નામ બદલી ને પ્રખ્યાત થઈ બોલિવૂડની આ અભિનેત્રીઓ સાચા નામ જાણી ચોંકી જશો……

0
391

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું જાણીતા અભિનેતા અને અભિનેત્રી ના સાચા નામો વિશે.બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે કે જેમને તમે જાણતા હશો કે તે ફિલ્મોમાં આવતા પહેલા તેનું નામ આપવામાં આવ્યું હતું. અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરીઓમ ભાટિયા છે. ટાઇગર શ્રોફનું નામ જય હેમંત શ્રોફ હતું જ્યારે રજનીકાંતનું નામ અગાઉ શિવાજી રાવ ગાયકવાડ હતું.માત્ર અભિનેતા જ નહીં, ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા નામ બદલી લીધાં હતાં. તો ચાલો આ એપિસોડમાં તે અભિનેત્રીઓ વિશે વાત કરીએ.

કિયારા અડવાણીએ ટુંક સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી. કિયારાએ ખુલાસો કર્યો હતો કે તેણે સલમાન ખાનની સલાહ પર પોતાનું નામ બદલ્યું છે. ખરેખર કિયારાનું અસલી નામ આલિયા અડવાણી છે. જ્યારે કિયારા ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે આલિયા ભટ્ટે ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. સમાન નામ હોવાને કારણે, કિયારાએ તેનું નામ બદલ્યું.

કેટરિના કૈફનું અસલી નામ કેટરિના ટર્ક્વોટ છે. તેની માતાની અટક ટર્કોટી છે. તેના પિતાનું નામ મોહમ્મદ કૈફ છે. જ્યારે કેટરિના નાની હતી, ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. સદાબહાર હીરોઇન રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. ફિલ્મોમાં આવ્યા પછી, તેણે પોતાનું નામ બદલીને માત્ર રેખા કરી દીધું અને આ નામની સાથે તેણે ખ્યાતિની ખ્યાતિને સ્પર્શ કરી. શિલ્પા શેટ્ટીનું નામ અગાઉ અશ્વિની શેટ્ટી હતું. પાછળથી તેની માતાએ જ્યોતિષીના કહેવાથી તેનું નામ શિલ્પા શેટ્ટી રાખ્યું. મધુબાલાના પિતાનું નામ અતાઉલ્લાહ અને માતાનું નામ આયેશા બેગમ હતું. જન્મ સમયે પિતાએ તેનું નામ મુમતાઝ જહાન દેહલવી રાખ્યું હતું. 1942 માં, મુમતાઝની પહેલી ફિલ્મ બસંત હતી. તેની એક્ટિંગ જોઈને, ત્યારબાદની પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાનીએ તેનું નામ બદલવાની સલાહ આપી. દેવિકા રાણીએ તેનું નવું નામ મધુબાલા રાખ્યું.

સની લિયોનનું નામ કરણજીત કૌર વ્હોરા છે. જ્યારે તે પુખ્ત ઉદ્યોગમાં ગઈ ત્યારે તેનું નામ બદલવું પડ્યું. સિંહ અટક વિશે, સનીએ કહ્યું હતું કે તે સિંહો પુરુષોના નામ સાથે જોડાયેલ છે તે જ રીતે તે સિંહથી સિંહ પર તેનું નામ લે છે. ઘણા વર્ષોથી આ ઉદ્યોગ પર રાજ કરનારી શ્રીદેવીનો જન્મ જ્યારે થયો ત્યારે શ્રી અમ્મા યંગર અયપ્પન નામ આપવામાં આવ્યું. તેની માતાએ ફિલ્મોમાં આવ્યા પછી તેનું નામ બદલ્યું.

બોલિવૂડના સિતારાઓ પોતાની ઓળખ બનાવવા માટે ખબર નહિ પણ શું-શું કરતા રહે છે. પોતાના લૂકની સાથે સાથે પોતાનું નામ પણ બદલી નાખે છે. કેટલાક સિતારાઓ પોતાની સાચી ઓળખ છુપાવે છે અને પોતાની સાચું નામ બદલીને એક નવા નામ સાથે પોતાની કારકિર્દી શરુ કરે છે. બોલિવૂડમાં એવા કેટલાય દિગ્ગજ કલાકારો છે કે જેમને ફિલ્મોમાં આવવા માટે પોતાના નામમાં બદલાવ કર્યો છે અને આજે દુનિયા તેમને પોતાના સાચા નામથી નહિ પણ ફિલ્મો માટે તેમને બદલેલા નામથી ઓળખે છે. તો ચાલો આજે જાણીએ આવા સિતારાઓના સાચા નામ જેને જાણીને તમે કહેશો કે આ નામ તો અમને ખબર જ નથી –

