નરાધમ જમાઈએ બે સગી સાળીઓને લગ્નના નામે વેંચી, અને ત્યારબાદ જે થયું તે જાણી આશ્ચર્યમાં મુકાઈ જશો.

0
183

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

જીજાએ તેની સગીર ભાભીને લગ્નના નામે બે વાર વેચી દીધી હતી.સગીરની બહેને પણ આ કામમાં તેમનો સાથ આપ્યો.જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે પોલીસે સગીરની ભાભી,બહેન અને બે વરરાજાની ધરપકડ કરી હતી.આ કેસ મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લા સાથે સંબંધિત છે. નાગડા પોલીસ અને છત્તીસગઢ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સગીર યુવતીની ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા ચાર લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.છત્તીસગઢના જશપુરની રહેતી સગીર યુવતીને ઉજ્જૈન જિલ્લાના કેટલાક સ્થળોએ વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે છત્તીસગઢ પોલીસે નાગડા પોલીસની મદદથી જીજા,બહેન સહિત બે વરરાજાની ધરપકડ કરી હતી.

નાગડાના પોલીસ સ્ટેશનના પ્રભારી એસ.સી.શર્માએ જણાવ્યું છે કે જશપુરના પાથલગાંવમાં રહેતી એક સગીર યુવતીને નાગડામાં વેચવાનો મામલો બહાર આવ્યો છે.આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ સ્ટેશનના પ્રભારીએ વધુમાં જણાવ્યું હતું કે,સગીરની કોર્ટમાં કલમ 164 હેઠળ નિવેદનો આપવાના છે.તે નિવેદનોના આધારે આરોપીઓની સંખ્યા વધી શકે છે.બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવો પડશે.

આવોજ એક બીજો કિસ્સો ગુજરાતમાં લગ્નના નામે થતી છેતરપિંડીનો ખુલાસો થયો છે. લગ્નની લાલચ આપી આખું રેકેટ ચલાવતી માયા નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. યુવતીને લગ્ન કરાવી વેચી મારવાના રેકેટમાં અમદાવાદની ઈસનપુર પોલીસે માયાની ધરપકડ કરી હતી. જે બાદ તેના વધુ બે દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે કોર્ટે મંજૂર કર્યા છે.કેવી રીતે કરી છેતરપિંડી?

માયા નામની આરોપી આખું માનવ તસ્કરીનું રેકેટ ચલાવતી હતી. છેલ્લા અઢી વર્ષથી તે આ કામ કરતી હતી. માયા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લગ્ન વાંચ્છુક યુવકોને યુવતીઓના ફોટા બતાવતી હતી. બાદમાં લગ્ન કરાવી એક થી દોઢ લાખ રૂપિયા લેતી હતી અને બાદમાં યુવતીને પાછી બોલાવી લેતી હતી. જે યુવતીઓ તેની વાત માનવાનો ઈન્કાર કરતી તેને કેફી પીણું પિવડાવી બેભાન સ્થિતિમાં ફ્લેટમાં બંધ કરીને રાખતી હતી.

આરોપીએ કાજલ નામની યુવતીના પાલનપુર, નમ્રતા નામની યુવતીને સોનાસણ અને નિકીતાના મોરબી લગ્ન કરાવ્યા હતા. સાથે બે અન્ય યુવતીના પણ લગ્ન લઈ આ રીતે પૈસા લઈને કરાવ્યા છે. જેની વિગતો રિમાન્ડમાં થયેલી પૂછપરછ દરમિયાન બહાર આવી છે. એવો પણ ખુલાસો થયો છે કે આરોપીએ ભોગ બનનારનું રિયા પટેલના નામનું બોગસ આધારકાર્ડ પણ કઢાવ્યું હતું. તો આધાર કાર્ડ કેવી રીતે બનાવ્યું? કોની પાસે બનાવડાવ્યું? કેટલી યુવતીઓ આ રેકેટમાં સામે છે? કેટલા લગ્ન કરાવ્યા હતા? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. સાથે જ યુવતીઓને ક્યાં ક્યાં રાખવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે માયાની ચુંગાલમાં ફસાઈને પરત આવેલી યુવતીની ફરિયાદના આધારે આખા રેકેટનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી ગુમ થયેલી જલધિ નામની યુવતી મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. રેકેટ બહાર આવ્યા બાદ CBI માયા સહિતના આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે જો કે પોલીસને કાંઈ નક્કર માહિતી નથી મળી.

