માથા માંથી નહીં ઉતરે એક પણ વાળ બસ કરીલો આ એકદમ સરળ ઉપાય જાણીલો આ ઉપાય વિશે ફટાફટ.

0
125

આજકાલ નાનપણથી જ વાળ ખરવા લાગે છે. ઘણી સ્ત્રીઓ તેમની કિશોર વયે દરરોજ 10-150 વાળ ગુમાવે છે. જો તમારા વાળ લાંબા હોય તો પછી 50 -100 વાળ પડવું સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો તે તેનાથી વધુ હોય તો તે સમસ્યા છે.સામગ્રી,15-20 જામફળ પાન,20 એમએલ એરંડા તેલ,30 એમએલ નાળિયેર તેલ,1 લિટર પાણીપદ્ધતિ,નાળિયેર તેલ અને એરંડા તેલ મિક્સ કરો અને આ મિશ્રણ તમારા માથા પર લગાવો.

ધીરે ધીરે 5 મિનિટ સુધી મસાજ કરો અને તેને 30 મિનિટ માટે છોડી દો. તે દરમિયાન, જામફળનાં પાનને પાણીમાં ઉમેરીને ઉકાળો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો અને પછી પાણી ઠંડું ન થાય ત્યાં સુધી રાહ જુઓ.હવે આ પાણીથી તમારા વાળ ધોઈ લો. તમારા વાળ તેમાં એકદમ ભીના થઈ જાય, પછી શાવર કેપ લગાવીને 30 મિનિટ સુધી આરામ કરો. આ પછી તમારા વાળ સામાન્ય પાણીથી સાફ કરો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માથાના વાળ ખરવા, તુટવા વગેરે સમસ્યાઓ વધી રહી છે. ખોટું ખાવા પીવાનું, અબોહવા, પદુષણ, દવાઓ વગેરે જેવા ઘણા કારણો જેને લઇને તે સમસ્યાઓ ફેલાય છે.આશરે 75 ટકા લોકો પોતાના વાળ સાથે જોડાયેલી સમસ્યાઓથી દુ:ખી રહે છે, પછી તે પુરુષ હોય અથવા સ્ત્રીઓ.વાળનું ખરવું, વાળનું તૂટવું, બે મોઢાં વાળા ખોટા વાળ હાલની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.

જેના ઘણા કારણો હોય છે. જેમ કે આપણી આજુબાજુના દૂષિત પર્યાવરણ, જીવાણુશક્તિ, ખાવા પીવામાં ઘટાડો, તનાવ અથવા કોઈ બિમારી. પરંતુ ઘણા લોકો આ સમસ્યાને સમજી નથી શક્યા અને ખોટા ઉપાયોનો ઉપયોગ કરવા લાગે છે. જે વાળને સ્વસ્થ રાખવાને બદલે વધુ ખરાબ બનાવી દે છે.વાસ્તવમાં વાળનું તૂટવું અથવા ખરવા કોઈ મોટી સમસ્યા નથી, ઘણી વાર ખાવા પીવામાં ઘટાડો અને તનાવને લીધે લોકોના વાળ ખરવા લાગે છે. પરંતુ જો યોગ્ય રીતે યોગ્ય ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાને હંમેશા માટે દૂર કરી શકાય છે.

શિયાળામાં વાળ સંબંધી સમસ્યા વધી જાય છે. એવામાં વાળની એકસ્ટ્રા કેર ન કરવામાં આવે તો વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે, રૂક્ષ બને છે અને ડેન્ડ્રફ પણ વધી જાય છે. જેથી આજે અમે તમને મેથી દાણાના એવા બે ઉપાય જણાવીશું, જે તમારા વાળને મજબૂત અને હેલ્ધી બનાવશે, સાથે જ નેચરલી કાળા પણ કરશે. ચાલો જાણી લો.આયુર્વેદમાં મેથીની તાસીર ગરમ માનવામાં આવે છે. જેથી ડાયરેક્ટ મેથીનો પાઉડર વાળમાં લગાવવાથી વાળને નુકસાન થાય છે. મેથી હમેશાં રાતે પલાળી સવારે જ વાળમાં ઉપયોગ કરવો. સૌથી પહેલાં 2 ચમચી આખી રાત પલાળેલા મેથી દાણા લઈને તેની પેસ્ટ બનાવો.

