મહિલા સૂઈ રહી હતી પ્રાઇવેટ ભાગ પર આવીને કરડ્યો મકોડો, ત્યાર બાદ પ્રાઇવેટ ભાગમાં એવું થયું કે મહિલાથી રેવાયું નહિ.

0
980

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં કેવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે આજે મિત્રો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને પ્રાઇવેટ ભાગ પર મકોડો કરડી ગયો હતો જેથી તે મહિલાને પ્રાઇવેટ ભાગ પર સોજો આવી ગયો હતો ત્યાર બાદ મહિલાએ ટ્યુબ લગાવી અને પછી એવું થયું કે મહિલાથી રેવાયુ નહિ અને ઉપડી ગઈ ડોકટર પાસે જાણો પછી શું થયું.

સવાલ: હું ૨૭ વર્ષની પરિણીતા છું. પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ, પીઠ, ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે. ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે. મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું, પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? હું સંયુક્ત કુટુંબમાં રહું છું. એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી. છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે. અત્યારે મારું વજન ૪૫ કિલો છે.

જવાબ:સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો. તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે. રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે.જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી. મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

સવાલ: હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.

જવાબ:જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ.કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

સવાલ:મારા પતિની સમસ્યા એ છે કે તેમને જનનાંગના આગળના ભાગમાં ત્વાચાની નીચે સફેદ રંગનો ઘટ્ટ પદાર્થ જામી જાય છે. જો તેને સાફ કરી નાખવામા આવે તો સ્થિતિ સામાન્ય થઈ જાય છે નહીંતર ખૂબ બળતરા થાય છે અને થોડી વાસ પણ આવે છે. આ સમસ્યાથી અમે બંને પરેશાન છીએ. તેમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય બતાવો.

ઉત્તર: આ સફેદ દુર્ગંધયુક્ત પદાર્થ જેને કારણે તમે ચિંતિત છો તે સ્મેગમા છે. હકીકતમાં આ એક પ્રકારનો શિશ્ન મળ છે, જે તે ભાગની સપાટી પરના કુદરતી રીતે તૂટતા કોષમાંથી બને છે.આનાથી છુટકારો મેળવવા માટેની સૌથી સરળ રીત એ છે કે પતિ દરરોજ સ્નાન કરતી વખતે શરીરના બીજા અંગોની જેમ જનનાંગની સ્વચ્છતા તરફ પણ પૂરું ધ્યાન આપે. આટલી સાવધાની રાખશો તો જરૂર આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

પ્રશ્ન: હું ત્રણ બાળકોની માતા છું. લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા. આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો. તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું. તેમની સાથે ઝઘડું છું. પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ. પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી. શું આખી જિંદગી આમ જ વીતશે.

ઉત્તર: જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા, પરંતુ તેમણે એવું નથી કર્યું. તમને બધું જણાવી દીધું છે. ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો.આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે. તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે. કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય. તેથી દિયરના ઘરે ઓછા જાવ. પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી. જેમ બને તેમ ગૃહક્લેશથી બચો. તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે. તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

પ્રશ્ન: હું ૧૭ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. મેં મારો મત વ્યક્ત નથી કર્યો. આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે, પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.

ઉત્તર: તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે. યોગ્ય-અયોગ્ય સમજે છે. તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે. આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે. યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.

પ્રશ્ન: હું ૪૧ વર્ષનો યુવક છું. સ્ટીલ પ્લાન્ટમાં અધિકારી છું તથા સંયુક્ત કુટુંબમાં રહું છું. મારી સમસ્યા એ છે કે જ્યાં પણ લગ્નની વાત ચાલે છે ત્યાં છોકરી અલગ રહેવાની શરતે લગ્ન માટે સંમત થાય છે. મારા કુટુંબની આવક એટલી નથી કે હું તેમને છોડીને અલગ ગૃહસ્થી વસાવવાનું વિચારી શકું. શું કોઈ એવી છોકરી નહીં મળી શકે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય.

ઉત્તર:પ્રયત્ન કરવાથી તમને એવી છોકરી મળી શકે છે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. લગ્ન પહેલાં પોતાની સંમતિ આપ્યા પછી પણ તે સંયુક્ત કુટુંબમાં નિભાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. વળી, સાથે રહેવું અને અન્ય કુટુંબીજનોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવી પણ શક્ય નથી.તમારા માટે યોગ્ય એ જ રહેશે કે દરેક પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર નીકળીને તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો. આમ પણ ઘણી ઉંમર થઈ ગઈ છે. શરત મનાવવાના ચક્કરમાં વધારે મોડું ન કરો નહીંતર લગ્ન થવા મુશ્કેલ થઈ જશે. તમે ઘરનાથી અલગ ન રહીને પણ આર્થિક રીતે તેમને મદદ કરી શકો છો.

સવાલ:મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે. અમને બે બાળકો છે. અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે. અમારા એક મિત્ર છે. એમની ઉંમર ૩૭ વર્ષની છે અને એમની પત્નીની ઉંમર ૩૪ વર્ષની છે. અમને ચારેયને ‘ફોર અ ચેન્જ’ પાર્ટનર ચેન્જ કરીને સમાગમ કરવાનું થાય છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે.

જવાબ:આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી. ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી. લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી. એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા. શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, આ શું છે ઋષિ ઉદ્દાલકે કહ્યું, આ ગોધર્મ છે, ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.

શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી. ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે અલબત્ત નિર્ણય લેતાં પહેલાં ત્રણ ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે. આ ત્રણ ‘આર’ છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ. તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે. પણ રાઈટની જોડે રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) રહેલી છે.અજાણી વ્યક્તિ જોડે સમાગમ કર્યાં પછી કોઈ બીમારી તો નહીં લાગે ને!

એઈડ્સ જેવી ખતરનાક બીમારીને નોતરું તો નહીં આપી બેસું ને! આ કામ કર્યા પછી મારાં બાળકોને કે કુટુંબમાં ખબર પડી જશે તો? જેની જોડે સમાગમ કર્યો એ વ્યક્તિ બીજા એના મિત્રોને કહી દેશે તો? આ વિશેની કોઈ ભાવના કે હીનભાવના મને પાછળથી સતાવશે તો નહીં? આ બધા પ્રશ્નો સમજી વિચારીને પછી જ વ્યવસ્થિત રીતે આગળ વધવું જોઈએ. રાઈટ અને રિસ્પોન્સિબિલિટી સાથે રિસ્પેક્ટ (માન, આદર) પણ હોવો જરૃરી છે.આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં? આ ત્રણેય ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે.

નોંધ : એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ શયનખંડમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોન આવે એ સ્વાભાવિક છે. પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ. આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે. સંવનન (સંભોગ પહેલાંની ગતિવિધિ)નો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે.

સવાલ:હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે.

જવાબ:બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.

સવાલ:પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો.સવાલ:પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. તુષાર શુકલએ બહુ સુંદર લખ્યું છે કે પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.