લોટમાં ભેળવીદો માત્ર આ એક વસ્તુ શરીરને મળેશે જબરજસ્ત શક્તિ, આજેજ જાણીલો ફટાફટ……

0
333

જો આપણો ખોરાક સાદો અને પૌષ્ટિક હોય, અને આપણે તેને સમયસર નિયમબદ્ધ ખાતા હોઈએ તો પાચનનની કોઈ સમસ્યા ઊભી થવાનો પ્રશ્ન જ ન રહે. પરંતુ એવું બનતું નથી. પહેલાંની જેમ સાદો અને પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે બજારમાં મળતી અને પૌષ્ટિક હોવાનો દાવો કરતી વાનગીઓ આપણે ખાવા લાગ્યા છે. દોડધામભરી જીવનશૈલીના કારણે જમવાનો કોઈ સમય સચવાતો નથી. સમય-કસમયે ખોરાક ખાવાથી પાચનની સમસ્યાઓ માથું ઊંચકે છે.ભૂખ લાગ્યા ૫છી લાંબા સમયે ખોરાક લઈએ તો એસીડીટી થઈ શકે.

ખોરાક લેતાં પહેલાં એકાદ ગ્લાસ પાણી ન પીધું હોય અને ખોરાક લીધાના અડધા કલાક પછી પણ પાણી ન પીધું હોય તો ખોરાકનું પાચન અવરોધાય અને અપચો કે ગેસ થઈ જાય છે.આજકાલ નબળી જીવનશૈલી અને ખોટું ખાવા પીવાની કારણે, મોટાભાગના લોકોને પેટની ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય છે. પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યાને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કોઈ કામ કરવામાં વાંધો નહીં આવે. તો આજે અમે તમારા માટે આવી જ એક વસ્તુ લાવ્યા છીએ, જે રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરવાની છે. આ લોટમાંથી બનાવેલી રોટલીનું સેવન કરવાથી ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.

જરૂરી સામગ્રી :પેટના ગેસ અને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આપણે બજારમાં જવું પડશે અને કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી ઓટ્સ પાવડર લાવવો પડશે.ઉપયોગની રીત :જો તમે પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો રોટલી બનાવતી વખતે લોટમાં ઓટસ પાવડર નાખો અને આ લોટથી રોટલી બનાવો અને ખાઓ.દરરોજ આ કરવાથી તમારી પાચક શક્તિ મજબૂત થશે. ખૂબ જ જલ્દીથી તમે પેટની ગેસ અને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવશો.

કબજિયાત શું છે ?કબજિયાત, પાચન તંત્ર ની એ સ્થિતિ ને કહે છે જેમાં કોઈ વ્યક્તિ (કે જાનવર) નું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગ માં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે. સામાન્ય આવૃતિ અને અમાશયની ગતિ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે. એક સપ્તાહ માં ૩ થી ૧૨ વખત મળ નિષ્કાસનની પ્રક્રિયા સામાન્ય માનવામાં આવે છે.

તેને દૂર કરવાના ઉપાયો :રેશાયુક્ત ભોજન નું અત્યધિત સેવન કરવું, જેમ સાબૂત અનાજતાજા ફળ અને શાકનું અત્યધિક સેવન કરવું.પર્યાપ્ત માત્રામાં પાણી પીવું.વધુ સમસ્યા થતા ચિકિત્સક ની સલાહ લેવી જોઈએખાવામાં આ વસ્તુઓ લો જેથી પેટ જાતે જ સાફ થઈ જશે :મીઠું – નાની હરડે અને કાળું મીઠું સમાન માત્રા માં મેળવી પીસી લો. નિ‍ત્‍ય રાત્રે આની બે નાની ચમચી ગરમ પાણી સાથે લેતા દસ્‍ત સાફ આવે છે.ઈસબગોલ – બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્‍ત સાફ આવે છે. કેવળ સાકર અને ઈસબગોલ મેળવી પલાળ્યા વિના પણ લઈ શકાય છે.

ચણા – કબજિયાત વાળા માટે ચણા ઉપકારી છે. આને ભીંજાવી ખાવા શ્રેષ્‍ઠ છે. જો‍ ભીંજાવેલા ચણા ન પચે તો ચણા ને ઉકાળી નમક આદુ મેળવી ખાવા જોઈએ. ચણાના લોટની રોટલી ખાતા કબજિયાત દૂર થાય છે. આ પૌષ્ટિક પણ છે. કેવળ ચણા ના લોટની રોટલી સારી ન લાગે તો ઘઉં અને ચણા મેળવી રોટી બનાવી ખાવી પણ લાભદાયક છે. એક કે બે મુઠી ચણા રાત્રે પલાળી દો. પ્રાત: જીરું અને સૂંઠ પીસી ચણા પર નાખી ખાવ. કલાક બાદ ચણા ભીંજવેલ પાણી ને પણ પી લો. આનાથી કબજિયાત દૂર થશે.

