મહાભારતના યુદ્ધમાં એક કૌરવ જીવીત બચી ગયો હતો?, ધૃતરાષ્ટ્રના અવૈધસંબંધથી જન્યો હતો પુત્ર આ,શુ તમે જાણો છો,જાણો રહસ્ય?.

0
45

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે મહાભારત કાળમાં કૌરવ અને પાંડવ વચ્ચે લડાયેલા યુદ્ધ પહેલાથી જ ધૃતરાષ્ટ્ર અને પાંડુ વચ્ચે સિંહાસનને લઈને શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. બંને ભાઈઓની ઈચ્છા હતી કે તેનો પુત્ર હસ્તિનાપુરના ઉત્તરાધિકારી બને. પરંતુ સિહાંસન પર બેસવા માટે આ શરત એ વાત પર નિર્ભર કરે છે કે બંને રાજાઓમાંથી જેનો પુત્ર પહેલા જન્મે તે જ હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી બનશે?

મિત્રો તમને જણાવી દઈએ કે બંને ભાઈઓમાં ધૃતરાષ્ટ્ર મોટા હતા અને તેના લગ્ન ગાંધારી સાથે થયા હતા. પરંતુ લગ્નના કેટલાક સમય બાદ પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કોઈ સંતાન ન હતા. જ્યારે પાંડુના લગ્ન કુંતી સાથે થવાના હતા. જેથી એ વાત નક્કી હતી કે લગ્ન બાદ તેના સંતાન જન્મ લેશે. જેથી જો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના સંતાન પહેલા તેના સંતાનનો જન્મ થાય તો હસ્તીનાપુરના સિંહાસન પર તેને બેસાડવામાં આવે,.

લગ્નના આટલા સમય બાદ પણ સંતાન ન થતાં અને સિંહાસન હાથમાંથી જતુ રહેવાના ભયમાં ધૃતરાષ્ટ્રએ વ્યાકુળ થઈને એક દાસી સાથે અવૈધ સંબંધ બનાવ્યા હતા. જેના થકી તેને એક પુત્ર થયો હતો. ધૃતરાષ્ટ્રની તે દાસી અવૈધ સંબંધથી બાળકને જન્મ આપવાની હતી તે સમયે જ ગાંધારી પણ ગર્ભવતી હતા. તેને સંતાનના રૂપમાં માંસના ટુકડાને જન્મ આપ્યો હતો.સંતાનના રૂપમાં માંસના ટુકડા જોઈને ધૃતરાષ્ટ્ર સામે પૂરી હકિકત આવી ગઈ હતી. જેથી ધૃતરાષ્ટ્રએ ગાંધારીને દાસી દ્વારા જન્મેલા પુત્ર વિશેની હકિકત જણાવી હતી. કળશમાં રહેલા માંસના ટુકડામાંથી સૌથી પહેલા દુર્યોધનનો જન્મ થયો હતો. દુર્યોધન બાદ દુશાસનનો જન્મ સમયે દાસીએ એક પુત્રને જન્મ આપ્ય હતો.

અવૈધ સંબંધને લઈને ધૃતરાષ્ટ્રની દાસીથી જે પુત્રનો જન્મ થયો તે વિકર્ણના નામથી ઓળખાયો હતો. તે દાસી પુત્ર હોવા છતાં તેને કૌરવોની જેમ જ રાજકુમારના તમામ હકો વિકર્ણને આપવામાં આવ્યા હતા. વિકર્ણ જ એક માત્ર કૌરવ હતો કે જેને મહાભારતના યુદ્ધામાં પાંડવો તરફથી યુદ્ધમાં ભાગ લીધી હતો. જેથી તે જીવીત બચી ગયો હતો.મહાભારત કાળમાં થયેલા કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધનું મુખ્ય કારણ દ્રોપદીનું ચીરહરણ હતું. ચીરહરણ સમયે વિકર્ણ જ એક એવો કૌરવ હતો કે જેને દુર્યોધન અને દુશાસનના કૃત્યની નિંદા કરી હતી અને આખી ઘટનાનો વિરોધ કર્યો હતો. તેના ભાઈઓ અધર્મના રસ્તા પર ચાલતા હતા અપણ વિકર્ણ એક જ હતો કે જે ધર્મના રસ્તા પર ચાલતો હતો.

મહાભારત વિષે તો તમે બધા જાણતા જ હશો. કૌરવો, પાંડવો, શ્રીકૃષ્ણ, હસ્તિનાપુર, કુરુક્ષેત્ર, સૂર્યપુત્ર કર્ણ આ બધા નામ તમે ક્યાંકને ક્યાંક વાંચ્યા અથવા સાંભળ્યા હશે. મહાભારતમાં ભાઈઓ વચ્ચે થયેલા યુદ્ધની ગાથા જણાવાઈ છે. એમાં મુખ્ય વિષે તમે ટીવી સીરીયલોમાં જોયું હશે. અને મહાભારત અનુસાર રાજા ઘૃતરાષ્ટ્ર અને એમની પત્ની ગાંધારીના 100 પુત્ર હતા, એ વાત તો બધા જાણે છે. એમના જન્મ કેવી રીતે થયા અને એમના નામ શું હતા, એ ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને એ જ જણાવી રહ્યા છે.

