માત્ર CID માંથીજ નહીં પરંતુ આ જગ્યાએથી પણ અઢળક પૈસા કમાઈ છે દયા, જાણો મહિને કેટલાં રૂપિયા કમાઈ છે….

0
206

ભારતમાં ભાગ્યે જ કોઈ હશે જેણે સોની ચેનલનો સૌથી જૂનો અને લોકપ્રિય શો ‘સીઆઈડી’ જોયો ન હોય. લગભગ 2 દાયકાઓથી ચાહકોના દિલ પર રાજ કરનારા આ શોના દરેક પાત્રને પ્રેક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. આ કારણોસર, લોકો આ કલાકારોને તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ ફક્ત શોના પાત્રના નામથી ઓળખે છે. આ શોમાં ‘ઈંસ્પેક્ટર દયા’ નો રોલ કરનાર અભિનેતા દયાનંદ શેટ્ટી શોમાં દરવાજા તોડવા માટે પ્રખ્યાત છે. આ સિવાય એસીપી પ્રદ્યુમ્નનો સંવાદ ‘કુછ તો ભેદ હૈ દયા’ પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

તમને જણાવી દઈએ કે ‘સીઆઈડી’ ના દયાનંદ શેટ્ટી છેલ્લા બે દાયકાથી આ શો સાથે સંકળાયેલા છે. આ સીરીયલને કારણે દયાને દરેક ઘરની ઓળખ મળી છે. પરંતુ લોકો તેમના વિશે વધુ જાણતા નથી. તમને જણાવી દઈએ કે દયા ઉર્ફે દયાનંદ શેટ્ટી એક્ટર બનતા પહેલા સ્પોર્ટસમેન હતો. હા, 1994 માં તે મહારાષ્ટ્રથી ડિસ્કસ થ્રો ચેમ્પિયન હતો.

રમતમાં ચેમ્પિયન બન્યા પછી, દયાએ સોની ચેનલ શો ‘સીઆઈડી’ માટે ઓડિશન આપ્યું જેમાં તેને ‘ઇન્સ્પેક્ટર દયા’ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી. શોની સાથે સાથે તેના બધા પાત્રો પણ ચાહકોમાં સુપરહિટ થઈ ગયા હતા. આ શો સાથે સંકળાયેલા દરેક કલાકારની કારકિર્દીમાં ઉચાઈ જોવા મળી છે.

બીજી બાજુ, જો આપણે દયાનંદ શેટ્ટીની ફી વિશે વાત કરીએ, તો સૂત્રોએ બહાર આવ્યું છે કે દયા એક દિવસના શૂટિંગ માટે એક લાખ રૂપિયા લે છે. એટલે કે, જો તેઓ દરરોજ ‘સીઆઈડી’ શૂટ કરે છે, તો તેમની એક મહિનાની આવક 30 લાખ રૂપિયા છે. ટીવી સિરિયલ ‘સીઆઈડી’ ઉપરાંત દયાનંદ શેટ્ટીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ પોતાનું ધ્યાન બતાવ્યું છે, જેમાં ‘સિંઘમ રિટર્ન્સ’, ‘જોની ગદ્દાર’ અને ‘રનવે’ જેવી ફિલ્મ્સના નામ શામેલ છે.

સતત 21 વર્ષથી ચાલતા શો ‘સીઆઈડી’ને અચાનક જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 27 ઓક્ટોબરના રોજ આ શોનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે. દયાનું પાત્ર ભજવતા દયાનંદ શેટ્ટીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તે પોતાની જર્ની અંગે વાત કરતાં કરતાં રડી પડ્યો હતો અને તેણે સોની ચેનલ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

શો બંધ થવાની વાતથી લાગ્યો આઘાતઃદયાનંદ શેટ્ટીએ કહ્યું હતું કે આ શોથી તેઓ ચાહકો સાથે ઈન્ટરએક્ટ કરતાં રહેતા હોય છે. હવે તેઓ ક્યારેય ચાહકોને મળી શકશે નહીં. આ શો બંધ થવાની વાત સાંભળીને તેને આંચકો લાગ્યો હતો. શોના ક્રૂ મેમ્બર્સ, આર્ટિસ્ટ્સ, ક્રિએટિવ તમામ લોકો ઉદાસ છે અને બધા એક જ સવાલ પૂછે છે કે આ રીતે શો કેમ બંધ થયો. આ શો એક મોટા જહાજ જેવો હતો. જો ચેનલે આ શો બંધ જ કરવો હતો તો સારી રીતે બંધ કરી શકતી હતી. 12 ઓક્ટોબરના રોજ પ્રોડક્શન હાઉશ ઓપ્ટિમિસ્ટિક્સને સોની ચેનલે ફોન કરીને કહી દીધું હતું કે ‘સીઆઈડી’ના હવે બીજા એપિસોડ શૂટ કરવાની જરૂર નથી. આ શો બંધ થાય છે. ઓપ્ટિમિસ્ટિક્સના અધિકારીઓ ચેનલને મળ્યાં પણ હતાં પરંતુ કોઈ નિવેડો આવ્યો નહીં. આ શો કેમ બંધ થયો તેનું કારણ હજી સુધી કોઈને ખબર નથી. તેઓ બેક ટુ બેક શૂટિંગ કરતાં હતાં અને અચાનક જ શો બંધ થયાની જાહેરાત કરવામાં આવી. તેને લાગે છે કે તેના હાથ અને પગ કોઈએ બાંધી દીધા છે.

