લોકડાઉનમાં કંગાલ થઈ ગયાં આ કલાકારો,નથી રહ્યો એકપણ રૂપિયો.

0
17

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વર્ષ ૨૦૨૦ હવે ખત્મ થવા પર જ છે. આ વર્ષ મનોરંજન જગતના ઘણા કલાકારો માટે આર્થિક સંઘર્ષથી ભરેલું રહ્યું છે. અહિયાં અમે તમને એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છે, જેમને આ વર્ષે ઘણી વસ્તુઓ માટે બીજા સામે હાથ ફેલાવવા પડ્યા છે

સોનલ વેન્ગુરલેકર.લોકડાઉન દરમિયાન સોનલને એટલી મોટી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો કે એમના ડ્રાઈવર સુધીનાને એમની મદદ કરવાની નોબત આવી ગઈ હતી. સોશ્યલ મીડિયામાં એમણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે લોકડાઉન સમયે આર્થિક સમસ્યાઓએ એમને કેવી રીતે ઘેરી લીધી હતી. .ટીવી સીરીયલ યે તેરી ગલિયાના પ્રોડ્યુસર પર એમણે પેન્ડીંગ પેમેન્ટ ના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે ડ્રાઈવરની સ્થિતિ પૂછવા માટે જયારે એમણે એને ફોન કર્યો હતો, ત્યારે ડ્રાઈવરે એમની આર્થિક સ્થિતિ ઠીક નથી એ જાણીને એમને ૧૫૦૦ રૂપિયાની મદદ કરી હતી.

આશિષ રોય.આશિષ રોય, કે જે સસુરાલ સીમર કા માં જોવા મળ્યા હતા, એ હોસ્પિટલના ખર્ચથી હેરાન થઇ ગયા હતા. મે મહિનામાં એમણે જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે એમની આર્થિક સમસ્યા વધી ગઈ છે. એમને કામ ન હતું મળતું. હોસ્પિટલનું બીલ એટલું વધી ગયું કે હવે એ ઈલાજ કરાવી શકે એમ નથી. બીમારીને લીધે આશિષ રોયનું નિધન પણ થઇ ગયું.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેમને ઇલાજ માટે પૈસાથી સખત જરૂર હતી. તેમને ડોક્ટર્સે એવુ કહી દીધુ હતુ કે જો તેમણે પૈસા જમા ન કરાવ્યા તો ઇલાજ પણ નહી થઇ શકે. આશિષ મદદ માંગ્યા બાદ એક સ્ટુડન્સ સિવાય તેમની કોઇએ પણ મદદ કરી ન હતી. કોઇએ પણ તેમને સહાયતા કરી ન હતી. મજબૂર આશિષ રોયને ઇલાજ વગર જ ઘરે જવુ પડ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે તે ખૂબ કમજોર ફિલ કરી રહ્યા છે.

તેમના ઘરે એક નોકર છે જે તેમની દેખરેખ કરી રહ્યો છે. તેમની મોટી બહેન પણ કોલકાતામાં છે જે લૉકડાઉનના લીધે તેમને મળવા આવી શકી નથી. આશિષને 24 મેના રોજ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. તેમનુ બિલ 2 લાખ રૂપિયા આવ્યુ હતુ જે તેમણે જેમ તેમ કરીને ચૂકવ્યુ હતુ. હાલ પણ તેમનુ ડાયાલિસીસ ચાલી રહ્યું છે. તેમને એકાંતરે હોસ્પિટલ જવુ પડે છે.

નૂપુર અલંકાર.આ અભિનેત્રી ઇસ પ્યાર કો ક્યા નામ દૂ, તંત્ર અને સ્વરાગીની જેવી સીરીયલમાં કામ કરતી જોવા મળી ચુકી છે. લોક ડાઉન સમયે એમને પણ આર્થિક તંગીથી હેરાન થવું પડ્યું, પુણે એન્ડ મહારાષ્ટ્રને ઓપરેટીવ બેન્કને નુકસાન જતા નૂપુરની બધી બચત ડૂબી ગઈ. પોતાની માં ના ઈલાજ માટે એમને પૈસાની જરૂરત હતી. એવામાં એમની નિકટની મિત્ર રેણુકા શહાણેએ એમની મદદ કરી હતી. ફેસબુક પર એક મેસેજ પોસ્ટ કરીને એમણે નૂપુર માટે મદદ ઓન માંગી, એ પછી નૂપુર એમનો આભાર કહેતા પણ જોવા મળી હતી.

