દરરોજ દૂધ સાથે ગોળ ખાવા થી થાઈ આ મોટા ફાયદાઓ…જાણી ને ચોકી ઉઠશો

0
6552

મિત્રો, આજે સ્વાસ્થ્ય ને લગતી થોડી વાત કરવી છે દોસ્તો આજના સમય માં ખુબ મોટા ભાગ ના લોકો ખુબ ગળિયું ખાય છે અને પાચલ થી ડાયાબીટીસ ના પ્રોબ્લેમ આવે છે દોસ્તો આજે ડાયાબીટીસ ને લીધે વ્યક્તિ નું આયુષ્ય ખુબ ટૂંકાય ગયું છે અને તેમાં પણ દોસ્તો આજે દરેક લોકો ને ગળિયું ખાવાની આદત ઈ છે અને તે આદત ને સુધારવી જ જોઈએ તેના માટે જ આજે આ લેખ કરવાંમાં આવીરહિયો છે

મિત્રો , જો ગળિયું ખાવા ના શોકીન હોવ તો ગોળ સાથે દૂધ પીવો તો તેમાં તમારો શોખ પણ પૂરો થઇ જશે અને તમને ખબર નો હોઈ તેવા ફાયદા પણ થાય છે તો દોસ્તો ચાલો જાણીએ તેના ફાયદા

તમને ગળ્યું ખાવાનો શોખ છે અને બીમારીઓના ડરથી તમે પોતાને કન્ટ્રોલ કરી રહ્યા છો અને તો ગોળ તમારા માટે ઘણો સારો વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક નથી હોતો.અને જો ગોળને દૂધ સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક નિવડી શકે છે

ગોળ અને દુધમાં ઘણા મિનરલ્સ હોય છે,કે જે શરીરને હેલ્થી બનાવી રાખવામાં ઘણી મદદ કરે છે.અને ગોળમાં રહેલું આર્યન અને દુધમાં રહેલું કેલ્શિયમ માંસ- પેશીઓ અને સાંધામાં રાહત અપાવે છે.અને એટલે બન્ને સાથે લેવું સ્વાસ્થ્ય માટે લાભપ્રદ રહે છે.

દુધમાં વધુ પ્રમાણમાં વિટામીન એ, બી અને ડી સિવાય કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે. તો, ગોળમાં વધુ પ્રમાણમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ખનીજ તત્વ હોય છે.

તો જાણો દૂધ અને ગોળ ખાવાના પાંચ ફાયદા વિશે

૧. ડાઈઝેશન સિસ્ટમ સારી રાખે

ગોળ પાચન તંત્રને બીમારીઓથી બચાવે છે.તો ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ નથી થવા દેતો.અને ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે.તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે એક ટુકડો જરૂરથી ખાવો.

૨ અસ્થમામાં અપાવે રાહત

ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અને કફને બહાર નિકાળવા માટે રોજ દૂધ અને ગોળ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે.અને તમે ઈચ્છો તો ગોળ અને કાળા તલ મિલાવીને લાડુ બનાવીને દૂધ સાથે લઇ શકો છો.

૩. સાંધાના દુખાવામાં રાહત

રોજ દૂધ અને ગોળના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કારણકે દુધમાં મળતા વિટામીન ડી અને કેલ્શિયમ અને ગોળમાં રહેલું આર્યન સાંધાને વધારે મજબુત બનાવે છે.અને તમે ઈચ્છો તો ગોળનો એક ટુકડો આદુ સાથે ખાઓ, તેનાથી પણ ફાયદો મળશે.

૪. લોહી કરે સાફ

ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે.અને તે લોહીમાં રહેલા હિમ્ગ્લોબીન કાઉન્ટ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરમાં શકતી મળે છે.

૫. વજન મર્યાદામાં રાખે છે

ગોળ મધ જેટલો જ ફાયદાકારક હોય છે. કારણકે ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી જ તૈયાર થાય છે, એટલે તે ખાંડથી સારો હોય છે.અને એટલે જ તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા દૂધ સાથે ગોળ ખાઓ તો સ્વાસ્થ્યને લાભ થઇ શકે છે અને વજન ચોક્કસ મર્યાદામાં રાખે છે.

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈકની સાથે જરૂરથી શેર કરજો.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.