નાની ઉમરના કથાકાર જયા કિશોરીની એક કથાની ફી છે લાખોમા,જે જાણી તમને પણ નવાઇ લાગશે…

0
485

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતની સૌથી નાની ઉમર ની સાધ્વી જયા કિશોરી વિશે મિત્રો ભારતમાં ઘણી છોકરીઓ પોતાનું ઘર છોડીને નાની ઉંમરે સાધ્વી બની જાય છે અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે અને આજે અમે તમને ભારતની આવી જ એક સુંદર સાધુ યુવતી વિશે જણાવીશું કે જેણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું ઘર પરિવાર છોડી દીધું અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને ભગવાન શ્રીની ભક્તિમાં લીન થઈ ગઈ.

મિત્રો યુવાન સાધ્વી જયા કિશોરીના આજે હજારો પ્રશંસક બની ગયા છે અને માત્ર 6 વર્ષની ઉંમરે જ જયા કિશોરીએ સાધ્વી બનવાનું નક્કી કરી લીધું હતું અને રમવાની ઉંમરે આ નિર્ણય સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા પરંતુ તેમની જીદની આગળ પરિવારે નમતું જોખવું પડ્યું હતું અને આજે દેશભરમાં ફેમસ છે સાધ્વી જયા કિસોરી, તેમને મધુર અવાજ સાંભળવા હજારોની ભીડ ઉમટે છે અને ઉલ્લેખનીય છે કે સુજાનગઢમાં જન્મેલાં સાધ્વી હાલ બી કૉમ નો અભ્યાસ કરે છે અને તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ આદર અને વિશ્વાસ ધરાવે છે.

મિત્રો આ સુંદર સાધુ યુવતી એક ધાર્મિક સંગીત ગીત કલાકાર પણ છે અનેભારતની સૌથી સુંદર સન્યાસી યુવતીનું નામ જયા કિશોરી જી છે અને તેનો જન્મ 13 જુલાઈ 1996 ના રોજ રાજસ્થાનના સુજાનગઢ શહેરમાં થયો હતો. બાળપણથી જ જયા કિશોરી જી શ્રી કૃષ્ણજીને તેમના ભગવાન માનતા હતા અને તમને જણાવી દઈએ કે, હાલ 24 વર્ષની ઉંમરની આ સાધ્વી મૂળ રાજસ્થાનની રહેવાસી જયા કિશોરી ધાર છે અને આ સાધ્વી જયા કિશોરી ઘણી જગ્યાએ પ્રવચન કરે છે અને આટલી નાની ઉંમરની આ સાધ્વીએ લોકો પર પોતાની એક ખાસ ઓળખાણ છોડી છે.

મિત્રો જયા કિશોરી એક પ્રસિદ્ધ કથાકાર છે. તે દેશ-વિદેશમાં નાની બાઈના માયરા અને શ્રી મદ્ ભાગવત ની કથા કરે છે અને તેની જ્યાં પણ કથા હોય છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેમજ સોશિયલ મીડિયામાં પણ તેનો ખુબ મોટો ચાહક વર્ગ છે તેમજ લોકો સોશિયલ મીડિયામાં પણ તેની કથાને પસંદ કરે છે અને આ કિશોરી મોટિવેસનલ સ્પીકર પણ છે. ઈન્ટરનેટ પર જયા કિશોરીની ફી અને તેની કથાઓમાં થતા ખર્ચ અંગે પણ ખુબ સર્ચ કરવામાં આવે છે અને ત્યારે આજે અમે આપને બતાવીએ કે જયા કિશોરીની કથા કરાવવા પર કેટલો ખર્ચ થાય છે અને તેની ફી કેટલી છે.

