માં ની ક્રૂર મમતા, નશામાં સગી માં એ ફક્ત 19 મહિનાનાં બાળક પર રેડી દીધું ઉકડતું પાણી, તડપીને બાળક…

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સમાજમાં રોજબરોજ નાની-મોટી ઘટનાઓ ઘટે છે. પણ, ઘણી વખત અમુક ઘટનાઓ એટલું મોટું સ્વરૃપ ધારણ કરી લે છે કે, વ્યક્તિ ગુનેગાર બનવા મજબૂર થઈ જાય છે. વ્યક્તિનો ઈરાદો ગુનો કરવાનો ન હોય, પણ આવેશમાં તે નધાર્યુ કરી બેસે છે.નશેડી માતાએ 19 મહિનાની પુત્રી પર ઉકળતું પાણી રેડ્યું, 1 કલાક સુધી તડપ્યા બાદ બાળકી મોતને ભેટી, માતા નામ સાંભળતા જ કરુણા અને દયાની તસવીર ઊભરી આવે છે. પણ આ તે કેવી નિર્દયી માતા છે જેણે નશાની હાલતમાં પુત્રીને તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી.

મિત્રો તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના નોર્ટિંઘમશાયરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ નશાની હાલતમાં તેની 19 મહિનાની માસૂમ બાળકી પર ઉકળતું પાણી નાખી દીધુ. એક કલાક સુધી તરફડ્યા માર્યા બાદ બાળકીનું કરુણ મોત નિપજ્યું. આ મામલે સુનાવણી કરી રહેલા જજે કહ્યું કે આ ઘટના માણસાઈને શરમસાર કરનારી છે. કારણ કે બાળકીએ ખરેખર કેટલી યાતના ભોગવી હશે.

કોર્ટે મહિલાને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. 19 મહિનાની બાળકી પર ઉકળતું પાણી નાખ્યું, ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ 26 વર્ષની પુત્રી કેટી ક્રાઉડર એ પોતાની 19 માસની પુત્રી ગ્રેસી ક્રાઉડર પર ઉકળતું પાણી નાખી દીધુ. રિપોર્ટ મુજબ મહિલાએ જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તે કોકીનના નશામાં ધૂત હતી. 1 કલાક સુધી તડપ્યા બાદ બાળકીનું મોત, રિપોર્ટ મુજબ નશાની હાલતમાં બાળકી પર ગરમ પાણી નાખ્યા પછી મહિલા પોતાના કામે લાગી ગઈ. ત્યારબાદ એક કલાક સુધી તડપ્યા પછી બાળકીનું દર્દનાક મોત થઈ ગયું.

65 ટકા સુધી દાઝી ગઈ હતી બાળકી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ઉકળતા પાણીથી ગ્રેસીની ત્વચા લગભગ 65 ટકા સુધી બળી ગઈ હતી. ખુબ જ દુખદ અને ચોંકાવનારી ઘટના, કોર્ટે ટ્રાયલ દરમિયાન કહ્યું કે આ સ્વાભાવિક મૃત્યુ નહતું. બાળકીને મરવા માટે એક કલાક સુધી તે જ સ્થિતિમાં છોડી દેવાઈ. બીજી બાજુ આ મામલે સુનાવણી કરનારા જજ જેરેમી બેકરે કહ્યું કે આ ઘટના ખુબ જ દુ:ખદ અને ચોંકાવનારી છે. મહિલાએ આરોપોને ફગાવ્યા,સુનાવણી દરમિયાન કેટીએ બાળકીની હત્યાના આરોપોને ફગાવી દીધા.

પરંતુ જજે કહ્યું કે તમે ગ્રેસીના ચહેરા અને શરીર પર ખુબ જ ગરમ પાણી નાખ્યું જ્યારે તે તે વખતે એટલા જ ગરમ પાણીના પૂલમાં બેઠી હતી. આ કારણે બાળકી લગભગ 65 ટકા સુધી બળી ગઈ. ઓછામાં ઓછી 21 વર્ષની જેલની સજા, નોર્ટિંઘમ કોર્ટે કેટી ક્રાઉડરને આજીવન કેદની સજા સંભળાવી છે અને તેણે ઓછામાં ઓછું 21 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. મહિલા માનસિક રીતે બીમાર, જજ જેરેમી બેકરે કહ્યું કે મનોચિકિત્સાના રિપોર્ટથી એવો તારણ નીકળે છે કે કેટી ક્રાઉડર ડિપ્રેશન અને માનસિક રીતે પીડિત હતી. આ સાથે જ જજે કેટીની માનસિક સ્થિતિનું આકલન કરવાના પણ આદેશ આપ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે અજીબો ગરીબ કિસ્સો બન્યો છે, કળિયુગી માતા-પિતા કહી શકાય એવા દંપતીએ પોતાના માત્ર 1મહીનાના વહાલસોયા પુત્રને બીમાર અવસ્થામાં તરછોડી પોતાના વતનની વાટ પકડી લેતાં ભારે દોડધામ થઇ હતી.આખરે જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફે માનવતા ભર્યું કાર્ય કર્યું હતું, અને બાળકના પિતાને ટેલિફોનિક જાણ કરી જામનગર પરત લાવવા દબાણ કર્યું છે, અને પિતાને પરત બોલાવાયો છે.

