દરેક મનુષ્ય ના ભાગ્ય માં હોય છે આ 6 ઋણ, ન ચૂકવ્યા તો ભોગવવા પડે છે ગંભીર પરિણામો જાણો વિગતે.

0
538

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તે છે પિતૃઓની શાંતિ માટે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે માણસના જન્મ પછી જ વ્યક્તિ પોતે પાંચ પ્રકારના ઋણથી દેવું સજ્જ થઈ જાય છે.આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ પણ વિવિધ સંસ્કારો વિધિ વિધાનથી આપવાની શિક્ષા આપી છે.આ તમામ સંસ્કારો જન્મથી અંતિમ સંસ્કાર સુધી કરવામાં આવે છે.જે વ્યક્તિ આ દેવાની ચુકવણી ન કરે તેને ઘણાં દુઃખો અને સંતાપનો સામનો કરવો પડે છે અને શાપ મળે છે.આ દેવું છે માતૃ ઋણ પિતૃ ઋણ, મનુષ્ય ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. આ ઋણમાંથી છૂટકારો મેળવવા માટે શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધી અને પિંડદાન કરવું પડે છે.

માતૃઋણમાં માતા અને માતૃ પક્ષના તમામ લોકો જેમાં નાના-નાની, મામા-મામી, માસા-માસી અને તેમના ત્રણ પેઢીના પૂર્વજોનો સમાવેશ થાય છે. શાસ્ત્રોમાં માતાનું સ્થાન દેવી કરતા ઉંચું હોવાનું કહેવામાં આવ્યું છે.જો કોઈ વ્યક્તિ માતા પ્રત્યે ખોટો શબ્દ બોલે છે અથવા માતાને દુઃખ થાય તેવું વર્તન કરે છે તો તેને ઘણા પ્રકારની વેદના ભોગવવી પડે છે.એટલું જ નહીં,આ પછી પણ વિખવાદ અને કષ્ટનો સમયગાળો પરિવારમાં પેઢી દર પેઢી ચાલતો જ રહે છે.

પિતૃ ઋણમાં,પિતા સાઈડના લોકો જેવા કે દાદા-દાદી, મોટાબાપુજી,કાકા અને તેના પહેલાંની ત્રણ પેઢીનું જીવન આપણા જીવનને અસર કરે છે.પિતા આપણને આકાશની જેમ છત્રછાયા આપે છે અને જ્યાં સુધી સક્ષમ હોય ત્યાં સુધી સંભાળ રાખે છે. આની સાથે જ અંતિમ સમય સુધી આપણા જ દરેક સુખ અને દુઃખ પણ ઉપાડે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પિતૃભક્તિ એ માણસનો સૌથી મોટો ધર્મ છે.આ ધર્મનું પાલન ન કરે તેના પર તેમજ તેની નવી પેઢીને પણ કષ્ટ સહન કરવું પડે છે.જેમાં, આર્થિક રીતે નુકસાન,ગરીબી,નિ:સંતાનપણું,બાળકોમાં વિવિધ પ્રકારના દુઃખો અથવા બાળકો અપંગ રહી જતાં હોવાથી જીવનભર પીડા અનુભવી શકે છે.

ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં’ માતા-પિતા પ્રથમ દેવતા છે. જેના કારણે ભગવાન ગણેશ મહાન બન્યા છે. જે પછી આપણા ઈષ્ટ ભગવાન શંકરજી,દુર્ગા માતા,ભગવાન વિષ્ણું અથવા તો જેને આપણું કૂળ માનતું આવ્યું છે.આપણા પૂર્વજ પણ દરેક મંગળ કાર્ય પહેલા પોતપોતાના કૂળ દેવતાઓને માનતા હતાં.આટલું જ નહીં જો ન માનીએ તો કોઈ મુશ્કેલી એવી આવતી હતી કે પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવતા હતાં.

ઋષિમુનીઓનું સ્થાન પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ ઉંચુ માનવામાં આવ્યું છે.ઋષિ ઋણ એટલે કે જે ઋષિના ગૌત્રમાં મનુષ્ય પેદા થાય છે.વંશ વૃદ્ધિ કરી,તે ઋષિઓના નામ પોતાના નામ સાથે જોડવામાં લોકો અચકાય છે.તેમના ઋષિ તર્પણ પણ નથી કરતાં.આ કારણે તેમના ઘરમાં કોઈ મંગળ કાર્ય થતાં નથી. આ કારણે તેનો શાપ પણ પેઢી દર પેઢી ચાલ્યો આવે છે.

માતાપિતા સિવાય અન્ય મનુષ્ય કે જેમણે આપણી પ્રેમ-સંભાળ રાખી છે તેમજ જાળવણી કરી છે અને સમયાંતરે મદદ કરી છે,આ ઉપરાંત ગાય વગેરે પ્રાણીઓનું દૂધ પીધું છે. ઘણા માણસો, પ્રાણીઓ, પક્ષીઓએ આપણને સીધી અથવા આડકતરી રીતે મદદ કરી હોય.તેમનું ઋણ પણ આપણાં પર ચડ્યું હોય છે.તેથી જ આપણે તેમનું ઋણ પણ ચૂકવવું પડશે. જે લોકો ગરીબ અને લાચાર લોકોની સંપત્તિ છીનવી લે છે, તેવા લોકોનો પરિવાર ક્યારેય ખુશ નથી રહેતો.આવા લોકોના કુટુંબમાં વંશ હીનતા, સંતાનો ખોટી સંગતમાં પડી જાય, અથવા કુટુંબમાં લડાઈ-ઝઘડો હંમેશા પરિવારમાં રહે છે. પરિવારમાં પૈતૃક દોષ પણ હોય છે.શ્રવણ કુમારના કારણે રાજા દશરથના પરિવારને હંમેશા પીડાવું રહ્યું હતું.