તાજેતરમાં જ ઘણા ટીવી કલાકારોએ તેમની આર્થિક મુશ્કેલીઓને કારણે સોશિયલ મીડિયા ઉપર મદદ માટે વિનંતી કરી ચુક્યા છે. આ કડીમાં રેણુકા શહાણેએ ફેસબુક ઉપર એક પોસ્ટ લખી હતી અને તેની મિત્ર ટીવી અભિનેત્રી નૂપુર અલંકારની મદદ માટે વિનંતી કરી હતી. રેણુકાની આ વિનંતી પછી અક્ષય કુમાર તેની મદદ માટે આગળ આવ્યા. ચાલો જાણીએ આખી બાબત શું છે…

હકીકતમાં, નૂપુર અલંકારની માતા બીમાર હતી અને તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે તેની પાસે પૈસા ન હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અક્ષય કુમાર આગળ આવ્યા અને નુપુર અલંકારને મદદ કરી. ત્યાર પછી રેણુકાએ અક્ષયનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું, જેમણે પણ આ મુશ્કેલ સમયમાં મારી મિત્ર નૂપુર અલંકારને સાથ આપ્યો છે, તેનો આભાર માનવા માટે મારી પાસે કહેવા માટે શબ્દો નથી. તમારા આ યોગદાન બદલ આભાર.

રાજેશ કરીર.એમણે ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ના પિતાની ભૂમિકા નિભાવી છે. એમણે પણ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા એક વિડીયો શેર કર્યો હતો અને એમાં એમણે જણાવ્યું હતું કે લોકડાઉનમાં એમને કામ ના મળવાને લીધે કઈ રીતે એમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહિ, એના દ્વારા એમણે મદદ પણ માંગી હતી. આ વિડીયો જોયા પછી ફક્ત અભિનેત્રી શિવાંગી જોશીમ જ નહિ,બીજા પણ ઘણા લોકોએ રાજેશ કરીરની મદદ માટે હાથ લંબાવ્યો હતો.

સતીશ કૌલ.એમણે બીઆર ચોપડાની મહાભારતમાં ભગવાન ઇન્દ્રની ભૂમિકા નિભાવી હતી. લોકડાઉન સમયે અભિનયની સ્કૂલ બંદ હોવાને લીધે તેઓ પણ આર્થિક સંકટથી ઘેરાઈ ગયા હતા, અને રાશન દવાઓ સાથે બાકીની વસ્તુઓનો જુગાડ કરવો પણ એમના માટે કઠીન થઇ ગયું હતું. પંજાબી અને હિન્દી સિનેમામાં પ્રખ્યાત થવાની સાથે સતીશ કૌલ ટીવીની દુનિયામાં પણ ખુબ જ જાણીતા હતા.

તેમણે બી.આર ચોપરાનો સુપરહિટ શો મહાભારતમાં ઈન્દ્ર દેવનું પાત્ર ભજવ્યું હતું. તે જ ઈન્દ્ર જેમણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દાનવીર કર્ણ પાસેથી તેના કવચ અને કુંડળ માગી લીધા હતા. ઈન્દ્ર દેવનું પાત્ર ભજવનાર સતીશ કૌલને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ મહાભારતમાં કામ કરતા પહેલા જ પંજાબી સિનેમા પર રાજ કરતા હતા. વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ ટીવી ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા હતા કારણ કે 80 ના દાયકામાં ફેલાયેલા આતંકવાદના કારણે સતીશ કૌલનું કરિયર જોખમમાં મૂકાઈ ગયું.

