કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
મા મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
ખાસ વાત એ છે કે માના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે.કબરાઉ મોગલધામમાં મણિધર બાપુ બિરાજમાન છે જે મા મોગલના ઉપાસક છે, જેમને લોકો ચારણઋષિ કહે છે.
મંદિરે મા મોગલના દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે.કહેવાય છે કે મા મોગલના ધામમાં માનતા રાખવાથી માનતા પરિપૂર્ણ થાય જ છે આવા તો એક નહીં અનેક દાખલા છે,મા મોગલે ભક્તોના દુ:ખડા દૂર કર્યા છે.
થોડા સમય પહેલા રાજકોટથી મારુતભાઈ નામનો એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યો. 45,000 હજાર રૂપિયાની માનતા હતી.
તેમણે તે પૈસા મણિધર બાપુ ને આપ્યા ત્યારે બાપુ એ પૂછ્યું શું માનતા હતી ત્યારે તેમણે જણાવ્યુ કે, પિતા અને ભાઈ તબિયત સારી રહેતી ન હતી. બંનેની તબીયત સારી થઈ જાય માટે માનતા રાખી હતી.
આટલું સાંભળતા મણિધર બાપુએ કહ્યું કે,બેટા તારું કામ થઈ ગયું. મા મોગલે તારી માનતા સ્વીકારી છે. માનતા પૂર્ણ કરી આ ભક્તે તેમના પરિવાર સાથે મણિધર બાપુ અને મોગલ માના આશીર્વાદ લીધા.