સામાન્ય ડ્રાઈવર માં થી કેવી રીતે બન્યો ડાયરા કિંગ જાણો માયાભાઈ આહીર ની આ ખાસ વાતો ક્યારેય નહીં જાણી હોઈ

0
557

મિત્રો, માયાભાઈ નામ પડે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવી જ જાય કે હવે હસી-હસી ને લોટપોટ થઇ જવાના છીએ. તે આવે એટલે આપણે સૌ ને ખબર છે કે, ડાયરામા રોનક આવી જાય પોતાની મધુર વાણીને ચલતે તે આખી રાત ડાયરો કરે અને સાંભળનારને ખ્યાલ પણ ના પડે કે હવે સવાર થવા આવ્યુ છે. તેમની વાણીમા જાણે જાદુ છે.અહી સુધી પહોંચતા-પહોંચતા તેમણે જેટલુ સંઘર્ષ કર્યુ છે, તે જાણ્યા બાદ તમને થશે કે ભગવાન એ તેમને આટલું બધું આપ્યું તે તેમના પરિશ્રમ પ્રમાણે બરાબર છે. તો ચાલો જાણીએ તેમના સંઘર્ષભર્યા જીવન વિશે

તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક નાનકડા ગામ કુંડવી ખાતે થયો હતો. તેમના પરિવારનુ મૂળ વતન બોડવી ગામ છે, જે કુંડવીની નજીક જ આવેલ છે. તેમના પિતા અને મામાએ જમીન જ કુંડવી ખાતે લીધી હતી. જેથી તે કુંડવી ગામમા જ રહેતા હતા. તેમના પિતાને લોકો “ભગત” તરીકે જ ઓળખતા હતા. કુંડવી ખાતે કોઈ સાધુ-સંત આવે ત્યારે એમનો ઉતારો તેમના ઘરે જ હોય. તેમના પિતાજીને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો એક શોખ હતો એટલે તેમને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ થયો.

ભણવા માટે ઘણી મુશ્કેલીઓ થતી :તેમણે પોતાનુ પ્રાથમિક શિક્ષણ કુંડવીમા જ લીધુ હતુ. કુંડવી ગામમા તે વાડી વિસ્તારમા રહેતા હતા. આ વિસ્તારથી શાળા ૧.૫ કિલોમિટર ના અંતરે આવતી હતી અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો. તેમછતા આવી સ્થિતિમા પણ તે ચાલીને શાળાએ જતા હતા.ત્યારબાદ તેમણે આગળનુ શિક્ષણ બાજુના બોરડા ગામમા લીધુ હતુ.

ત્યારબાદ તેમણે કક્ષા-૧૦ સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લાની આલ્ફ્રેડ હાઈસ્કૂલમા પૂર્ણ કર્યો હતો. તે જ્યારે પ્રાથમિક શાળામા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતીના વિવિધ કાર્યોમા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયોને વગડામા ચરાવવાની સાથોસાથ પોતાની ગાયનની કળાને પણ ધારદાર બનાવતા હતા.

સાહિત્યને બનાવ્યો જીવનસાથી :તેમણે ચાર દિવાલોની મધ્યમા રહેલા શિક્ષણને વધુ પડતુ નિખારવા માટે સાહિત્યના વિશ્વમા ઝંપલાવ્યુ અને પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા. એક રીતે જોવા જઈએ તો તેમને લોકસાહિત્ય વારસામા પ્રાપ્ત થયેલું છે. ઘરમા બાળપણ થી જ લોકસાહિત્યનો માહોલ બનેલો રહેતો હતો. જેની તેમના પર ખૂબજ ગાઢ અસર થઈ હતી. તેમણે કક્ષા-૪ મા ૯ વર્ષની ઉંમરમા એક કાર્યક્રમમા ‘જૂનુ તો થયુ રે દેવળ મારું’ ભજન જાહેરમા ગાયુ હતુ. જે બધાને ખૂબ જ પસંદ આવ્યુ હતુ.

ઘરની નબળી આર્થિક સ્થિતિ સુધારવા ટ્રેકટર ચલાવ્યુ :૧૯૯૦-૯૭ સુધી ટ્રેક્ટર ચલાવીને તેમણે પોતાનુ ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. હાલ, ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હતી. આ વાહનના વ્યવસાય અંગે તેમણે જણાવ્યુ કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનુ વાહન જ પસંદ કરતા હતા. ફક્ત એટલુ જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ તેમના વાહનની હાજરી મુજબ લેતા હતા. તેમની કોઠાસૂઝના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુના ગ્રામ્યવિસ્તારમા થતા લોકસાહિત્ય કાર્યક્રમના સ્ટેજની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવામા આવતી હતી.

સખ્ત મહેનત બાદ મળ્યા પરિણામો :આ કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવીને તેમને તેમની વિશિષ્ટ આવડત દર્શાવવા માટે જણાવતા હતા.આ કાર્યક્રમો ટૂંક સમયમા જ લોકોને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા. તે પોતાના અંગત જીવનમા ફક્ત બે જ બાબતોને “ટર્નિંગ પોઈન્ટ” તરીકે દર્શાવે છે. તે પોતાના અંગત જીવનમા માત્ર બે જ બાબતોને “ટર્નિંગ પોઈન્ટ” તરીકે દર્શાવે છે.

પોતની જાતને પ્રુફ કરવાનો ચાન્સ મળતા જ તેના ભાગ્ય ચમકી ગયાં :સૌપ્રથમ ટર્નિંગ પોઈન્ટ છે બગદાણામા બજરંગદાસબાપુના મંદિરે થતા લોકસાહિત્યના કાર્યક્રમમા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું. જયારે બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડામા મોરારીબાપુની ૬૦૦મી રામકથામા ૧૯ કલાકારોની હાજરીમા તેમનુ પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહી સુધી જ સીમીત નથી તેમને માત્ર ૫ મિનિટનો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમછતા તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકોના હૃદયમા સ્થાન બનાવી લીધુ હતુ. આ બંને ઘટનાઓના કારણે જ તેમના આત્મવિશ્વાસમા વૃદ્ધિ થતી હતી.

ગીતોની સાથે સાથે હાસ્ય પણ અજમાવ્યુ :ખરેખર એવો તો શુ જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો. તેમણે ગીત ગાવાની સાથોસાથ હાસ્ય પર પણ હાથ અજમાવવાનુ શરૂ કર્યું. તેમના આ જોક્સ સાંભળીને લોકોને પેટમા દુખે ત્યા સુધી હસવા માંડયા. ધીમે-ધીમે તેમને એવી તો સફળતા પ્રાપ્ત થઈ કે લોકો એવું માનવા લાગ્યા કે તેમના વગર ડાયરાનો કાર્યક્રમ નકામો. તેમણે દેશ-વિદેશમા મળીને હાલ સુધીમા પાંચ હજારથી પણ વધુ કાર્યક્રમો કરી ચુકેલા છે.

પારિવારિક જીવનમા ખુબજ ખુશ છે :તેમણે હાલ થોડા દિવસો પહેલા જ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા છે. તેમના સંસારિક જીવનમા તેમની ધર્મપત્ની અજાયબાઇ તથા સંતાનોમા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્રના લગ્ન થઈ ચૂક્યા છે જે મહુવામા રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજુ ભણે છે અને દીકરીએ હાલમાં જ લગ્ન કર્યા છે.