Breaking News

મજબૂરીથી થયો હતો મેગીનો આવિષ્કાર પરંતુ હાલમાં વર્ષે કમાઈ છે અધધ આટલાં રૂપિયા….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે બે મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જતી મેગીથી આજે સૌ કોઈ પરિચિત છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી આજે બધા જ તેના દિવાના છે. જોકે આ વાત ઘણાં ઓછા લોકો જ જાણે છે કે મેગીનો જન્મ ક્યારે થયો હતો. 2 મિનિટમાં તૈયાર થઈ જતાં નૂડલ્સને મેગી નામ કોણે આપ્યું? તમામ વિવાદો છતાં પણ તેને બેન કેમ ન કરવામાં આવી. કઈ રીતે મેગી આજે પણ કરોડો લોકોની પસંદ બની છે ચાલો તો જાણીએ મેગી પાછળની આખી કહાની.

મિત્રો તમને જણાવી દઈએ કે સ્વિટ્ઝર્લેન્ડમાં રહેનારા જુલિયસ મેગીએ વર્ષ 1872મા પોતાના નામ પર કંપનીનું નામ મેગી રાખ્યું હતું. જાણકારો જણાવે છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં એ ઇન્ડસ્ટ્રિયલ ક્રાંતિનો સમય હતો. એ સમયે મહિલાઓ લાંબા સમય સુધી ફેક્ટ્રીઓમાં કામ કર્યા બાદ ઘરે જઈને ઓછા સમયમાં ખાવાનું બનાવવાનું થતું હતું. એવા મુશ્કેલ સમયમાં સ્વિસ પબ્લિક વેલફેર સોસાયટીએ જુલિયસ મેગીની મદદ લીધી હતી અને એ રીતે મેગીનો મજબૂરીમાં જન્મ થયો હતો. આ દરમિયાન જુલિયસે આ પ્રોડક્ટનું નામ પોતાના નામ પર રાખી દીધું. આમ તો તેમનું નામ જુલિયસ માઈકલ જોહાનસ મેગી હતું. વર્ષ 1897મા સૌથી પહેલા જર્મનીમાં મેગી નુડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર શરૂઆતમાં જુલિયસ મેગીએ પ્રોટીનથી ભરપૂર ખાવાનું અને રેડિમેડ સૂપ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. આ કામમાં ફિઝિશિયન મિત્ર ફ્રિડોલીન શૂલરે તેમની ઘણી મદદ કરી હતી. 2 મિનિટમાં બનનારી મેગીને લોકોએ ખૂબ પસંદ કરી. વર્ષ 1912 સુધી મેગીને અમેરિકા અને ફ્રાંસ જેવા દેશના લોકોએ હાથો હાથ લીધી, પરંતુ એજ વર્ષે જુલિયસ મેગીનું પણ નિધન થઈ ગયું. તેમના મોતની અસર મેગી પર પણ પડી અને લાંબા સમય સુધી તેમનો વેપાર ધીરે ધીરે ચાલતો રહ્યો. પછી વર્ષ 1947મા નેસ્ટલેએ મેગીને ખરીદી લીધી અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગે મેગીને દરેક ઘરના કિચનમાં પહોંચાડી દીધી.

વર્ષ 1947મા મેગીએ સ્વિટ્ઝર્લેન્ડની કંપની નેસ્લટે સાથે વિલય કર્યું હતું. ત્યારબાદ નેસ્ટલ ઈન્ડિયા લિમિટેડ મેગીને વર્ષ 1984મા ભારત લઈને આવી હતી. એ સમયે કોઈએ વિચાર્યું પણ નહોતું કે મેગી કરોડો લોકોની પસંદ બની જશે, પરંતુ એ સંભવ થયું. મિનિટોમાં બનનારી પ્રોડક્ટ બધાને પસંદ આવી. ઉલ્લેખનીય છે કે નેસ્ટલે ઈન્ડિયા જાહેરાત પર લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, જેમાં મેગીની ભાગીદારી સૌથી વધારે છે. મેગીભારતમાં મોસ્ટ વેલ્યુડ બ્રાન્ડમાંથી એક છે. હકીકતમાં સ્વિટ્ઝરલેન્ડની જાણીતી કંપની નેસ્ટલેની સહયોગી બ્રાન્ડ છે, પરંતુ મોટાભાગના લોકો નેસ્લટને ઓછી મેગીને જ મૂળ બ્રાન્ડ માને છે.

80ના દશકમાં પહેલીવાર નેસલેટએ મેગી બ્રાન્ડ હેઠળ નુડલ્સ લોન્ચ કર્યા હતા, જે શહેરી લોકો માટે નાસ્તાનો સૌથી સારો વિકલ્પ બની ગયો. ભારતમાં કંપનીએ નુડલ્સ સાથે બજારમાં પગલું માંડ્યું. જોકે અહીં બીજા દેશો જેવો ચમત્કાર જોવા ન મળ્યો, પરંતુ સમય સાથે સાથે લાઈફસ્ટાઇલમાં બદલાવ આવવા લાગ્યો અને વર્ષ 1999 બાદ 2 મિનિટમાં તૈયાર થનારી મેગી દરેક ઘરના કિચનની જરૂરત બનવા લાગી.