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાની ઓળખ બનાવવા માટે પોતાનું નામ બદલવું પડ્યું હતું. બિગ બીનું સાચું નામ કદાચ જ કોઈ જાણતું હશે, તેમનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ છે. તેમના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચને ઇન્કલાબ ઝિંદાબાદના નારાથી પ્રેરિત થઈને આ નામ પસંદ કર્યું હતું. પરંતુ પછી એક સાથી કવિના કહેવા પર તેમને દીકરાનું નામ બદલીને અમિતાભ રાખી દીધું હતું. બોલિવૂડના નવાબ પટૌડીના દીકરા સૈફ અલી ખાનનું સાચું નામ આજ સુધી કોઈને ખબર નથી પડી. સૈફ અલી ખાનનું સાચું નામ સાજીદ અલી ખાન છે, પણ બોલિવૂડમાં એમના આ નામનું લક ન ચાલ્યું એટલે નામ બદલીને સૈફ કરી લીધું.

બોલિવૂડના સિંઘમ અજય દેવગણનું સાચું નામ વિશાલ વીરુ દેવગણ છે. જણાવી દઈએ કે તેમને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. અજયને અત્યાર સુધીમાં પદ્મશ્રી, બે રાષ્ટ્રીય પુરસ્કાર અને ચાર ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરી ચુકાયા છે. ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ પોતાનું નામ બદલી દીધું હતું. તેમનું સાચું નામ છે રાજીવ હરિઓમ ભાટિયા. અક્ષય પોતાની એક્શન ફિલ્મોમાં પોતાના સ્ટન્ટ જાતે જ શૂટ કરે છે એટલા માટે તેમને એક્શન કુમાર કે ખિલાડી કુમાર પણ કહેવાય છે.

સાઉથના સુપરસ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પણ પોતાનું નામ બદલ્યું છે અને તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. બોલિવૂડના ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારનું સાચું નામ પણ કઈંક જુદું જ છે. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. બોલિવૂડમાં લગભગ સાઈઠ વર્ષો સુધી રાજ કરનાર દિલીપ કુમાર પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજેશ ખન્ના બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા હતા કે જેમની સતત 15 ફિલ્મો એક સાથે હિટ થવાનો રેકોર્ડ છે. રાજેશ ખન્નાએ પણ બોલિવૂડ પર રાજ કરવા માટે પોતાનું નામ બદલ્યું હતું. એમનું સાચું નામ જતીન ખન્ના હતું. તેમને 1973માં ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમની દીકરી ટ્વિંકલ ખન્ના છે જે અક્ષય કુમારની પત્ની છે. પરદેશ ફિલ્મમાં પોતાની સુંદરતાથી બધાને જ પોતાના દીવાના કરનાર મહિમા ચૌધરીનું સાચું નામ ઋતુ છે. તેમને પણ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. પછી બિઝનેસમેન બોબી મુખર્જી સાથે 2006માં લગ્ન કરી લીધા હતા, અને હાલમાં એમની એક દીકરી પણ છે. બોલિવૂડની પ્રિટી વુમન અને પોતાની ક્યૂટ સ્માઈલ અને અભિનયથી દર્શકોનું દિલ જીતનાર પ્રિતી ઝિન્ટાએ પણ બોલિવૂડમાં આવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. તેનું સાચું નામ પ્રીતમ સિંહ ઝિંટા હતું.

બોલ્ડ અને હોટ સીન આપીને ચર્ચામાં રહેનારી મલ્લિકા શેરાવતનું નામ પણ બોલિવૂડમાં આવતા પહેલા નામ રીમા લાંબા હતું. મલ્લિકા હરિયાણાથી છે અને એક વાર તમેં તેને પોતાનું સ્વયંવર પણ રાખ્યું હતું. તબ્બુએ પોતાના અભિનયના બળે અને પોતાના પાત્રને મજબૂતથી નિભાવવાને કારણે આજે પણ લોકો પર પોતાની છાપ છોડી છે. તબ્બુનું સાચું નામ તબસ્સુમ હાસીમ ખાન છે અને બોલિવૂડમાં આવતા સમયે તેમને પોતાનું નામ બદલી દીધું જેનથી લોકોને તેમનું નામ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા રહે.

