નવરાત્રીનાં અંતિમ દિવસોમાં જોવાં મળે આ સંકેતો તો સમજી લેવું માતારાણી એ તમારાં ભાગ્યમાં લખ્યું છે અઢળક ધન…..

0
289

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો નવરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે.

હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા.

નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.નવરાત્રીમાં, જો તમે કોઈ વિશેષ ઇચ્છા સાથે કળશની સ્થાપના કરો છો, તો પછી તમે ચોક્કસપણે તે જાણવા પણ ઇચ્છશો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે. આ ભક્તિ અને શ્રદ્ધાની બાબત છે, પરંતુ જો તમે નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન તમારી સાથે બનનારી ઘટનાઓને નજીકથી જોશો તો તમે ચોક્કસપણે સમજી શકો છો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે.

અમે તમને ખાસ કરીને એવા સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જો આ સંકેતો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં તમને જોવા મળ્યા છે તો સમજો કે તમને માતા દુર્ગાના આશીર્વાદ મળી ચુક્યા છે.આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે.

નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ ઊર્જા ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે ‘દસ દિવસ’ એ નવરાત્રી પછીનો દીવસ છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની દુર્ગા ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.

સ્વપ્ન આવવું એ કોઈ નવી બાબત નથી પરંતુ નવરાત્રિ દરમિયાન કેટલાક વિશેષ સ્વપ્ન તમને વિશેષ સંકેત આપે છે. જો તમે ધન પ્રાપ્તિની ઇચ્છા સાથે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા છે અને જો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં સ્વપ્નમાં ઘુવડ દેખાય છે તો સમજો કે ધન લાભ થવાની સંભાવના છે. ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે. તેથી નવરાત્રી સિવાય દિવાળીના દિવસે ઘુવડનું સ્વપ્ન સંપત્તિના આગમનનું પ્રતિક છે.

સાજ-શણગાર સ્ત્રીઓ માટે કોઈ નવી વાત નથી, દરરોજ તમને સામાન્ય શણગારમાં ઘણી મહિલાઓ જોવા મળતી હશે. પરંતુ સોળ શણગાર માત્ર નવવિવાહિત સ્ત્રીઓ જ કરે છે અને કોઈ વિશેષ શુભ પ્રસંગે જ મહિલાઓ સોળ શણગાર કરે છે. જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોઈપણ સમયે સોળ શણગારમાં સ્ત્રી જોવા મળે છે, તો સમજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થયા છે. આગામી દિવસોમાં તમારી આર્થિક-સામાજિક અથવા અન્ય પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ચૈત્રી વસંત નવરાત્રી, શક્તિ માતૃદેવી ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ માર્ચ-એપ્રિલ માં ઉજવાય છે.

તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુપ્ત અષાઢ નવરાત્રી,ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ જૂન-જુલાઇ મહિનામાં શક્તિ માતૃદેવી ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ અષાઢ સુદ અજવાળીયું દરમ્યાન અનુસરવામાં આવે છે.

નવરાત્રીની પૂજામાં નાળિયેર અને કમળના ફૂલનું વિશેષ મહત્વ છે, હંસ પણ માતા સરસ્વતીનું વાહન માનવામાં આવે છે. તેથી જો આ દિવસોમાં તમને નાળિયેર, હંસ અથવા કમળના ફૂલો સવારે જોવા મળે છે, તો સમજી લો કે માતા દુર્ગાના આશીર્વાદ તમને મળી ચુક્યા છે. શક્ય છે કે તમે તમારી બુદ્ધિ અને તમારા જ્ઞાનની મદદથી આગામી દિવસોમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો.સામાન્ય દિવસે પણ ઘરની બહાર નીકળતાં જ ગાયને જોવી શુભ માનવામાં આવે છે.

પરંતુ જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં મંદિરની બહાર નીકળતા જ સફેદ ગાય દેખાય છે, તો સમજો કે તમને પણ માતા દુર્ગાના આશીર્વાદ મળ્યા છે અને ટૂંક સમયમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થવા જઇ રહી છે. આ વાત નોંધવી જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌશાળાની નજીક રહે છે તો તેને દરરોજ ગાય દેખાવી સામાન્ય બાબત છે. તો આવી સ્થિતિમાં આ સંકેત નથી માનવામાં આવતું.શરદ આસો નવરાત્રી,આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે.

તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ આસો સુદ  અજવાળીયું થાય છે માટે.પુષ્ય પોષ નવરાત્રી, પુષ્ય નવરાત્રી પોષ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં શક્તિ માતૃદેવીઓ ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ પોષ સુદ અજવાળીયું દરમ્યાન ઉજવવામાં આવે છે.

જો સવારે ઘરની બહાર નિકળતાની સાથે જ શેરડી દેખાય છે તો સમજો કે તમારી પૂજાનો માતા દુર્ગા એ સ્વીકાર કર્યો છે, તમને તેમના આશીર્વાદ પણ મળ્યા છે. આવી સ્થિતિમાં દરેક કામ ઈમાનદારીથી કરો તમને તે કામમાં જરૂર સફળતા મળશે. સવારે આંખ ખુલતાની સાથે જ અથવા પૂજા કરતી વખતે તમને મંદિરના ઘંટનો અવાજ સંભળાય અથવા શંખનો અવાજ સંભળાય છે તો સમજો કે માતા દુર્ગા તમારાથી પ્રસન્ન છે. આવનારા સમયમાં તમને આર્થિક લાભ થશે.માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે,

મહા જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ – અજવાળીયું) દરમ્યાન કરાય છે.વસંત ઋતુ (ઉનાળાની શરૂઆત) (માર્ચ-એપ્રિલ) દરમિયાન આ ઉત્સવની ઉજવણી થાય છે. તેને ચૈત્ર કે ચૈત્રી નવરાત્રી પણ કહેવાય છે, કારણકે કે ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે.અશ્વિન આસો મહિનાના અજવાળીયા પક્ષમાં તેની શરૂઆત થાય છે.

નવરાત્રી ઉત્સવની ઉજવણી સુદ પખવાડીયામાં પ્રતીપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું. ૨૦૧૭ના વર્ષમાં નવરાત્રી ૨૦ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પૂરી થશે.ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી થાય છે, શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે.

ઉત્તર ભારતમાં તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખુબ જ પ્રખ્યાત છે.પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળના રાજ્યમાં વિશેષ રીતે ઉજવવામા આવે છે, જે તેઓ દુર્ગા પૂજા કહે છે. આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે.

દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી થાય છે.

ગુજરાતભર અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે. તે ભારતભર અને યુકે અને યુએસએ ની સાથોસાથ દુનિયાભરના ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.