લક્ષ્મીજીને પ્રિય ફૂલ એવા કમળનો આ ચમત્કારી ઉપાય, બનાવી દેશે માલામાલ…

0
23

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કમળ લક્ષ્મીજીનું પ્રિય ફૂલ માનવામાં આવે છે જેને લક્ષ્મીજી સમક્ષ અર્પણ કરવાથી લક્ષ્મીજી તમારા પર ખુશ થાય છે. નાલસ્ય પ્રસરો જાલેષ્વપિ કૃતાવાસસ્ય કોશે રુચ, દંડે કર્કશતા મુખેડતિમૃદુતા મિત્રે મહાન્પ્રશ્રયઃ, આમૂલં ગુણસંગ્રહવ્યસનિતા દ્વેષશ્વ દોષાકરે, યસ્યૈષા સ્થિતિરમ્બુજાજસ્ય વસતિર્યુક્તૈવ તત્ર શ્રિયઃ.

જેની નાળ જળમાં હોવા છતાં કોસો દૂર જેની સુવાસ પ્રસરી છે, જેનો દંડ મૃદુ નથી પણ મુખ અતિ કોમળ છે, મિત્રોમાં જેનો વિશ્વાસ છે; પહેલેથી જ જેને ગુણસંગ્રહનું વ્યસન છે અને દોષો માટે જેને દ્વેષ છે એવા પાણીમાં જન્મેલા કમળમાં લક્ષ્મીનો વાસ છે તે યુક્ત જ છે.ભારતીય સંસ્કૃતિમાં- અપાર પ્રતીકો છે. જેવાં કે કમળ, ચાંદલો, જનોઈ, સ્વસ્તિક, ઓમકાર, કંઠી, કળશપૂજન, ચંદ્રપૂજન, ગણપતિ, શિવજી, વિષ્ણુ, અર્ધનારીશ્વર, મૂર્તિપૂજા, અગરબત્તીનો ધૂપ, તિલગુડ, સપ્તપદી, અંતરપટ, શુકનનું દહીં, ઉંબરાની પૂજા વગેરે વગેરે.

આ પ્રતીકોમાં કમળ અગ્રસ્થાને છે. ભારતીય વાડ્મય તેનાં ગુણગાન કરતાં થાકતું નથી. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં તેની મહત્તાનું વર્ણન કરતાં કમળને જીવનનો આદર્શ સમજી તાદૃશ જીવન જીવવાનો આદેશ આપ્યો છે.બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ્ ત્યકત્વા કરોતિ યઃલિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા.જે પોતાનાં કર્મ ભગવાનને અર્પણ કરે છે અને તેની આસક્તિ છોડી દે છે તે, જેમ પાણીમાં કમળ હોવા છતાં પાણીથી અલિપ્ત છે તેમ પાપથી અલિપ્ત રહે છે.

જેમ કાદવમાં રહીને પણ કમળ કાદવથી અલિપ્ત રહે છે. તેને કાદવનો ડાઘ લાગતો નથી તેમ સંસારમાં રહીને પણ જીવનને સંસારનો ડાઘ ન લાગે તે જીવનની દૃષ્ટિ કમળ આપે છે. કવિતાની પંક્તિને જુદા સંદર્ભમાં પામીએ તો આપણા અર્થ સાથે તેનો તાલ બેસે એમ છે.સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.અનાસક્તિનો આદર્શ એટલે કમળ. ભક્ત નરસિંહ મહેતાની ‘સંસારમાં સરસો રહે અને મન મારી પાસ’એ ઉક્તિને કમળ સાથે અનાયાસે જોડી શકાય એમ છે.સૂર્યપ્રકાશથી કમળનું જીવન ખીલે છે અને પ્રકાશ નષ્ટ થતાં તે બિડાઈ જાય છે.

ભારતીય સંસ્કૃતિ પણ પ્રકાશની ઉપાસક છે, તેજની ઉપાસક છે. તમસો મા જ્યોતિર્ગમય । એ ઉપનિષદનો મંત્ર એ આનું જ દ્યોતક છેને! સહસ્ત્રરશ્મિની ઉપાસનાના પેલા દિવ્ય ગાયત્રી મંત્રની ઉક્તિ ભૂર્ભુવઃ સ્વઃ। તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયોયો નઃ પ્રચોદયાત્ ।। તેજ પૂજક સંસ્કૃતિનું જ દર્શન કરાવે છેને! સૂર્યોપાસનાથી જીવન ખીલે છે, તેજસ્વી બને છે. તે ખલાસ થતાં જીવન અંધકારમય બને છે.

પ્રકાશની ઉપાસનાનું, તેજની ઉપાસનાનું દૃષ્ટિબિંદુ કમળ આપે છે.કમળની દૃષ્ટિ હંમેશાં ઉપર હોય છે. ગંદા કાદવમાં રહેવા છતાં તે ઉર્ધ્વ દૃષ્ટિ રાખે છે. સંજોગવશાત્ પરિસ્થિતિવશાત્ ખરાબ વાતાવરણમાં જન્મ થયો હોય, ખરાબ સોબત હોય પણ ઉર્ધ્વ દૃષ્ટિ રાખે તો તે માંગલ્ય તરફ જઈ શકે છે. જેની ભોંય કાળી હોય એના પડછાયા કેટલા ઊજળા હોઈ શકે તેની પ્રતીતિ કમળ સિવાય બીજું કોણ આપી શકે એમ છે?