આવી રીતે થયો કૌરવનો જન્મ એકવાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા. ગાંધારીએ એમની ઘણી સેવા કરી. એમની સેવાથી પ્રસન્ન થઈને એમણે ગાંધારીએ સો પુત્ર થવાનું વરદાન આપ્યું. સમય પર ગાંધારીને ગર્ભ રહ્યો અને તે બે વર્ષ સુધી પેટમાં જ રહ્યો. એનાથી ગાંધારી ગભરાઈ ગઈ અને પોતાનો ગર્ભ પડાવી નાખ્યો. ત્યારબાદ પેટ માંથી લોખંડનો એક માંસ પિંડ નીકળ્યો. મહર્ષિ વેદવ્યાસે યોગદૃષ્ટિથી આ જોઈ લીધું, ત્યારબાદ તેઓ તરત ગાંધારી પાસે આવ્યા.એમણે ગાંધારીને એ માંસ પિંડ પર પાણી છાંટવાનું કહ્યું. પાણી છાંટતા જ એ પિંડના 101 ટુકડા થઈ ગયા. ત્યારે વ્યાસજીએ ગાંધારીને કહ્યું કે આ માંસ પિંડોને ઘી થી ભરેલા કુંડામાં નાખી દો અને એમને બે વર્ષ પછી ખોલજો. સમય આવવા પર એ કુંડામાંથી પહેલા દુર્યોધન અને પછી ગાંધારીના 99 પુત્ર અને એક કન્યા ઉત્પન્ન થઈ.

એમના નામ આ રીતે છે,1. દુર્યોઘન, 2. દુઃશાસન, 3. દુસ્સહ, 4. સુશ્શલ, 5. જલસંધ, 6. સમ, 7. સહ, 8. વિંદ, 9. અનુવિંદ, 10. દુદ્રઘર્ષ, 11. સુબાહુ, 12. દુષ્પ્રઘર્ષણ, 13. દુર્મુર્ષળ, 14. દુર્મુખ, 15. દુષ્કર્ણ, 16. કર્ણ, 17. વિવિંશતિ, 18. વિકર્ણ, 19. શલ, 20. સત્વ, 21. સુલોચન, 22. ચિત્ર, 23. ઉપચિત્ર, 24. ચિત્રાક્ષ, 25. ચારુચિત્ર, 26. શરાસન, 27. દુર્મુદ, 28. દુર્વિગાહ, 29. વિવત્સુ, 30. વિકટાનન, 31. ઊર્ણનાભ, 32. સુનાભ, 33. નંદ, 34. ઉપનંદ , 35. ચિત્રબાણ, 36. ચિત્રવર્મા, 37. સુવર્મા, 38. દુર્વિમોચન, 39. આયોબાહુ, 40. મહાબાહુ, 41. ચિત્રાંગ, 42. ચિત્રકુંડલ, 43. ભીમવેગ, 44. ભીમબલ, 45. બલાકી, 46. બલવદ્રધન, 47. ઉગ્રાયુધ, 48. સુષેળ, 49. કુણ્ડધાર, 50. મહોદર.

51. ચિત્રાયુધ, 52. નિષંગી, 53. પાશી, 54. વૃંદારક, 55. દૃઢવર્મા, 56. દૃઢક્ષત્ર, 57. સોમકીર્તિ, 58. અનુદર, 59. દૃઢસંઘ, 60. જરાસંઘ, 61. સત્યસંઘ, 62. સદઃસુવાક, 63. ઉગ્રશ્રવા, 64. ઉગ્રસેન, 65. સેનાની, 66. દુષ્પરાજય, 67. અપરાજિત, 68. કુણ્ડશાયી, 69. વિશાલાભ, 70. દુરાધર, 71. દૃઢહસ્ત, 72. સુહસ્ત, 73. બાતવેગ, 74. સુવર્ચા, 75. આદિત્યકેતુ, 76. બહ્વાશી, 77. નાગદત્ત, 78. અગ્રયાયી, 79. કવચી, 80. ક્રથન, 81. કુળદી, 82. ઉગ્ર, 83. ભીમરથ, 84. વીરબાહુ, 85. અલોલુપ, 86. અભય, 87. રૌદ્રકર્મા, 88. દૃઢરથાશ્રય, 89. અનાધૃષ્ય, 90. કુણ્ડભેદી, 91. વિરાવી, 92. પ્રમથ, 93. પ્રમાથી, 94. દીર્ઘરોમ, 95. દીર્ઘબાહુ, 96. મહાબાહુ, 97. વ્યૂઢોરસ્ક, 98. કનકધ્વજ, 99. કુણ્ડાશી, 100. વિરજા. કૌરવોની બહેનનું નામ હતું દુઃશલા.