નકલી IAS પકડાઈ, ઘર ગાડી થી લઈને બોડીગાર્ડ દરેક વસ્તુ ભાડા પર રાખી બની કલેકટર….

0
570

આજે આપણા દેશની અંદર વધતાં જતાં ભ્રષ્ટાચાર અને અમુક એવા દુષણો વિષેની વાત કરીએ તો હાલમા રાંચીમાં નકલી IASનો કેસ સામે આવ્યો છે આ કેસમાં એક યુવતીની ધરપકડ પોલીસે કરી છે યુવતીનું નામ મોનિકા છે જે મધ્ય પ્રદેશમાં રહે છે માતા-પિતાએ UPSCની તૈયારી માટે તેને દિલ્હી મોકલી હતી અને તે તૈયારી પણ કરી રહી હતી. પણ મહેનત વિના IAS બનવાની ચાહમાં મોનિકાને છેતરપિંડીની આરોપી બનાવી દીધી.

મોનિકાના માતા-પિતા સરકારી નોકરીમાં છે. ઘરમાં પૈસાની કોઇ તકલીફ નથી. દીકરીની દરેક ડિમાન્ડ માતા-પિતા ખુશીથી પૂરી કરતા હતા. પણ તેમને ખબર નહોતી કે દીકરી આ રીતે દગો આપશે. આ મામલામાં અરગોડા પોલીસ સ્ટેશનના પ્રભારી વિનાદ કુમારે જણાવ્યું કે તેમને એ સૂચના મળી કે કોઇ યુવતી પ્રશિક્ષુ IASના રૂપમાં અશોક નગર રોડ નંબર 1માં રહે છે. તપાસમાં એ વાત સામે આવી કે યુવતી નકલી IAS બનીને રહેતી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી.

મોનિકાએ અશોક નગર વિસ્તારમાં ભાડેથી એક મકાન લીધું હતું. ઘરના દરવાજા પર IASનું બોર્ડ લાગ્યું હતું. ભાડેથી ગાડી અને રેન્ટ પર એક પ્રાઇવેટ બોડીગાર્ડ પણ તેણે રાખ્યો હતો. છેતરપિંડીના આ કેસમાં મોનિકા પર અરગોડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં મોનિકા દ્વારા કોઇની સાથે ફ્રોડ કરવાની વાત સામે આવી નથી. પણ જે રીતે તેણે IAS બનવાનું નાટક કર્યું તે ગુનાની શ્રેણીમાં આવે છે જાણકારી અનુસાર મોનિકા તેના પરિજનોને એ દેખાડવા માગતી હતી કે તે IAS બની ચૂકી છે. આ કારણે તેણે આ આખી સ્ટોરી રચી હતી.

નકલી IAS બની લાખો રૂપિયાની છેતરપિંડી.આનાથી જરા જૂદો પણ આ પ્રકારનો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યો હતો જ્યાં નકલી IAS અધિકારી પર લાખો રૂપિયાનું ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો. આ નકલી અધિકારીનું નામ અચિંત્ય બેનર્જી છે બંગાળ પોલીસે લાખો રૂપિયાનું ઠગ કરવાના આરોપમાં અચિંત્ય બેનર્જી નામના નકલી અધિકારીની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ ઘણાં સમયથી લોકોને ઠગી રહ્યો હતો. તે પોતાની કાર પર નકલી બત્તી લગાવીને પોતાના પરિચય IAS અધિકારી તરીકે કરતો હતો. તેણે અભિજીત રોય નામના વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો અને તેની પાસેથી રૂપિયા ઠગી લીધા પણ અભિજીતને શંકા ગઇ કે તે IAS અધિકારી નથી. ત્યાર પછી તેણે પોલીસને આ મામલે ફરિયાદ કરી.

મિત્રો બીજો એક રાજકોટ શહેરનો એક વિશેષ કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો એ દર્શાવે છે કે, લોકો ક્યાં હદ સુધી સામે ની વ્યક્તિ જોડે ચિટિંગ કરી શકે. આજે આપણે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમે પણ આશ્ચર્યમા મુકાઈ જશો. હાલ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના કંટ્રોલ રૂમમાંથી નકલી આઇ.પી.એસ. અધિકારીને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. વનરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. ની કલમ ૧૭૦, ૧૭૧, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામા આવેલી પ્રાથમિક પૂછપરછમા જાણવા મળ્યુ કે, આરોપી સંકેત મહેતા એ વર્ષ ૨૦૧૯માં યુ.પી.એસ.સી. ની પ્રિલીમ પરીક્ષા આપેલ હતી, જેમા તે ફેલ થયો હતો.તેમછતા તેણે પોતાના ઘરના સભ્યો તેમજ સગા-સંબંધીઓને પોતે પાસ થયેલ છે તેવું જણાવ્યું હતુ તેમજ યુ.પી.એસ.સી. પરીક્ષા પણ પાસ કરેલ છે અને ઇન્ટરવ્યૂ પણ આપેલ છે તેમજ પોતે આઇ.પી.એસ. તરીકે સિલેક્ટ થઇ ગયો હોવાનુ જણાવ્યુ હતુ. તે બધાને આઈ.એ.એસ. ની પરીક્ષા આપી આઈ.એ.એસ. બનવું છે તેમ જણાવતો હતો.

ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચના આ કર્મચારીઓ દ્વારા આ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત આરોપી સંકેત મહેતાએ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી હોવાનું રીઝલ્ટ પોતાના ફેસબુક ઉપર અપલોડ કર્યું હતું. તો સાથે જ પોતાના મોબાઇલમાંથી ઘણી બધી મહિલાઓ તેમજ છોકરીઓ સાથે આઇ.પી.એસ. અધિકારી હોવા અંગેનુ ચેટિંગ મેસેજ પણ કરતો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી આઇ.પી.એસ. અધિકારી હોવાની છાપ ઊભી કરી સામેની સ્ત્રી વ્યક્તિને પોતાના પ્રભાવ હેઠળ આવી જાય તે પ્રમાણે ચેટિંગ કરતો હતો. આરોપી પોતાના ફેસબુક વોટ્સએપ તેમજ હાલમા આવેલી નવી એપ્લિકેસન લિન્ક્ડ ઇનની અંદર પણ ચેટિંગ કરતો હતો. આપણા દેશમા વધતા જતા ભ્રષ્ટાચાર અને આવા દૂષિત લોકો દ્વારા આપણા દેશને ઘણી બધી નુકશાની તો થાય જ છે તેની સાથે-સાથે આપણા દેશની બદનામી પણ થાય છે આવા દુષિતોને સમાજની બાર ફેકી દેવા જોઈએ.

અત્યાર સુધીમા ઘણા બોગસ તબીબો અને નકલી પોલીસ ઝડપાય છે પરંતુ, રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમા પ્રથમ વખત નકલી આઇ.પી.એસ. અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પી.એસ.આઇ. વનરાજસિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, રાજકોટ સરકારી પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલરૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ પોતે આઇ.પી.એસ. અધિકારી હોવાનું જણાવી રહ્યો છે.આ ઉપરાંત આરોપી સંકેત રાજકુમાર મહેતા પાસેથી તેના નામ અને ફોટાવાળું આઇ.પી.એસ. અધિકારી હોવાનું આઈ કાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામા આવ્યો છે. હાલ, પોલીસ દ્વારા આ અંગે હજુ આગળ તપાસ થશે.