લીંબુ – લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ‍ માં લેતા દસ્‍ત સાફ આવે છે. લીંબુ નો રસ અને સાકર પ્રત્‍યેક ૧૨ ગ્રામ એક ગ્લાસ પાણીમાં મેળવી રાત્રે પીતા અમુક જ દિવસોમાં જુના માં જુનો કબજિયાત દૂર થઈ જાય છે.નારંગી – સવારે નાસ્તામાં નારંગી નો રસ ઘણાં દિવસો સુધી પીતા રહેવાથી મળ પ્રાકૃતિ‍ક રૂપે આવવા લાગે છે. આ પાચન શક્‍તિ‍ વધારે છે.મેથી – ના પાનનું શાક ખાવાથી કબજિયાત દૂર થઈ જાય છે.ઘઉં ના જ્વારાનો રસ લેવાથી કબજિયાત નથી રહેતી.ધાણા – સૂતા સમયે અડધી ચમચી પીસેલી વરિયાળીની ફાંકી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

તજ – સૂઠ, એલચી જરા મેળવી ને ખાતા રહેતા લાભ થાય છે.ટામેટા કબજિયાત દૂર કરવા માટે અચૂક દવા નું કામ કરે છે. અમશય આંતરડા માં જમા મળ પદાર્થ કાઢવામાં અને અંગોં ને ચેતનતા પ્રદાન કરવામાં ખૂબ મદદ કરે છે. શરીર ના આંતરિક અવયવોં ને સ્‍ફૂર્તિ‍ દે છે.આપણામાંથી મોટા ભાગના લોકોને પેટની તકલીફ જેવી કે ગેસ, એસિડિટી, અપચો કે પેટ ફૂલી જવાની સમસ્યા થતી હશે. અમુક ઘરેલુ ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી દૂર રહી શકો છો. તો ચાલો, તેને લગતા બીજા અન્ય ઉપાયો જોઈએ.

કાકડી :કાકડીમાં ફાઇબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે, જે પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એસિડિટી, અપચો અને કબજિયાત માટે કાકડી રામબાણ ઇલાજ થઇ શકે છે. કાકડી ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી પણ દૂર રહી શકો છો. તે ખાવાથી પેટમાં એસિડ રિફ્લેક્સ પણ નોર્મલ થઇ જતું હોય છે, જે કારણે એસિડિટીની સમસ્યા પણ નથી થતી. માટે રોજ બપોરના ભોજન સમયે કાકડી ચોક્કસ ખાવી. તમે કાકડી બીજા સમયે પણ ખાઇ શકો, પણ ધ્યાન રાખવું કે ખાલી પેટે તે ન ખાવી.

કેળાં :કેળાંમાં કેટલાંય એવાં પોષક તત્ત્વ છે જે શરીરની સાથે સાથે પેટના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. અપચાની અને ગેસની સમસ્યા માટે કેળાં લાભદાયી છે. કેળાંમાં રહેલું પોેટેશિયમ અને એન્ટિ ઓક્સિડેન્ટ પેટમાં વધી જતાં એસિડને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે. પેટમાં એસિડનો સ્ત્રાવ વધતાં આપણે એસિડિટીની સમસ્યાથી પીડાવું પડે છે, પણ રોજ બે કેળાં ખાવામાં આવે તો સ્ત્રાવ કંટ્રોલમાં આવે છે. કેળાં ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. માટે તે જરૂરથી ખાવાં જોઇએ.

તરબૂચ :ગરમીની સિઝનમાં તરબૂચનું સેવન અચૂક કરવું જોઇએ. તે શરીરને હાઇડ્રેટ રાખવાની સાથેસાથે ઘણી સમસ્યાથી પણ બચાવે છે. તરબૂચમાં ફાઇબર અને લાઇકોપીન નામનાં તત્ત્વ હોય છે, જે પેટની તકલીફથી શરીરને દૂર રાખે છે. ખાસ કરીને એસિડિટી, અપચો, કબજિયાત જેવી સમસ્યા તરબૂચ ખાવાથી દૂર રહે છે. વળી તરબૂચમાં ૮૮ ટકા પાણી રહેલું હોય છે, જેનાથી શરીર ડિહાઇડ્રેટ નથી થતું.

નારિયેળ પાણી :પેટ માટે નારિયેળ પાણી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમને પેટની ગરમી હોય તો નારિયેળ તેના માટે શ્રેષ્ઠ ઔષધ સાબિત થશે. પાચનશક્તિ મજબૂત કરવા માટે પણ નારિયેળ પાણી લાભદાયી છે, તેમજ એસિડિટી માટે પણ તે ગુણકારી છે. રોજ એક નારિયેળનું પાણી અચૂક પીવું જોઈએ.

લીંબુ અને મધ :રોજ સવારે ઊઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુ નાખીને તે પાણી પીવું જોઇએ. આ ઉપાય અજમાવવાથી તમને કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. મધ અને લીંબુવાળું ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, શરીરમાં જમા થતો કચરો દૂર થાય છે, શરીરમાં જમા થતાં ઝેરી પદાર્થ અને કચરો દૂર થવાથી ઓવરઓલ શરીરની હેલ્થ પણ સારી રહે છે.નોંધઃ મધ અને લીંબુવાળા ગરમ પાણી સિવાય ઉપર જણાવેલી કોઇપણ વસ્તુ સાવ ખાલી પેટે ન લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here