાશા લાવશે. ગુસ્સાને કંટ્રોલમાં રાખો. સાહિત્ય, લેખન તથા કળા પ્રતિ રસ રહેશે. પ્રિયજન સાથે મુલાકાત રોમાંચક બનશે. વાદ-વિવાદ તથા ચર્ચામાં ન ઉતરવું.વાતચીતમાં કોઈ સાથે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ક્રોધ અને ઉગ્રતા પર નિયંત્રણ રાખવું. આમોદ-પ્રમોદ, મનોરંજન પાછળ ધનનો વ્યય થઈ શકે છે. માનસિક ચિંતા તથા શારીરિક કષ્ટને કારણે પરેશાન થઈ શકે છે.

મકર રાશિ.મકર રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે તાજગી અને સ્ફૂર્તિના અભાવ જોવા થશે. મનમાં ચિંતાની ભાવના રહેશે. પરિવારના સભ્યો સાથે અણબનાવ અને સમયથી ભોજન અને શાંત નિદ્રા નહીં મળે. સ્ત્રી વર્ગથી નુકસાન થશે અથવા તેની સાથે કોઈ કારણે તકરાર થશે. ઘન ખર્ચ અને અપયશથી સંભાળો.ગૃહસ્થજીવનમાં આનંદ તમે પ્રાપ્ત કરી શકશો. પ્રેમની સુખદ અનુભૂતિ થશે. મિત્રો સાથે કોઈ રમણીય સ્થળ પર ફરવા જઈ શકો છો. જીવનસાથીની શોધ કરનારા માટે લગ્નનો યોગ છે. આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ તમારા માટે લાભદાયી છે.

કુંભ રાશિ.કુંભ રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે તમારું મન ચિંતા મુક્ત હોવાથી રાહત અનુભવશે. તથા તમારા ઉત્સાહમાં વધારો થશે. વૃદ્ધો અને મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. સ્નેહમિલન કે પ્રવાસના માધ્યમથી મિત્રો અને સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. પ્રિય વ્યક્તિઓ સાથે અને દાંપત્ય જીવનમાં ઘનિષ્ઠતાનો અનુભવ થશે.સરકારી કાર્યોમાં સફળતા મળશે અથવા નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે. પિતા તરફથી લાભ થશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં લાભ થશે. પ્રમોશનના યોગની સંભાવના વધશે.

મીન રાશિ.મીન રાશિના જાતકોમાં સૂર્યના આ ગોચરથી આજે આયોજન કરવા માટે આજે શુભ દિવસ છે. નિર્ધારિત કાર્ય પૂરા થશે. આવકમાં વધારો થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સારું ભોજન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે તથા મનની સ્વસ્થતા પણ સારી રહેશે.માનસિક સ્વસ્થતા જાળવી રાખવી. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે છે. ઑફિસ તથા કામકાજની જગ્યાએ ઉચ્ચ અધિકારીઓની નારાજગી રહી શકે છે. લાંબા પ્રવાસનો સંયોગ બનશે. વિદેશમાંથી સમાચાર પ્રાપ્ત થશે.કામકાજમાં તમારે થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથે મનમોટાવની આશંકા છે.