હવે તેમાં એક ચમચી લીંબુનો રસ અને કોકોનટ મિલ્ક મિક્સ કરી આ પેસ્ટ વાળના મૂળમાં 20 મિનિટ લગાવી રાખો.ત્યારબાદ વાળમાં શેમ્પૂ કરી લો.નારિયેળ તેલ અને મેથી.આ ઉપાયથી ખરતાં વાળની સમસ્યા જલ્દી દૂર થશે. તેમાં માટે સૌથી પહેલાં 3-4 ચમચી આખી રાત પલાળેલા મેથી દાણા લઈને તેની પેસ્ટ બનાવો. હવે તેમાં 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને આ પેસ્ટ વાળના મૂળમાં 30 મિનિટ લગાવી રાખો. ત્યારબાદ વાળમાં શેમ્પૂ કરી લો.

અહીંયા અમે વાળ તૂટવા, ખરવા અને ખોટા બનવાની સમસ્યાના ઉપાય જણાવી રહ્યા છીએ. આશા રાખીએ કે આ ઉપાયોની મદદથી તમારા વાળ તુટવા કે ખરવાના બંધ થઇ જશે. જો તમે પણ તમારા વાળ સાથે સંબંધિત સમસ્યાઓથી દુ:ખી છો, તો આ ઉપાયોનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાઓ માંથી છૂટકારો મેળવી શકો છો.

બેસન અને દહીં.બેસન અને દહીંના મિશ્રણથી પણ ખરતા વાળો માંથી છુટકારો મેળવી શકાય છે, તેના માટે તમે એક ગ્લાસ તાજુ દહીં લઇને તેમાં 3 થી 4 ચમચી બેસન ભેળવી લો બન્નેનું મિશ્રણ તૈયાર કરીને તેને વાળમાં 15 મિનિટ માટે લગાવીને રાખી દો. તેના પછી માથું ધોઈ લો. તેનાથી તમારા વાળ તૂટવાની સમસ્યા તેનાથી ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને સાથે સાથે તમારા વાળ ચમકદાર થઈ જાય છે.

કાચા પપૈયા.ડૅન્ડ્રફના કારણે પણ હેરફૉલની સમસ્યા સામે આવે છે. તેથી વાળનું ખરવાનું રોકવા માગો છો? તો તમારે વાળની રૂસીથી છુટકારો મેળવવો પડશે અને તેના માટે કાચા પપૈયાનો લેપ અસરકારક હોય છે. તમારે કાચા પપૈયાનો લેપ ઓછામાં ઓછું ૧૫ થી ૨૦ મિનીટ સુધી લગાવીને રાખવાનું છે. તેનાથી તમને રૂસીની સમસ્યા અને હેયરફોલ બન્ને દુર થઇ જશે.

કુવારપાઠું.વાળ સાથે સંબંધિત મુશ્કેલીઓ માટે કુવારપાઠું ખૂબ જ લાભદાયી હોય છે અને તે બધાના ઘરમાં સરળતાથી મળી પણ રહે છે. ઉપયોગ માટે કુવારપાઠું માંથી જેલ કાઢીને તેને તમારા વાળમાં ઘસો અને મૂળમાં સારી રીતે મસાજ કરો. મસાજ પછી 15 મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ દોઈ લેવા. અઠવાડિયામાં 3 વાર તેનો ઉપયોગ કરો.

