નારિયેળનાં તેલમાં ઉમેરીદો આ એકજ વસ્તુ પછી જુઓ તેનો કમાલ……

0
321

તમારા ઘરમાં ફટકડી હશે. ફટકડી નો ઉપયોગ સામાન્ય રીતે દાઢીના હજામત અને કાપવા દરમ્યાન થાય છે. તેના ઘણા ફાયદાઓ આયુર્વેદમાં વર્ણવેલ છે. ફટકડીનો ઉપયોગ તમે ત્વચાની સુંદરતામાં સુધારો કરી શકો છો અને સાથે સાથે અનેક રોગોથી બચી શકો છો. ઇંગ્લિશમાં ફટકડીને એલમ કહે છે. ફટકડી એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપુર છે અને દાઢી કાઢતી વખતે મસુડોમાંથી લોહી નીકળતું બંધ કરવાનું કામ કરે છે. જો તમે તેનો ઉપયોગ નાળિયેર તેલમાં કરવાનો પ્રયાસ કરો છો, તો તેના ફાયદા બમણા થઈ જશે.

પેશાબની સમસ્યાને દૂર કરો – કેટલીકવાર પેશાબ ઓછો થાય છે, પછી ભલે તમે ગમે તેટલું પાણી પીતા હોવ. આ સમસ્યા કિડનીને અસર કરે છે. જો વધારે પ્રવાહી અને ઝેર પેશાબ દ્વારા શરીરમાંથી બહાર ન આવે તો તે મૂત્રાશયમાં પાછું જમા થવા લાગે છે. પેશાબ યોગ્ય રીતે થવા માટે, એક ગ્લાસ પાણી લો. તેમાં થોડું ફટકડી ઉમેરો. તેને પીવો. આ ઉપાય બે-ત્રણ દિવસ સુધી અજમાવો, તમને પેશાબ ન થવાની સમસ્યાથી છૂટકારો મળશે.

ફટકડી દૂર કરે છે મોંના ચાંદા /ચાંદી / ફોલ્લા – જો તમને મોંના ચાંદાથી પરેશાન થાય છે, તો ફટકડીનો ઉપયોગ કરી તેને દૂર કરો . પાણીમાં ફટકડીને ધોઈ અને તેને ફોલ્લાઓની નજીક લગાવો. 1 મિનિટ સુધી રાખ્યા પછી તેને પાણીથી મોં ધોઈ નાખો. દિવસમાં બે વખત આ ઉપાયો અજમાવો. જો તમે ઇચ્છો તો ફટકડીનું મિશ્રણ નાળિયેર તેલમાં કરીને પણ લગાવી શકો છો.

યોનિમાર્ગની ઢીલાશ અને અસ્થમાને કાબૂમાં રાખે છે ફટકડી- જો અસ્થમાની ખાંસીવાળા લોકોને મધ સાથે અડધી ગ્રામ ફટકડીને પીસીને ચાટવી. લાભ થશે. કફ બંધ થઈ જશે. વળી, સ્ત્રીઓમાં બાળક થયા પછી ફટકડી યોનિની ઢીલાશ ને દૂર કરે છે. યોનિમાર્ગને કડક બનાવવા માટે 2 ગ્રામ ફટકડી લો. તેને 80 મિલી પાણીમાં મિક્સ કરી દો અને યોનિને આ પાણીથી 2-3 વખત ધોઈ લો.

પિમ્પલ્સ દૂર કરે ફટકડી – જો તમે પિમ્પલ્સ અને તેનાથી થતા દાગથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ખીલ અથવા પિમ્પલ્સ પર ફટકડીનો ઉપયોગ કરો. ફટકડી પીસી લો તેને પાણી અથવા નાળિયેર તેલમાં મિક્સ કરી ખીલ પર લગાવો. તેને 15 મિનિટ માટે રાખો. આ પછી ચહેરો હળવા પાણીથી સાફ કરો. જો તમે દરરોજ ફટકડીનો ઉપયોગ કરો છો તો ખીલ ઉપરના દાગ દૂર થઈ જશે.ફટકડી લાલ અને સફેદ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવે છે.જાણો ફટકડીના આ ખાસ ગુણજે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે.

ફટકડીના પાણીથી યોનિને સવારે સાંજે નિયમિત ધુવો. પંસારી પાસેથી સંગે જરાહત અને ફટકડી લઈને બંને વાટી લો અને અડધો ગ્રામ ચૂરણની ફાંકીને તાજા પાણી સાથે કે ગાયના દૂધ સાથે સવાર સાંજ અને બપોરે ત્રણ વાર લો. થોડાક જ સમયમાં જરૂર લાભ થશે. શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.જો વાગ્યુ હોય તો અને લોહી નીકળતુ હોય તો ઘા ને ફટકડીના પાણીથી ધૂઓ અને ઘા પર ફટકડીનું ચૂરણ લગાવીને છાંટવાથી લોહી નીકળવુ બંધ થઈ જાય છે. ફટકડી અને કાળા મરી વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતોની પીડામાં લાભ થાય છે સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમો અને ખાંસીમાં ખૂબ લાભ મળે છે. સેકેલી ફટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલ્ટી બંધ થઈ જાય છે. દાંતના દુખાવાથી બચવા માટે ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતનો દુખાવો ઠીક થઈ જાય છે. ફુલાયેલી ફટકડીને એક તોલા અને સાકરને બે તોલા બારીક.

વાટીને રાખી લો. એક એક માશા રોજ સવારે ખાવાથી દમાનો રોગમાં લાભ થાય છે. રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. દોઢ ગ્રામ ફટકડી પાવડરને ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાના થનારા દુખાવો દૂર થઈ જાય છે. ટાંસિલની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરો. તેનાથી ટાંસિલની સમસ્યામાં જલ્દી આરામ મળી જાય છે.ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.

એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે.મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે.દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવી લો. આ મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. કાનમાં ફોલ્લી અથવા પરૂ થયો હોય તો એક પ્યાલીમાં થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરો અને પિચકારી દ્વારા કાન ધોઈ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here