નિયમિત સમયે કરીલો આ કાર્ય બની જશો ધનવાન નહીં રહે કોઈ કમી.

0
28

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્મી જેના પર મહેરબાન થાય તે સંસારના તમામ સુખ અને સુવિધાઓને માણી શકે છે. એટલા માટે જ લોકો અથાગ પ્રયત્નો કરે છે કે તેમના પર માતા મહાલક્ષ્મીની કૃપાદ્રષ્ટી સદા રહે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ માતા લક્ષ્મીને ખુશ કરવાના અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, સાથે જ એ કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે કે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં જણાવ્યાનુસાર સ્ત્રી હોય કે પુરુષ જેની દિનચર્યા નીચે દર્શાવ્યાનુસાર હોય તે લાખ પ્રયત્નો કરે તો પણ શ્રીહરી અને માતા લક્ષ્મી તેમના સ્થાનનો ત્યાગ કરે છે.નિરોગી અને સ્વસ્છ રહેવા માટે નિયમિત સ્નાન કરવું અને દાંત સાફ કરવા આવશ્યક છે. આ બંને કામ કરવાથી શરીર તો સ્વચ્છ થાય જ છે પરંતુ જો આ કામ કરવા માટે સમયનું ધ્યાન રાખવામાં આવે તો અલક્ષ્મી, ખરાબ શક્તિઓથી પણ મુક્તિ મળી શકે છે. સ્નાન અને દાંત સાફ કરવાનું કામ સવારે સૂર્યોદય પહેલા કરી લેવું જોઈએ.

મિત્રો રોજની દિનચર્યામાં પુરતી ઊંઘ કરવી પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ રોજ 7થી 9 કલાકની ઊંઘ કરવી જોઈએ. ઓછી ઊંઘ કરનારનું સ્વાસ્થ બગડે છે. શાસ્ત્રોનુસાર સવારે વહેલા ઉઠવું જરૂરી છે તેવી જ રાત્રે સમયસર સૂવું પણ જરૂરી છે. દિવસે મોડે સુધી પથારીનો ત્યાગ ન કરે તેનો ત્યાગ માતા લક્ષ્મી કરી દે છે.જીવન જીવવા માટે ભોજન કરવું જરૂરી છે પણ ભોજન પ્રત્યે મોહ રાખવો અનુચિત છે. વધુ પડતું ભોજન ગ્રહણ કરનારના શરીરમાં સ્થૂળતા અને આળસ ઘર કરી જાય છે અને આવા વ્યક્તિના ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ નથી થતો. સવારે સૂર્યોદય પછી પણ પથારીનો ત્યાગ ન કરનારની વાણી પણ કડવી થઈ જાય છે અને શરીર પણ અનેક નાના-મોટા રોગથી ગ્રસ્ત રહે છે.

વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ એક ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે. શુક્રવારે લક્ષ્મીપૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ મંદિર કે લક્ષ્મી મંદિર જવાથી લાભ થાય છે. આ ઉપરાંત મંત્રજાપ સાથે વિધિવત્ રીતે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીને ખાસ પ્રસાદ ચડાવવાનું મહત્વ છે.શાસ્ત્રમાં શું કહેવાયું છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે ભગવાનના જે સ્વરૂપની પૂજા કરો છો તે મહત્વનું છે. વિશેષ અવસર કે તહેવાર પર ભગવાનની ખાસ પ્રતિમાઓના પૂજનનું મહાત્મ્ય છે. આજે અમે મહાલક્ષ્મીજીની આવી જ એક ખાસ તસવીર બતાવવા જઈ રહ્યા છે. શાસ્ત્રાનુસાર જો કોઈ વ્યક્તિને સતત પૈસાનું નુકસાન થઈ રહ્યું છે તો તેણે આ તસવીરની પૂજા કરવી જોઈએ.

આવુ કરવાથી તે નુકસાનમાંથી ઉગરી જાય છે અને તેને આર્થિક લાભ થાય છે. વેપાર-વ્યવસાય, નોકરીમાં તેનો વિકાસ થાય છે.મહાલક્ષ્મીજીની જે તસવીરની અહીં વાત થાય છે તે ખૂબ જ દુર્લભ છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર તેની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને આર્થિક લાભના દરવાજા ખૂલી જાય છે. જો વ્યક્તિ ઘરે કે વેપારના સ્થળે આ તસવીરની પૂજા કરે તો સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે.

આ તસવીરની વિશેષતા,મહાલક્ષ્મીની આ તસવીરમાં કામધેનુ માતા પણ છે. માતા લક્ષ્મી કલ્પતરુ વૃક્ષ નીચે કમળના આસન પર સોનાનું કળશ લઈને બિરાજમાન છે. તેમની પાછળ કામધેનુ સામે તરફ જોતી દેખાય છે. સાથે જ ચાર સફેદ હાથી સુવર્ણ કળશમાં જળ ભરીને માતાજીને સ્નાન કરાવી રહ્યા છે.વિશેષ શાસ્ત્રીય ઉપાય, શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. પરંતુ વિષ્ણુપ્રિયા હોવાને કારણે ધનધાન્યની પ્રાપ્તિ માટે ગુરુવારે પણ ગાયના ઘીમાં હળદર મિક્સ કરી તેનો દીવો કરવો જોઈએ. તે બાદ ચંદનની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવી કેસર ચડાવવું.

