લીંબુ ની ચટણી- ખુબજ ટેસ્ટી અને દાળ ભાત સાથે લાગશે ખુબજ મસ્ત

0
5119

મિત્રો, આજે અમે રેસીપી લાવીયા છીએ તમારા માટે અને તમારી ડીશ ને ખુબજ ચટકેદાર બનવાની રીતે આજે અમે લઇ ને આવિયા છીએ એક રેસીપી જે જાણી ને તમને ખુબ મજા આવશે અને તમને ખુબ ભાવશે તમે જાની ને ખુબ મજા આવશે

તમે  ઘણા પ્રકાર ની ચટણી ખાધી હસે તો તેવામાં આંબલીની ચટણી, કોથમીર-મરચાની ચટણી અને લસણની ચટણી તો તમે બધા ખાતા જ હશો.  તો  તેવામાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ  ચટપટી લીંબુની ચટણી ની રેસિપિ. આ ચટણી પાચન કરવામાં મદદ કરે છે. અને  ઉપરાંત દાળ-ભાત કે શાક-રોટલી બધા જ સાથે બહુ ટેસ્ટી લાગે છે. તો આજે   તમને બતાવીએ છીયે  કે નાના  મોટાં બધાંને બહુ ભાવશે આ ચટણી અને એકવાર બનાવ્યા બાદ એકાદ મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી

  • 500 ગ્રામ લીંબુ
  • સંચળ
  • સીંધવ મીઠું
  • મીઠું
  • એક વાટકી ખાંડ
  • ગરમ મસાલો
  • લાલ મરચું
  • સૂંઠ પાવડર

બનાવા ની રીત

સૌ પ્રથમ તમે તપેલી માં  બધા લીંબુ નો રસ કાઢી લો બીજ કાઢી લો અને  લીંબુ ના બિયા પીએન કાઢી લો અને લીંબુ ની  છાલ માં પણ બીજ ના રેહવા  જોઈએ લીંબુ ની  છાલ ના નાના નાના કટકા કરી લેવા અને લીંબુ ના રસ ને પણ ગળી લેવો જેથી રેસા અને બીજ હોય તે નીકળી જાઈ

હવે ગેસ પર એક પેન પર એક પેન  ગરમ કરવા મૂકી દો અદ્ર લીંબુ નો રસ અને છોતરાં કાઢી ને  ચઢવા મૂકો  2-3 મિનિટ આરીતે ચઢવા દેવા અને  અને  વછે વછે હળવી લેવા અને  તેને સતત હલાવતા  રહવું

લીંબુ ના છોતરાં સોફ્ટ બની જાય એટ્લે  ઠંડા  કરવા મૂકી દો ,ત્યાર બાદ મિક્સર જાર માં લઈને પેસ્ટ બનાવી લો ત્યાર બાદ પેસ્ટ ને એક બઔલ માં લો અને ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મૂકો

ગેસ ઘીમો રાખવો ત્યારબાદ લીંબુની પેસ્ટ અને ખાંડ નાખો , અંદર અને બરાબર મિક્સ કરી લો. ગેસ ને  ધીમો કરી લો ખાંડ ઓગળીને બરાબર મિક્સ થઈ જાય એટલે અંદર બે ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સિંધવ અને સંચળ નાખો. અને સરખી રીતે હળવી નાખવું

ત્યાર બાદ  અડધી ચમચી સુઠ નાખી ને હળવી નાખવું અને બરાબર મિક્સ કરી લેવું  હળવી હળવી  ચઢવા દો લગભગ 5-7 મિનિટ  સૌથી ચઢ્વ્વુ  ચટણી બારાબર  ચઢી જાય પછી ગેસ બંધ કરી લેવો અને  અંદર ગરમ મસાલો નાખી ને બરાબર મિક્સ કરી લેવું  ઠંડી પડી જાય પછી તેને કોઈ બરણી માં  ભરી ને સ્ટોર કરી લેવાય છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.