ગણપતિ ને વ્હાલા તેવા આજે ઘરે જ બનાવો :-“ચોખા ના લોટ ના મોદક”

0
511

મિત્રો, અત્યારે આખા દેશ માં ગણેશ ઉત્સવ મનાવવા માં આવેછે અને આખો દેશ અતીયારે ગણેશ ને રીજવવા માટે કઈક ને કઈક નવીન નવીન વસ્તુ બનાવી ને લાવી ને ગણેશ જી ને રીજવવા ની કોશિશ કરતા હોઈ છે, અને તો આજે આમે અમારી રેસીપી ના ભંડોળ માંથી એક નવીનતમ માહિતી લઇ ને આવિયા છીએ “ચોખા ના લોટ ના મોદક”

આવો આ વખતે ગણપતિ ના તહેવાર માં ઘરે જ બનાવીયે એક નવી મીઠાઈ

ભગવાન ગણેશની હંમેશા પ્રિય, મીઠી વાનગી એટલે  મોદક એ એક ભારતીય મીઠી મીઠાઈ છે. આમ તો  અનેક પ્રકાર ના મોદક ભગવાન ગણેશ ને પ્રસાદ માં મુકવા માં આવે છે અપને એમના એક મોદક ની રેસિપી આજે શીખીએ.આ પ્રકાર ના મોદક માં અંદર મીઠાઈ ભરવામાં નાળિયેર અને ગોળનો સમાવેશ થાય છે અને ચોખા ના લોટ નું બહાર નું પડ બનાવવા માં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે  મોદક એક વિશેષ સ્થાન ધરાવે છે માનવ માં આવે છે કે તે દિવસે ભગવાન ગણેશ ને એકવીશ મોદક નો પ્રસાદ ચડાવવા માં આવે છે.. ગણેશજી ના આશીર્વાદ રૂપ આ મીઠાઈ તમારા માટે ઘરે બનાવવા માટે અહીં છે.

 

મોદક ની સામગ્રી 

બહાર નું પડ  બનાવવા માટે:

2 કપ ચોખા નો લોટ ::  2 કપ પાણી :: એક ચપટી મીઠું :: 2 ચમચી ઘી (સ્પષ્ટ માખણ)

સ્ટફિંગ બનાવવા માટે:

2 કપ નાળિયેર, છીણેલું :: 2 કપ ગોળ  :: 4 ચમચી ખસખસ :: એલચી પાવડર :: કાજુ અને કિસમિસ, શેકેલા

મોદક બનાવવાની રીત :

ચોખાના લોટ માં બોઇલ પાણી નાંખો અને એક ચમચી ઘી સાથે એક ચપટી મીઠું નાખો અને. સારી રીતે ભેળવી  દો.   ભીના કપડાથી કવર કરો અને 10 મિનિટ માટે રાખી મુકો

સ્ટફીંગ  તૈયાર કરવાની રીત:

  1. પેનમાં, ખસખસ શેકી લો.

2.એકવાર તેઓ શેકાઈ જાય પછી તેમાં કાપેલા નાળિયેર અને ગોળ નાખો.

  1. બધું સારી રીતે મિક્સ કરો. અંતે તેમાં એલચીનો પાઉડર અને કાજુ ઉમેરો. ભરણ તૈયાર છે.
  1. હવે લોટ , પાણી અને તેલ વડે ભીના હાથ કરી બરાબર નરમકૂણવી લો.
  2. હવે લોટ ની નાની નાની પુરી બનવી તેની અંદર નારિયેળ નું સ્ટફિંગ ભરી લો અને મોદક જેવા આકાર માં બંધ કરી દો .

તૈયાર કરેલા બધા મોદક ને ભીના કપડાથી ઢાંકેલા રાખો જેથી તે સુકાઈ ની જેથી તેઓ સુકાઈ ન જાય

  • હવે એક ઈડલી  કૂકરમાં ૧ ઇંચ પાણી ભરો, તેમાં એક નાનું સ્ટેન્ડ  મુકો અને તેના પાર ,  નાની થાળી અથવા ચલણીમૂકી દો
  • હવે ચાલણી  કે થાળી   પર કેળાનાં પાન મૂકો. હવે કેળાના પાન પર મોદક મૂકો, દરેક મોદકની આજુબાજુ જગ્યા રાખો જેથી એક બીજા ને અડકે નહિ..
  1. મધ્યમ ગરમી પર 10 મિનિટ માટે સ્ટીમ કરો .

8.મોદાક પીરસવા માટે તૈયાર છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here