પીળા ફૂલ ચઢાવીને માતાજીને ગોળ-ચણાનો ભોગ લગાવવો. હવે હળદર મિશ્રિત જળ ચઢાવી પૂજાનું સમાપન કરવું અને માતા લક્ષ્મી તથા કામધેનૂ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી. પૂજાના અંતમાં નીચે જણાવેલા લક્ષ્મી મંત્ર અને કામધેનુ મંત્રનો જાપ કરવો.મંત્રઃश्रीं कमलायै नमः॥सर्वकामदुधे देवि सर्वतीर्थी भिषेचिनि॥पावने सुरभि श्रेष्ठे देवि तुभ्यं नमोस्तुते॥આ દિવસે જાપ વધુ ફળે છે.તમે દર શુક્રવારે આ મંત્રનો જાપ કરી શકો છો પરંતુ સુદના શુક્રવાર અથવા તો પૂનમે આ મંત્રના જાપથી વિશેષ લાભ મળે છે. મંત્રનો જાપ 9, 18, 33, 54, 72, 108 અને 1008ની સંખ્યામાં કરવો જોઈએ.

દેવી લક્ષ્મીની મૂર્તિ, પ્રતિમાને સ્નાન કરાવવા માટે તાંબા કે ચાંદીનું વાસણ, તાંબાનો લોટો, જળનો કળશ, દૂધ, દેવ મૂર્તિને અર્પિત કરવા માટે વસ્ત્ર, આભૂષણ, ચોખા,કંકુ, દિવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધા, ગુલબ, કમળનું ફૂલ, પ્રસાદ માટે ફળ, મિઠાઇ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, ખાંડ, પાન અને ઈચ્છા અનુસાર દક્ષિણા. આ વસ્તુઓ લક્ષ્મી પૂજામાં અવશ્ય હોવી જોઇએ. પૂજન શરૂ કરતાં પહેલાં શ્રી ગણેશનું પૂજન કરવું. ભગવાન ગણેશને સ્નાન કરાવવું. વસ્ત્ર અર્પિત કરવાં. ગણેશજીની પૂજા બાદ લક્ષ્મીની પૂજા શરૂ કરો.

માતા લક્ષ્મીની ચાંદી, પારદ કે સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકાય છે.માતા લક્ષ્મીની મૂર્તિ ઘરના પૂજા ઘરમાં સ્થાપિત કરવી. મૂર્તિમાં માતા લક્ષ્મીનું આવહન કરો એટલે કે, લક્ષ્મીને તમારા ઘરે બોલાવો.માતા લક્ષ્મીને પોતાના ઘરમાં સન્માન સહિત સ્થાન આપો.આસન આપો.આ બધું ભાવ સાથે કરવું.માતા લક્ષ્મીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી અને પછી પંચામૃતથી અને પછી ફરી જળથી કરાવવું જોઇએ.મા લક્ષ્મીને વસ્ત્ર અર્પિત કરો.વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. પુષ્પમાળા પહેરાવો.

સુગંધિત અત્તર અર્પિત કરો.પ્રસાદ ચઢાવો.કંકુથી તિલક કરો. ત્યારબાદ ધૂપ અને દિવો કરો. માતા લક્ષ્મીને ગુલાબ અને કમળનું ફૂલ વિશેષ પ્રિય છે. આ ફૂલ ચઢાવો. બિલીપત્ર અને બિલી ફળ અર્પિત કરવાથી પણ મહાલક્ષ્મી પસન્ન થાય છે. આ વસ્તુઓ પણ દેવીને ચઢાવી શકાય છે.11 કે 21 ચોખા અર્પિત કરવા. બાકીની બધી જ પૂજન સામગ્રી પણ દેવીને ચઢાવવી. શ્રદ્ધા અનુસાર ઘી કે તેલનો દિવો કરવો અને આરતી કરવી.

આરતી બાદ પરિક્રમા કરવી. મહાલક્ષ્મી પૂજનમાં ऊँ महालक्ष्मयै नमः મંત્રનો જાપ કરતા રહેવું જોઇએ. જો તમે આ પ્રમાણેની નિયમ અનુસાર પૂજા કરશો તો તમારે નવું વર્ષ ખુબજ લાભદાયક રહેશે અને સાથે સાથે તમને ઘણા એવા લાભ થશે જે તમને અગવા નથી થયા. આ વર્ષે અધવચ્ચે અટકી ગયેલા તમારા તમામ કામો આવતા વર્ષે સંપૂર્ણ પણે પુરા તબસે પરંતુ સાથે સાથે આ પૂજા નિયમ અનુસાર કરવાની રહેશે.