તો મિત્રો જયા કિશોરીની ઓફિસમાંથી મળેલી જાણકારી પ્રમાણે જયાકિશોરીજી એક કથા કરવા માટે 9 લાખ 50 હજાર રૂપિયા લે છે અને આ ફીનો અડધો ભાગ એટલે કે 4 લાખ 25 હજાર કથા પહેલા એડવાન્સમાં લેવામાં આવે છે અને જ્યારે બાકીના રૂપિયા કથા પૂર્ણ થયા પછી લેવામાં આવે છે તેમજ તમને જણાવી દઈએ કે જયા કિશોરી કથામાંથી કમાયેલ રૂપિયાનો એક હિસ્સો નારાયણ સેવા સંસ્થાનમાં દાન કરી દે છે. જ્યાં આ સંસ્થા દિવ્યાંગ લોકોની સેવા કરે છે. જેમાં ખાસ કરીને દિવ્યાંગોની આર્થિક મદદ કરવામાં આવે છે.

મિત્રો જયા કિશોરીએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે, તે કથામાં વ્યસ્ત હોવાના કારણે દિવ્યાંગોની મદદ નથી કરી શકતી અને તેમની સેવા કરવાનો પણ સમય નથી મળતો અને એટલા માટે દાન દ્વારા જ તે પોતાના હિસ્સાની સેવા દિવ્યાંગો સુધી પહોંચાડવાની કોશિશ કરે છે અને માત્ર આટલું જ નહી જયા કિશોરી જી પોતાની કમાણીનો એક મોટો ભાગ સમાજિક કાર્યોમાં પણ આપે છે અને તેમની ઓફિશિયલ વેબસાઈટ આઈ એમ જયા કિશોરી ડોટ કોમ પ્રમાણે જયા કિશોરી વૃક્ષારોપણ અને બેટી બચાવો, બેટી પઢાઓ માં પણ પોતાનું યોગદાન આપે છે.

મિત્રો જયા કિશોરી સામાજિક અને ધાર્મિક કાર્યોની સાથે સાથે લોકોને જાગૃત કરવાનું પણ કામ કરે છે અને તેઓ અનેક મોટિવેશન સેમિનાર પણ યોજે છે જેમાં તે સમાજને એક સારા માર્ગ તરફ દોરવાનો પ્રયાસ તો કરે જ છે અને તેની સાથે સાથે લોકોના પ્રશ્નોનો જવાબ પણ આપે છે જયા કિશોરી ભલે કથાકરી લાખો રૂપિયા કમાતા હોય પરંતુ તે રૂપિયાનો સેવાના ભાવે પણ ઉપયોગ કરે છે જે આજના સમયમાં ખુબ મોટી માનવતા છે અને આ પ્રકારના માનવી શોધવા ખુબ અઘરા છે.

મિત્રો આ સિવાય જયા કિશોરી જીને ધાર્મિક સંગીતમાં પણ ખૂબ રસ હતો અને તેથી જ જયા કિશોરી જીએ નાનપણથી જ કૃષ્ણની ભક્તિ કરવાનું શરૂ કર્યું હતુ અને ઘર છોડીને તે કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ ગઈ હતા અને ખૂબ જ નાની ઉંમરે જયા કિશોરી જીએ સાબિત કર્યું કે ભગવાન આપણી આસપાસ કોઈના કોઈ રૂપે ચોક્કસપણે હાજર હોય છે અને તેથી જ આજે જયા કિશોરી જી તેમના સ્વરૂપ, મન, હૃદય અને વાણીથી આખા ભારત દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ છે.

મિત્રો જયા કિશોરીએ ભક્તિની સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું હતુ અને તે ગ્રેજ્યુએટ થઇ ગઈ હતા તેમજ તેણે ક્યારેય ભગવાનની ભક્તિની અસર પોતાના ભણતર પર પડવા દીધી નથી અને તમને જણાવી દઈએ કે કલકત્તાની મહાદેવ બિરલા વર્લ્ડ એકેડમીથી એમણે પોતાનું સ્કૂલનું ભણતર પૂરું કર્યુ હતું ત્યારબાદ એમણે ભાવનીપુર ગુજરાતી સોસાયટીથી પોતાનું આગળનું ભણતર પૂરું કર્યુ. બાળપણથી ભગવાનની ભક્તિમાં લિન હોવાના કારણે લોકો જયાને રાધા બોલાવતા હતા. એમની કૃષ્ણ ભક્તિ જોઇને લોકો ઘણું સમ્માન આપે છે. એમણે પોતાના મધુર અવાજમાં ઘણા બધા ભજન ગાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here