પરંતુ માતા બાળકની બીમારીને લઈને પતિ સાથે ઝઘડો કરી પોતાના વતનમાં એકલી ચાલી ગઈ છે. સમગ્ર મામલે વિકાસગૃહના સંચાલક બહેનોની મદદ લેવામાં આવી રહી છે, અને ત્રણ આયા બહેનો દ્વારા હાલ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકની સારવાર માટે મદદ કરવામાં આવી રહી છે.આ ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પરામદીને સવારે જયપાલ દિનેશભાઈ ધારવા નામના એક મહિનાના માસૂમ બાળકને નાના બાળકો માટેના આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. જે બાળક અપરિપક્વ અને કુપોષિત હોવાથી તેની સઘન સારવાર ચાલી રહી છે.

બાળકના માતા-પિતા જી. જી. હોસ્પિટલમાં હાજર હતા, પરંતુ બાળકની બીમારી અને સારવાર માટે આર્થિક મદદની જરૂર હોવાથી તેઓ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામમા રહેતા રમેશભાઇ જીવાભાઈ ગોજીયા કે, જેની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે તેનો સંપર્ક સાધ્યો હતો, જેથી રમેશભાઈએ સારવાર અર્થે એક હજાર રૂપિયા મોકલાવ્યા હતા.જે પૈસાની મદદથી સારવાર ચાલુ રખાઇ હતી. પરંતુ કુપોષિત બાળક મામલે માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાળકની માતા બાળકને ત્યજી દઈ પતિ સાથે પણ છેડો ફાડીને તેના વતનમાં ગોધરા ચાલી ગઈ હતી.

દરમિયાન બાળકનો પિતા દિનેશ ધારવા પણ પોતાના બાળકને, જી. જી. હોસ્પિટલમાં એકલું મુકીને ભાગી છૂટ્યો હતો. પરંતુ કેસની હિસ્ટ્રીમાં તેનો મોબાઈલ નંબર નોંધાયેલો હોવાથી સમગ્ર મામલો જામનગરની જી.જી હોસ્પિટલની પોલીસ ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ ચનિયારા પાસે પહોંચ્યો હતો.બાળકોના વિભાગના ડો. ભદ્રેશ વ્યાસ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ જમાદાર મગનભાઈ ચનિયારા એ તાત્કાલિક અસરથી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવી હતી. અને કલ્યાણપુર પોલીસ ને સમગ્ર મામલાની જાણ કરી હતી.

બાળકના માતા-પિતા તરછોડીને ચાલ્યા ગયા હોવાથી વિકાસગૃહ નો સંપર્ક સાધ્યો હતો, જેથી વિકાસગૃહના સંચાલિકા ઉર્વીબેન ગજ્જર કે જેમણે ત્રણ આયા બહેનો ની વ્યવસ્થા કરી આપી હતી અને સુરભીબેન, કંચનબેન, તેમજ સરિતાબેન નામની ત્રણ આયા બહેનો કે જેઓ જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકની સુશ્રુષા કરી રહી છે. અને ત્રણેય બહેનો આઠ-આઠ કલાકની ફરજ બજાવી રહી છે. જે બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા બાળકના પિતા દિનેશનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, અને તેને જામનગર પરત લાવવા માટે દબાણ કર્યું હતું. જો બાળક ને લેવા માટે પરત નહીં આવે અને બાળકને કશું થશે તો તેની જવાબદારી પિતાની રહેશે અને તેની સામે પોલીસ પગલાં લેવાશે તેવી ગર્ભિત ધમકીઓ આપતાં આખરે પિતા માની ગયો હતો, અને પોતાના પુત્રનો કબજો સંભાળવા માટે વતનથી જામનગર પરત ફર્યો છે. જ્યારે તેની પત્ની રિસામણે ચાલી ગઈ છે, અને પરત આવવા માટે તૈયાર નથી. જેથી પિતા એકલા જ જામનગર આવીને બાળકને સાર સંભાળ લેવા તૈયાર થયા છે. જે સમગ્ર મામલાને લઈને જામનગરના જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઇ છે.