મેગી બ્રાન્ડ હેઠળ નેસ્લેટએ ઘણી બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરી. તેમાં સૂપ, ભુના મસાલા, મેગી કપ્પા મેનિયા ઇન્સટેન્ટ નુડલ્સ જેવા પ્રોડક્ટ છે. ભારતમાં મેગીના 90 ટકા પ્રોડક્ટ ખાસ રીતે ભારતની વિવિધતા ભરી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા છે અને તે બાકી દુનિયામાં નથી મળતા. ભારતમાં નેસ્લેટ ગ્રૂપના કુલ નફામાં મેગી બ્રાન્ડની લગભગ 25 ટકા ભાગીદારી થઈ ચૂકી છે અને વાર્ષિક આંકડો લગભગ 1000 કરોડ રૂપિયાથી વધારે પહોંચી ચૂક્યો છે. હવે આ બજારમાં અડધો ડઝન નવા બ્રાન્ડ આવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના રિટેલ ચેનના પોતાની બ્રાન્ડ છે.

આ કંપનીની શરૂઆત 1884 માં સ્વિટ્ઝર્લલેન્ડમાં થઈ હતી, જ્યારે જુલિયસ મેગીએ તેના પિતાની મીલ સંભાળી હતી. તે ઝડપથી ઔદ્યોગિક ખાદ્ય ઉત્પાદનનો અગ્રણી બન્યો, જેનો હેતુ મજૂર પરિવારોના પોષક તત્વોનું પ્રમાણ વધુ છે. મેગ્ગી એ સૌ પ્રથમ બજારમાં પ્રોટીનયુક્ત લેગ્યુમેલ્સ લાવ્યો, અને 1886 માં ફણગા ભોજન પર આધારીત તૈયાર સૂપ બનાવ્યો.

તે પછી જુલિયસ મેગીએ બ્યુલોન કોન્સન્ટ્રેટ્સ રજૂ કર્યા, પ્રથમ કેપ્સ્યુલ્સમાં, પછી ક્યુબ્સમાં. 1897 માં, જુલિયસ મેગીએ જર્મનીના સિંજેનમાં મેગી જીએમબીએચએચ નામની કંપનીની સ્થાપના કરી.1947 માં, માલિકી અને કોર્પોરેટ બંધારણમાં કેટલાક ફેરફારો બાદ, મેગીની હોલ્ડિંગ કંપની નેસ્લે કંપનીમાં ભળી ગઈ, નેસ્લે-એલિમેન્ટાના એસ.એ.ની રચના, હાલમાં તેના ફ્રેન્કોફોન હોમ બેઝમાં નેસ્લે એસ.એ.

મેગી, જેને આપણે ‘ટૂ મિનિટ નૂડલ્સ’ નામથી ઓળખીયે છીએ, આજે વિશ્વભરના લોકોમાં સૌથી વધારે ફેવરિટ છે. ભારતમાં પણ મેગીના દિવાનાઓની સંખ્યા ઘણીબધી છે. જેમને જમવાનું બનાવતા નથી આવડતું તે લોકો આ ઝટપટ મેગી બનાવીને પોતાનું પેટ ભરી લે છે, પરંતુ શું તમે જાણો છો કે મેગી જે આજે ખૂબ જ પ્રચલિત છે તેનો ઇતિહાસ શું છે અને તેનું નામ મેગી કેવી રીતે પડ્યું. આ લગભગ 123 વર્ષ જૂની વાત છે. આમ તો ભારતમાં મેગીની કહાની વર્ષ 1983માં શરૂ થઇ હતી. નેસ્લે ઇન્ડિયા લિમિટેડે ભારતમાં મેગી નૂડલ્સને લૉન્ચ કરી હતી, પરંતુ આ પહેલા વિદેશમાં તે ખૂબ જ પ્રચલિત હતી. વર્ષ 1897માં સૌથી પહેલા જર્મનીમાં મેગી નૂડલ્સ રજૂ કરવામાં આવી હતી.

મેગી નૂડલ્સ બનાવનારનું નામ જૂલિયસ માઇકલ જોહાનસ મેગી હતું. જે સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી હતા. તેમના નામ પરથી જ મેગીનું નામ મેગી પડ્યું હતું. તેને બનાવવા પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે. હકિકતમાં, વર્ષ 1884માં જૂલિયસે લોટમાંથી બનતા ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યુ હતું. પરંતુ આ તેમનો બિઝનેસ ખાસ આગળ ન વધી શક્યો. ત્યારબાદ વર્ષ 1886માં તેમણે વિચાર્યુ કે તેઓ કોઇ એવી ખાદ્ય વસ્તુ બનાવે જે જલ્દી બની જાય. બસ અહીંથી જ મેગીની શરૂઆત થઇ. ધીમે ધીમે જૂલિયસની મેગીએ બજારમાં પોતાની ઓળખ બનાવી લીધી. તે સમયે સ્વિટ્ઝરલેન્ડની સરકારે પણ આ કામમાં તેમની મદદ કરી હતી.

જૂલિયસે મેગી ઉપરાંત પણ કેટલાય પ્રકારના ફ્લેવરવાળા સૂપને પણ બજારમાં લાવવાની શરૂઆત કરી અને તે બધા ઘણા લોકપ્રિય થયા હતા. વર્ષ 1912 સુધીમાં જૂલિયસ મેગીના ઉત્પાદનોએ અમેરિકા અને ફ્રાન્સ જેવા કેટલાય દેશમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. જો કે તેમના અવસાન બાદ મેગીના ઉત્પાદનમાં થોડોક ફરક જોવા મળ્યો, પરંતુ મેગીની લોકપ્રિયતા બની રહી. ત્યારબાદ વર્ષ 1947માં નેસ્લેએ ‘મેગી’ને ખરીદી લીધું ત્યારથી મેગી ભારતમાં પણ પ્રચલિત છે અને ઘરે-ઘરે લોકોની પસંદ બની ગઇ છે.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …