મિત્ર ની બહેનને ઘરમાં એકલી જોઇ યુવક ની બગડી દાનત,અને એક દિવસ એકાંત નો લાભ લઇ કર્યું એવું કે.

0
135

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી. પરંતુ અમદાવાદમાં મિત્રતાને કલંક લગાડે તેવો કિસ્સો બહાર આવ્યો છે.

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મિત્રતાને કલંક લાગડતો કિસ્સો સામે આવ્યો છે. નારોલ ગામામાં 4 ભાઈ અને માતા પિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્રએ છેડતી કરી ભીભત્સ માંગણી કરી. આરોપી રાહુલ અવારનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો હતો. અને તે દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી હતી. કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા કરતો હતો.

આમ મિત્રને મળવા આવતા આરોપી રાહુલની દાનત યુવતીને જોઈને બગડી હતી. અને તે મોકો જોઈને ચોકો મારવાની ફિરાકમાં હતો. યુવતીના પરિવારજનો બહાર ગયા હતા. ત્યારે યુવતીને પામવા માટે આરોપી રાહુલ તેના ઘરે પહોંચ્યો અને કહ્યું કે તને મળવા આવ્યો છું. તેમ કહીને યુવતીનો હાથ પકડી લીધો હતો. જેનો યુવતી પ્રતિકાર કર્યો હતો. જોકે મનમાં મેલી મુરાદ રાખેલા રાહુલે આ ઘટનાથી શીખના લીધી હોય તેમ એ વારંવાર યુવતીને પ્રેમસબંધ રાખવા મેસેજ કરીને તેમજ ફોન કરીને દબાણ કરતો. અને બીભત્સ માંગણી કરતો હતો. યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ ના થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.મિત્રએ મિત્ર પર મુકેલો વિશ્વાસ તેના માટે મુસીબત સમાન બન્યો હતો અને આ ઘટનાએ ફરી એકવાર મતલબી મિત્રતા પર સવાલ ઉભા કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.

મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો

આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.

મિલનને પાર્થના મિત્ર ચિરાગે કહ્યુ કે તુ 50,000 લઇ આવ તો પાર્થની બહેન સાથે તારો પ્રેમ સબંધ ગોઠવી દવ પરંતુ બાદમાં મિત્રો વચ્ચે થયો ઝગડો અને મારામારી થતા છરી વડે હુમલો કરાતા બે શખ્સો ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલ ખસેડાયા જ્યારે ફરિયાદ કરવા ગયેલ મિલનને પોલીસે લોકઅપમાં ધકેલ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા મિલન મુળજીભાઇ જોષીને પાર્થ કનુભાઇની બહેન સાથે પ્રેમસબંધ હોઇ જે બાબતે પાર્થના મિત્ર ચિરાગે મિલનને કહેલ કે તુ 50,000 આપ તો તારૂ પાર્થની બહેન સાથે સગાઇ કરાવી દવ જે બાબતે પાર્થને જાણ થતા તેણે કહ્યુ કે ચિરાગ આમ કહે જ નહી અને તે બાબતે સમાધાન કરવા મિલનને કાળાનાળા પાસે બોલાવ્યો હતો.

જ્યા પાર્થ અને તેનો મિત્ર ચિરાગએ મળીને મિલનને મુઢમાર મારતા મિલને બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતા હિરેન ઉર્ફે સુલ્તાનને મળવા જવાનુ કહેલ અને બાદમાં બોલાચાલી થતા હિરેન અને મિલને મળીને પાર્થ અને ચિરાગને છરી વડે ઇજા કરતા પાર્થ તથા ચિરાગ ત્યાથી જાન બચાવવા નાસી ગયેલ અને મિલન ત્યાથી પોલીસ સ્ટેશન બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલ પરંતુ પોલીસે આ બાબતે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા અને મિલન પર શંકા જતા મિલનને ઘટના સ્થળે લઇ જઇ વધુ તપાસ હાથ ધરતા ફરિયાદ કરવા ગયેલ મિલનને લોકઅપ હવાલે કરાયો હતો જ્યારે તેનો મિત્ર હિરેન ઉર્ફે સુલ્તાન (રહે હાલ બ્રાહ્મણ બોર્ડિંગ મુળ દેવગાણા) નાસી ગયેલ અને પાર્થ તથા ચિરાગને ઇજા થતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here