મોજ મસ્તી કરવા ઘરેથી ભાગેલી મહિલા રૂપિયા ખૂટી જતાં પાછી પતિના ઘરે આવી ગઈ,પતિ એ શું કર્યું જાણો..

0
487

આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર, અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલા પૈસા ખતમ થતા જ ઘરે પરત ફરી હતી.હવે તે તેના પતિ સાથે રહેવાની વાત કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલાનો પતિ પણ તેની સાથે રહેવા તૈયાર છે. પૈસા ખતમ થતા જ મહિલા તેના પ્રેમીથી કંટાળી ગઈ.

હવે તે તેના પતિ સાથે રહેવા માંગે છે.દાગીના પણ તે પોતાની સાથે લઈ ગઈ હતી. તે પણ સાથે લેતી આવી છે. આ ઘટના 13 ઓક્ટોબરની છે. ઈન્દોરની હાજી કોલોનીમાં રહેતી એક મહિલાએ પોતાનાથી 13 વર્ષ નાના છોકરા સાથે ઘર છોડી ભાગી ગઈ હતી. જાણવા મળ્યુ છે કે, મહિલા સમૃદ્ધ પરિવારની હતી અને યુવક એક ઓટો ડ્રાઈવર છે.ઘરમાંથી ભાગતી વખતે મહિલા તેની સાથે 47 લાખ રૂપિયાના દાગીના પણ લઈ ગઈ હતી. આ અંગે તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધાવી હતી. રિપોર્ટ લખ્યા બાદ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

યુવકને પકડવા પોલીસે તેના મિત્રને પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી 34 લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા. જોકે, ઘણા પ્રયાસો બાદ પણ મહિલા અને તેના પ્રેમી વિશે કંઈ જાણી શકાયું ન હતું. પરંતુ આ દરમિયાન, સોમવારે રાત્રે, મહિલા પોતે ઘરે પરત આવી ગઈ હતી.પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે પૈસા પૂરા થવાને કારણે તે ઘરે પરત ફરી છે. હવે તે તેના પતિ સાથે રહેવા માંગે છે. તે જ સમયે તેનો પતિ પણ મહિલા સાથે રહેવા માટે રાજી થઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન, મહિલાએ જણાવ્યું કે તેણે ઘરેથી ભાગતી વખતે ટેક્સી લીધી હતી. તે તેના પ્રેમી સાથે પીથમપુર ગઈ હતી.

ત્યાંથી તેણે જાડાવર, શિરડી, લોનાવાલા, ખંડાલા, નાસિક, વડોદરા, સુરત સહિતના વિવિધ સ્થળોએ ફરવા ગયા હતા. પરંતુ જ્યારે તેના પૈસા ખર્ચાઈ ગયા, ત્યારે તે ઘરે પરત આવી અને કિંમતી ઘરેણાં પણ પાછી લેતી આવી હતી. મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ દરમિયાન તેનું એક ઓટો ડ્રાઈવર સાથે અફેર શરૂ થયું. બંનેએ સાથે મળીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ ઘણી જગ્યાએ ફર્યા બાદ મહિલા ઘરે પરત ફરી હતી.તેની પાસે ઘણા દિવસો સુધી બહાર રહેવાના પૈસા ન હતા. જે બાદ તેને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી. હવે મહિલા તેના પતિ સાથે રહેવા માંગે છે. સાથે જ પતિ પણ તેને પોતાની સાથે રાખવા તૈયાર છે.જ્યારે પોલીસ તેના પ્રેમી ઈમરાન નામના ટેક્સી ડ્રાઈવરને હજૂ શોધી રહી છે.