21 વર્ષથી છે સાથેઃ

દયાનંદ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે સોની ટીવીને આ શો માટે કોઈ લાગણી હોય તેમ લાગતું નથી. આ શો છેલ્લાં 21 વર્ષથી આવે છે. સોની ટીવીની ઓફિસમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જે 21 વર્ષથી કામ કરતી હશે. તેઓ પહેલાં દિવસથી આ શો સાથે જોડાયેલા છે. જે વ્યક્તિએ પણ આ શો બંધ કરવાનો નિર્ણય લીધો છે, તેનામાં કોઈ જાતની ફિલિંગ નથી. જો આ શો જાન્યુઆરી સુધી ચાલતો તો આ શોને 22 વર્ષ થઈ જાત. આ શો બંધ થવાની વાતથી તે જાણે જીવિત જ ના હોય તેવી લાગણી થાય છે. તેના જીવનનો મોટો હિસ્સો જતો રહ્યો હોય તેમ તેને લાગે છે. આ શો સાથે જોડાયેલા ઈમોશન, રિલેશન, હાર્ડ વર્ક બધુ જ એક સાથે જતું રહ્યું.26ની ઉંમરમાં ‘સીઆઈડી’માં કામ કરવાની કરી હતી શરૂઆત,દયાએ વધુમાં કહ્યું હતું કે તે 26 વર્ષનો હતો ત્યારે આ શોમાં જોડાયો હતો. હવે તે 48 વર્ષનો થઈ ગયો છે. આ શો ત્રણ મહિના પછી પાછો આવવાનો હોવાની ચર્ચા પર દયાનંદે જણાવ્યું હતું કે સોની ટીવીએ આવું કોઈ વચન આપ્યું નથી. હવામાં આવી કોઈ વાત થાય નહીં. જો સોનીએ આ શોને નવા અવતારમાં રજૂ કરવો હોત તો શો ચાલતો હોત ત્યારે પણ આ થઈ શક્યું હોત. અચાનક જ જુલાઈ-સપ્ટેમ્બર સુધી આ શોનું ટેલિકાસ્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ શોને શા માટે ત્યારે બંધ કરવામાં આવ્યો હતો તેનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.

બે વર્ષથી ભેદભાવઃ

દયાનંદ શેટ્ટીના મતે, ‘સીઆઈડી’ સાથે છેલ્લાં બે વર્ષથી ભેદભાવ કરવામાં આવે છે. ક્યારેક સોમવારનો એપિસોડ ટેલિકાસ્ટ ના થાય તો ક્યારેક રવિવારનો એપિસોડ કેન્સલ કરી દેવામાં આવતો હતો. શુક્રવારના એપિસોડનું ટેલિકાસ્ટ જ બંધ કરી દેવામાં આવ્યું હતું. એવુ લાગતું કે ચેનલવાળા સવારે ઉઠીને નક્કી કરતા કે આજનો એપિસોડ નહીં ચલાવીએ કે પછી આજ એપિસોડ ચલાવી દઈએ. કોઈ પોતાના શો સાથે આ રીતનું અનપ્રોફેશનલ વર્તન કરી શકે. શોનો ટાઈમ પણ નક્કી રહેતો નહોતો. શો 10.30 વાગે ટેલિકાસ્ટ થતો પણ ઘણીવાર 10.20 તો ક્યારેક 11 વાગે પ્રસારિત કરવામાં આવતો. દર્શકોને પણ ખ્યાલ ના રહેતો કે ‘સીઆઈડી’ કેટલા વાગે આવશે.

‘કેબીસી’ સિવાય માત્ર ‘સીઆઈડી’ જ લોકપ્રિયઃ

દયાનંદે કહ્યું હતું કે ચેનલ પાસે માત્ર ‘કેબીસી’ જ લોકપ્રિય શો છે. આ ચેનલને ઉભી કરવામાં ‘સીઆઈડી’નો મોટો હાથ રહેલો છે. જે શોથી ચેનલ ઉભી થઈ હોય તેની સાથે આ રીતનું વર્તન કેવી રીતે કરી શકાય.હવેથી ભેગા થવું મુશ્કેલઃ’સીઆઈડી’ હવે ફરીથી નવા અવતારમાં બને તો તમામ લોકો ભેગા થઈને પાછા કામ કરે તે વાત હવે મુશ્કેલ છે. ‘સીઆઈડી’ માત્ર એક કે બે કલાકારોથી બનતો શો નથી. એક પરિવારની જેમ આ શોમાં તમામે સાથે કામ કર્યું હતું. સીરિયલના રાઈટર્સ અને અન્ય સભ્યોએ કામ શોધવાનું શરૂ કરી દીધું છે. જો આ શો પાછો શરૂ થાય તો તેમને કમિટમેન્ટ્સ બીજા એસાઈન્મેન્ટ્સમાં હોય તેથી તેઓ પાછા આવે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.