Breaking News

મોટા ભાગની મહિલાઓનાં આ સાત ગુપ્ત રોગનો ઈલાજ છે આ ખાસ પાણી,જાણો આ વિગતે……

અજમો એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય તેને કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે.

અજમોએ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાંદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, ક્રુમિનાશક છે. અજમોનું પા થી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સચંળ કે સિન્ધવ લુણ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.ભારતીય ખોરાક સમગ્ર વિશ્વમાં ખુબજ પ્રખ્યાત છે.આનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ખોરાકમાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આમાંથી એક મસાલા તરીકે અજમો પણ છે. અજમા ને સંસ્કૃતમાં ઉગ્રાગંધા તરીકે પણ ઓળખાય છે. અજમો ફકત ખોરાક નો સ્વાદ જ વધારતો નથી પણ એ એ જ સમયે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે, ઉપરાંત અજમાનું પાણી પીવાના ફાયદો વજન ઘટાડવાની જાડાપણુ ઓછું કરવાનું એવા ઘણા બધા ફાયદા છે ચાલો આપણે તેના વિશે જાણીએ.મહિલાઓને અજમા નું પાણી પીવાના ફાયદા :

1. પેટમાં દુઃખાવાના રાહત માટે :

પેટના દુખાવા માટે આ જોરદાર ઉપાય છે.દરરોજ તેનું સેવન કરવાથી પેટના દુખાવાથી રાહત મળે છે.

2. ગેસ ની સમસ્યા :

આ પાણી પીવાથી ગેસની સમસ્યા મટે છે.જો તમને ગેસની સમસ્યા હોય તો આ પાણી તમારા માટે એક રામબાણ ઉપાય છે. આ પીવાથી ગેસની સમસ્યા મટે છે.

3 . પીરીયડ ની સમસ્યા :

પરંપરાગત ઔષધીય વાળી ચા આજકલ બજારમાં ઘણા સ્વરૂપો અને પેકિંગ સાથે ઉપલબ્ધ છે.જે મહિલાઓના માસિક ધર્મ ચક્ર ને નિયંત્રિત રાખવા માટે સૌથી પ્રચલિત પરંપરાગત ઉપાય છે. અજમાનું પાણી પણ આવી જ એક ઔષધી છે.રાતે સૂતા પેહલા માટીના વાસણમાં અજમાને પલાળીને બીજા દિવસે સવારે મહિલાઓએ આ પાણી પીવું જોઈએ.જો કે હજી સુધી કોઈ ચિકિત્સકીય પુરાવો નથી,લોકો માને છે કે તે ખૂબ અસરકારક છે.

4.પેશાબમાં ચેપ :

તેને પીવાથી પેશાબમાં ચેપ દૂર રહે અને તે મટે છે.ઘણીવાર સ્ત્રીઓ પેશાબના ચેપથી પરેશાન રહે છે. અજમાનું પાણી પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

5. ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધથી છુટકારો મેળવવા :

ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધ આને લેવાથી જતી રહેશે.હા,ખોટા ખાવા પીવાને લીધે ઘણી વખત ગળામાં દુઃખાવો થાય છે અને મોં માંથી દુર્ગંધ આવે છે.પરંતુ અજમાનું પાણી પીવાથી મો ની દુર્ગંધ દૂર થાય છે અને ગળાની સમસ્યા મટે છે.

6. વજન ઓછું કરવું :

આજકાલ મોટાભાગની સ્ત્રીઓ જાડાપણાથી પરેશાન છે અને વજન ઘટાડવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે.બહુ ઓછાં લોકો જાણે છે કે અજમાનું પાણી પીવાથી વજન ઓછું થઈ શકે છે. અજમાના બીજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે જેના પરિણામે ચરબી ઘટે છે જે આપણું વજન ઘટાડવામાં મદદ કરે છે.વજન ઘટાડવા માટે અજમાનું પાણી બનાવવા માટે, 25 ગ્રામ અજમો લો અને તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.સવારે આ ગ્લાસમાં એક ચમચી મધ નાખીને તેનું સેવન કરો. આ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે . તમારે આ મિશ્રણ પાણી ને 15 થી 20 દિવસ સુધી લેવાની જરૂર છે.

7. સ્તનપાન ના સમયે અજમા નું પાણી ફાયદાકરક :

સ્તનપાન દરમ્યાન અજમા અને વરિયાળીના પાણીનો ઉપયોગ ફાયદાકારક છે. અજમા અને વરિયાળીના ગુણધર્મોને લીધે,તે ગર્ભાશયને શુદ્ધ કરવામાં અને દૂધને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે,આવી રીતે અજમાના પાણીથી અનેક આરોગ્ય લાભ મેળવી શકાય છે.

8. માથાના દુઃખાવા ને ઊલટીની સમસ્યા :

અજમાને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી તમને જો માથા દુખાવા અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય અજમાના પાણી પીવાથી ઉલ્ટીની સમસ્યાથી છૂટકારો મળે છે. ઘણા મામલામાં, સતત અજમાનું પાણી પીવાથી ઉલ્ટીઓ પણ બંધ થઇ જાય છે.

9. સ્કિન (ચામડી)ની સમસ્યા :

ત્વચાથી જોડાયેલી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અજમો કારગર છે. અજમાને થોડા દૂધ અને પાણીમાં ભેળવીને પીસી લો,આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો અને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં 2-3 વખત આ પેસ્ટનો ઉપયોગ કરો. તમામ પ્રકારની ચામડી ની સમસ્યાથી છૂટકારો મળશે

અજમાનું પાણી બનાવવાની રીત :

2 ચમચી શેકેલા અજમા એક કપ પાણીમાં પલાળી રાખો અને તેને આખી રાત એવું જ રેહવા દો.બીજા દિવસે સવારે આં આ પાણીને ઉકાળી દો અને તેને પછી ગા લો.ત્યારબાદ આ પાણી ને ઠંડુ કરો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો . અજમાનું સેવન ફાયદાકારક છે અને તેનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.તો મોડું શા માટે કરીએ આ અજમાને તમારા પાણીમાં શામેલ કરો અને તેનું સેવન કરો આ સમસ્યાઓમાંથી છુટકારો મળશે.

About admin

Check Also

ભોજન કર્યા પછી આવે વિચિત્ર ઓડકાર તો અત્યારે જ કરીલો આ ઉપાય મળશે છુટકારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખાટ્ટા ઓડકાર આવવા એ એક …