રામવૃક્ષ ગૌર.બાલિકા વધુ , કે જે ટીવી પર મશહૂર શો રહ્યો છે, એના નિર્દેશક રામવૃક્ષ ગૌર લોકડાઉનના સમયે પોતાનું જીવન ગુજારવા માટે શાકભાજી વેચવા મજબૂર થઇ ગયા હતા. એમના પિતા આ જ કામ કરતા હતા. આઝમગઢમાં એ શાક વેચી રહ્યા હતા. અનુપ સોનીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘તે દુઃખદ છે. અમારી બાલિકા વધૂની ટીમને આ અંગે જાણ થઈ છે અને તેમની મદદ માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે’. રામવૃક્ષે મહામારી અને લોકડાઉનના કારણે પોતાના પ્રોજેક્ટ અટકી જતાં શાકભાજી વેચવાનો નિર્ણય લીધો હતો.

મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું આઝમગઢ ફિલ્મ માટે આવ્યો હતો. અમે અહીંયા હતા ત્યાં જ લોકડાઉન જાહેર કરી દેવાયું અને પરત જવું શક્ય નહોતું. અમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તેને બંધ કરી દેવાયો અને પ્રોડ્યૂસરે કહ્યું કે, ફરીથી કામ પર પાછા આવતા એક વર્ષ જેટલો સમય લાગશે. તેથી બાદમાં મેં મારા પિતાનો ધંધો સંભાળવાનો નિર્ણય લીધો અને લારી પર શાકભાજી વેચવાનું નક્કી કર્યું. હું આ ધંધાને જાણું છું, તેથી મને કોઈ દુઃખ નથી’.

મુંબઈમાં પોતાની જર્ની વિશે વાત કરતાં રામવૃક્ષે કહ્યું હતું કે, ‘હું 2002માં મારા એક ફ્રેન્ડ અને લેખક શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ ગયો હતો. ટીવી સીરિયલોમાં પહેલા મેં લાઈટ ડિપાર્ટમેન્ટ અને બાદમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. મેં ઘણી સીરિયલોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ, બાદમાં એપિસોડ ડિરેક્ટર અને બાલિકા વધૂ માટે યુનિટ ડિરેક્ટર તરીકે કામ કર્યું’.

જાન ખાન.મશહૂર અભિનેતા જાન ખાનને પણ લોકડાઉન દરમિયાન આર્થિક સમસ્યાઓથી હેરાન થવું પડ્યું હતું. એવી ખબરો સામે આવી હતી કે એ પ્રોડ્યુસર સાથે પણ લડી પડ્યા હતા. જાન ખાન જણાવી રહ્યા હતા કે છેલ્લા ૭ થી ૮ મહિનાનું એમનું બાકી પેમેન્ટ એમને નહતું આપવામાં આવી રહ્યું. જાન ખાન મુજબ લોકડાઉન ને લીધે એમને આર્થિક સમસ્યા સહન કરવી પડી હતી. એમને પૈસાની સખ્ત જરૂરત પડી ગઈ હતી.
ચાહત પાંડે

ટીવી અભિનેત્રી ચાહત પાંડે, કે જેમને હમારી બહુ સિલ્કથી ખાસી લોકપ્રિયતા હાથ લાગી છે, એ પણ જાન ખાનના સમર્થનમાં ઉતરી આવી હતી અને એમણે પણ આગળ આવીને એ કહ્યું હતું કે પ્રોડ્યુસર એમનું પણ બાકી પેમેન્ટ નથી આપી રહ્યા.ચાહત પાંડેએ એ જણાવ્યું હતું કે હમારી બહુ સિલ્ક દરમિયાન એમની જેટલી પણ બચત હતી , બધી ખત્મ થઇ ગઈ હતી. પ્રોડ્યુસર પાસે એમણે ઘણી વાર પેમેન્ટ માંગ્યું, પણ એ આપતા જ નહતા. એટલે એમની આર્થિક સમસ્યાઓ સતત વધતી જઈ રહી હતી.