સલમાન ખાન આજના સમયમાં 100 કરોડની હિટ ફિલ્મ આપનાર અભિનેતા છે, પણ તેમને પણ ફિલ્મોમાં આવતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું. 1965માં પેદા થયેલા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સાલાં ખાન છે. તેમને ફિલ્મ બીવી હો તો ઐસીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની કોમેડીથી હંમેશા યાદ કરવામાં આવતા જોની લિવરનું નામ હવે આઇકોનિક બની ચૂક્યું છે. પણ આ તેમનું સાચું નામ નથી. 1957માં જન્મેલા જોનીનું સાચું નામ જોન પ્રકાશ રાવ જાનુમલા છે. તેજાબ, બાઝીગર, જલવા જેવી ઘણી ફિલ્મોમાં તેમની કોમેડી આપણને જોવા મળે છે. મોટી આંખોવાળા અભિનેતા ઇરફાન ખાનનું સાચું નામ સાહબઝાદે ઇરફાન અલી ખાન છે. ફિલ્મોમાં તેમને પોતાનું નામ બદલી નાખ્યું. એક સમયે તેઓ તેમને કહ્યું હતું કે તેમનું નામ ફક્ત ઇરફાન લખવામાં આવે. આસિફ કપાડિયાની ફિલ્મ ધ વોરિયરથી તેમનું કામ નોંધાવા લાગ્યું હતું.

ઢાઈ કિલો કે હાથ વાળો ડાયલોગ તો આપણને સૌને યાદ જ હશે. પણ આપણને એ ખબર નથી કે સની દેઓલનું મૂળ નામ અજય સિંહ દેઓલ છે. સની દેઓલ પણ પોતાનું નામ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ બદલ્યું હતું. અમેરિકામાં જન્મેલા ‘જાને તું યા જાને ના’વાળા અભિનેતા ઇમરાન ખાનનું મૂળ નામ ઇમરાન પણ હતું. તેની મા નુજહત (આમિર ખાનની બહેન) અને પિતાના ડિવોર્સ બાદ ઈમરાનના નામમાં માતાની સરનેમ લગાવી દીધી. સાઉથના ખૂબ જ પ્રસિદ્ધ અભિનેતા જેમને બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નોંધનીય ફિલ્મો કરી છે, તેમનું નામ તેઓ જન્મ્યા ત્યારે પાર્થસારથી રાખવામાં આવ્યું હતું.

પણ પછીથી તેમને નામ બદલી નાખ્યું.તેર ભાષાઓની લગભગ 220 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા જેકી શ્રોફને બોલિવૂડમાં લગભગ 40 વર્ષો થઇ ચુક્યા છે. તેમને પણ પોતાનું નામ બદલ્યું હતું અને તેમનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે.બાજીરાવ મસ્તાની અને દિલ ધડકને દો જેવી નોંધપાત્ર ફિલ્મોમાં નોંધનીય અભિનેય કરીને દરેકના દિલમાં પોતાની જગ્યા બનાવનાર અભિનેતા રણવીર સિંહનું સાચું નામ પણ રણવીર ભવનાની છે. ફિલ્મ ગલીબોયમાં અને પદ્માવતમાં પણ તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

રિતિકનું સરનેમ રોશન નથી અને તેમનું સાચું નામ રિતિક નાગરથ છે, પણ તેમના દાદા રોશનલાલ નાગરથના પહેલા નામને તેમના આખા પરિવારે સરનેમ તરીકે લખવા લાગ્યા અને એટલે જ રિતિક રોશન થઇ ગયા. પોતાની કારકિર્દી શરુ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં 120થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ગોવિંદાનું પણ સાચું નામ એ નથી જે નામથી આપણે તેમને ઓળખીયે છીએ. ઘણા ઓછા લોકો જાણે છે કે તેમનું સાચું નામ ગોવિંદ અરુણ આહુજા છે. ડિસ્કો ડાન્સર તરીકે ઓળખાતા બોલીવૂડના આ અભિનેતાનું જન્મનું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું.

ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે ફિલ્મોમાં આવતા પહેલા આપણા સૌના આ ફેવરેટ અભિનેતા એક નક્સલવાદી હતા. જોન અબ્રાહમ એટલે લાંબા વાળ વાળો બાઈક પર દેખાતો હીરો , પણ જરા વિચારો કે જો એના મૂળ નામથી એ ફિલ્મોમાં આવતે તો શું આપણને એ પસંદ આવતે જેટલા અત્યારે આપણને પસંદ છે? જોન અબ્રાહમનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે. બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા અભિનેતા આમિર ખાનનું પણ સાચું નામ બદલવામાં આવ્યું છે, તેમનું સાચું નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે. શાહરૂખ-સલમાનથી પણ સિનિયર આમિરની પહેલી ફિલ્મ ‘હોળી’ 1984માં આવી હતી.