આવોજ એક બીજો કિસ્સો દિકરીઓની ઘટતી જતી જનસંખ્યા એ ગંભીર સમસ્યા તો બની જ રહી છે. તેના ભયાનક પરિણામો પણ આપણે સાંભળ્યા જ છીએ અને હજુ પણ કદાચ સાંભળતા જ રહેવા પડશે. જો તેને નજરે જોવા પણ માંગતા હોય તો મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં જાઓ. જ્યાં દિકરીઓની ઘટતી સંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો.સરકારના અથાગ પ્રયત્નો છતાં પણ ભ્રૂણ હત્યાના કિસ્સાઓ હજુ પણ બંધ થયા નથી કે ના તો તેમાં કોઈ ઘટાડો નોંધાયો છે.

આજ કારણ છે કે મધ્યપ્રદેશમાં દિકરી અને દિકરાઑ વચ્ચેની સંખ્યાનું અંતર સતત વધતું જઈ રહ્યું છે. જડપથી ઘટતી જતી દિકરીઓની જનસંખ્યા આનું સૌથી મોટું કારણ છે.આપણે આ ઘટતી જતી સંખ્યાના પરિણામો વિશે તો દરરોજ સાંભળીએ જ છીએ પણ જો તમે આના કેવા પરિણામો આવી શકે એ જોવા માંગતા હોય તો તમારે શિવપુરીમાં જવું પડશે.જ્યાં દિકરીઓની ઘટતી જનસંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે તેને સમાજ વ્યવસ્થાને હચમચાવી નાંખી છે. અહિયાં ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તેમનો સોદો કરવામાં આવે છે. અહિયાં એક પાસેથી લઈને બીજાને અને બીજા પાસેથી લઈને કોઈ અન્ય વ્યક્તિને આ રીતે વેચી દેવામાં આવે છે.

અહી આ પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે. છોકરીઓની કરવામાં આવતી આ સોદાબાજીનો ધંધો “ઘડિયા” નામની પ્રથાના કારણે કરવામાં આવે છે. ઘણા વર્ષોથી અહિયાં લોકો આ પ્રથાનું અનુસરણ કરે છે. આ પ્રથામાં છોકરીઓ ફક્ત ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયામાં વ્યક્તિના મનોરંજન કરે છે.આ શરૂ કરવામાં આવેલી પ્રથા મહિલા અને છોકરીઓની લે-વેચ કરવાની પ્રથા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં કરવામાં આવેલા કરાર ફક્ત એક રાત માટે ના જ હોય છે. વધારે રકમ આપવામાં આવે તો આ કરાર લાંબો સમય સુધી પણ રહે છે.

કરાર પૂરો થતાં તે મહિલા કે છોકરીને અન્ય કોઈ જગ્યાએ મોકલવામાં આવે છે. અને આ કારણસર આ ગામ ફક્ત મધ્યપ્રદેશ માં જ નહીં પરંતુ પૂરા દેશમાં બદનામ છે. અહી રહેતા લોકોના જણાવ્યા અનુસાર આ પ્રથાને ખતમ કરવા માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા પરંતુ આ પ્રથાને નાબૂદ ના કરી શક્યા.હાલ પૂરતો હમણાં ત્યાં અમુક એનજીઓ અને સરકાર ઘ્વારા ખૂબ પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે ત્યાં હવે થોડું સુધારા જનક પરિણામ જોવા મળી રહ્યું છે.