ડુંગળીનો રસ.તૂટેલા વાળની સમસ્યા માટે ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક હોય છે. ઉપયોગ માટે એક ડુંગળીને સારી રીતે છુંદી લો અને પછી તેનું જ્યુસ કાઢીને કોઈ વાસણમાં રાખી લો. હવે આ જ્યુસને રુ ની મદદથી મદદથી વાળના મૂળના અંત સુધી લગાવો. 30 મિનિટ સુધી રહેવા દો અને પછી સીધા પાણીથી વાળ ધોઈ લો. પછી શેમ્પૂ કરી લો.અઠવાડિયામાં 1 વાર આ ઉપાય કરો.

ગ્રીન ટી.ગ્રીન ટી ના ઉપયોગથી વાળને લાંબા અને મજબૂત બનાવી શકાય છે. તેના ઉપયોગથી વાળનો ઝડપી વિકાસ થાય છે. ઉપયોગ માટે એક કપ ગરમ પાણીમાં 2 ગ્રીન ટી બેગ કે ટેબલેટ નાખો. ઠંડુ થાય ત્યાં સુધી બૅગને એમ જ રહેવા દો. તેના પછી ગ્રીન ટી બેગને કાઢી લો અને તે પાણીથી વાળ ધોવા. ધોતા સમય પાણીથી મૂળનું માલિશ પણ કરો. તેના પછી વાળમાં શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં 2 વાર આ ઉપાયનો ઉપયોગ કરો, વાળ તુટવા બંધ થઈ જશે.

નારીયેલ તેલની મસાજ.વાળના મૂળમાં તેલનું મસાજ પણ વાળ તુટવા અને ખરાબ થવાથી બચવામાં મદદ કરે છે.ઉપયોગ માટે નારિયેળ તેલ થોડું ગરમ કરી લો અને પછી ધીમે ધીમે વાળમાં તેલ નાખીને માલિશ કરો. ત્યાર પછી અડધો કલાક અથવા આખી રાત માટે વાળમાં તેલ રહેવા દો. ત્યાર પછી આગલી સવારે શેમ્પૂ કરીને વાળ ધોવા. યોગ્ય પરિણામ ન મળે ત્યાં સુધી દર 2 દિવસ પછી વાળમાં તેલ લગાવીને શેમ્પૂ કરો. વાળ તુટવાના બંધ થઈ જશે.

ગુલમહોરના ફૂલ.જો તમારી આસપાસ કે તમારા ઘરમાં ગુલમહોરના ફૂલ છે? તો તમે વાળ માટે તેનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રયોગ માટે એક વાસણમાં ૨ કપ નારીયેલ તેલ નાખો અને તેમાં ગુલમહોરના ૧૦ ફૂલ નાખી દો. જયારે ફૂલ બ્રાઉન થઇ જાય તો તેલને ગાળી લો અને કોઈ બોટલમાં ભરી દો. દરરોજ રાત્રે આ તેલથી વાળની માલીશ કરો. તમારી અનુકુળતા મુજબ ૨ થી ૩ દિવસ પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ૨ થી ૩ વખત આ ઉપાય કરવાથી વાળ સારા થઇ જશે અને તૂટશે નહિ.

મીઠો લીમડો.તે વાળ માટે ટોનિક તરીકે કામ કરે છે. તૂટતા વાળને બચાવવા માટે તમે જે પણ તેલનો ઉપયોગ કરો છો, તે તેલમાં મીઠા લીમડાના પાંદડા નાખીને ઉકાળી લો. તેલને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાંદડા બ્રાઉન ન થઇ જાય.ત્યાર પછી ગાળીને તેલને બોટલમાં ભરી લો.હવે આ તેલનો ઉપયોગ તમારા વાળના મૂળમાં કરો અને માલિશ કરો.સારૂ રહે જો તમે આ પ્રયોગ રાતના સમયે કરો. તેનાથી તેલ આખી રાત વાળમાં લાગી રહેશે અને સંપૂર્ણ અસર કરશે. આગલી સવારે જાગીને વાળમાં શેમ્પૂ કરો. દર વખતે શેમ્પૂ પહેલા આ ઉપાય કરો વાળ સ્વસ્થ થઇ જશે.