સાને ગુરુજીએ સુંદર સમજણ આપતાં કહ્યું છે કે કમળ શતદલ છે. તેને અનેક પાંખડીઓ છે. ભારતીય સંસ્કૃતિ પણ શતદલ છે. અનેકાનેક જાતિ, ભાષા, સંપ્રદાય અને પંથથી શોભતી આ સંસ્કૃતિ છે. પરાગને વચમાં રાખી કમળની પાંખડી ભ્રમરોને આકર્ષે છે, તેમ અનેક સંપ્રદાયો, જાતિ અને ભાષાથી શોભતી ભારતીય સંસ્કૃતિ વેદોને કેન્દ્રમાં રાખી ઈતર સંસ્કૃતિઓને આકર્ષે છે. એટલું જ નહીં, પણ જીવનને પુષ્ટ કરનારું મધ પણ આપે છે અને આ ઈતર સંસ્કૃતિઓ ભ્રમરની જેમ ગુંજન કરતી, ગુણગાન ગાતી મધ પીવાની આતુર દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિ તરફ જોઈ રહી છે.

સૌંદર્યનું પ્રતીક એટલે કમળ. તેથી જ તો ભારતના સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રમાં ઠેરઠેર કમળ નજર પડે છે. કવિઓ કમળની ઉપમા આપતાં થાકતા નથી, અંગેઅંગને કમળની ઉપમા આપી છે. ભગવાનના અવયવોને પણ કમળની ઉપમા આપી ઋષિમુનિઓએ તેનું પૂજન કર્યું છે. જેમ કે હસ્તકમલ, કરકમલ, પદકમલ, નેત્રકમલ, હૃદયકમલ, કમલવદન, કમલનયન, મુખારવિંદ, ચરણારવિંદ ઈત્યાદિ, કમળ એટલે આકાશની ઉષ્મા અને પૃથ્વીની સુષ્મા. કમળ એટલે અંધકાર તરફ પીઠ અને પવિત્ર જ્ઞાન તરફ મીટ.

ટૂંકમાં, કમળ એટલે અમાંગલ્યમાંથી માંગલ્યની ર્નિિમતિ, કમળ એટલે અશુભમાંથી શુભ તરફ પ્રયાણ, કમળ એટલે અનાસક્તિનો મહાન આદર્શ, કમળ એટલે જ ભારતીય સંસ્કૃતિ, તેથી જ વખતે ભગવાન બ્રહ્મદેવ કમલાસન છે, ભગવાન વિષ્ણુ કમલાસન છે, જગન્ધાત્રી લક્ષ્મી કમલજા છે. એક કવિએ યથાર્થ જ કહ્યું છે કે હે પંકજ, લોકધાત્રી લક્ષ્મી તારામાં નિવાસ કરે છે, જગન્મિત્ર સૂર્યની તારા પર અપાર પ્રીતિ છે અને ભ્રમર એકાદ ગુલામની માફક તારાં ગુણગાન ગાય છે. તારી સાથે બીજા કોઈપણ પુષ્પની તુલના જ થઈ શકે તેમ નથી. તું એટલે તું જ છે.

જો તમે ધન ની દેવી માતા લક્ષ્મીજી ની પૂજા અર્ચના કરી રહ્યા છો તો તમારે આ વાત નું વિશેષ ધ્યાન રાખવું પડશે કે તમે તેમની પૂજા ના દરમિયાન સફેદ ફૂલ અર્પિત ના કરો, હંમેશા લક્ષ્મીજી ને લાલ ગુલાબ અથવા પછી લાલ કમળ નું ફૂલ અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે, કારણકે દેવી લક્ષ્મીજી સુહાગન છે તેથી તેમને લાલ રંગ અતિ પ્રિય છે.તમે લક્ષ્મીજી ની પૂજા માં તુલસી નો ઉપયોગ બિલકુલ પણ ના કરો, તુલસી ભગવાન વિષ્ણુજી ને પ્રિય છે, ભગવાન વિષ્ણુજી ની પૂજા માં તુલસી નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ માતા લક્ષ્મીજી ની પૂજા માં તુલસી નો પ્રયોગ નથી થતો.

જો તમે માતા લક્ષ્મીજી ની પૂજા કરી રહ્યા છો તો તમે તેમની ડાબી તરફ દીપક ના રાખો, હંમેશા માતા લક્ષ્મીજી ની જમણી તરફ દીપક રાખવો જોઈએ અને તમને આ વાત નું ધ્યાન રાખવું પડશે કે દીપક માં જે દિવેટ તમે ઉપયોગ કરશો, તે લાલ રંગ ની હોવી જોઈએ.માતા લક્ષ્મીજી ની પૂજા ના દરમિયાન તમે તેમના પર ચઢાવેલ પ્રસાદ દક્ષીણ દિશા ની તરફ રાખો, તેના સિવાય ફૂલ તમે તેમના સામે રાખો.

જેવું કે તમે લોકો જાણો છો માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી ની પત્ની છે, જો તમે માતા લક્ષ્મીજી ની પૂજા કરી રહ્યા છો અને તમે પોતાની પૂજા સફળ કરવા ઈચ્છો છો તો લક્ષ્મી પૂજા પછી તમે વિષ્ણુજી ની પૂજા જરૂર કરો, જ્યાં સુધી તમે વિષ્ણુજી ની પૂજા નહિ કરો ત્યાં સુધી તમારી પૂજા સફળ નથી થતી.

જો તમે ઉપરોક્ત જણાવેલ નિયમો ના મુજબ લક્ષ્મીજી ની પૂજા કરો છો તો તેનાથી તમારી પૂજા સફળ થશે અને માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહેશે, ધાર્મિક શાસ્ત્રો ના મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે, તેથી તમે આ વાત નું ધ્યાન રાખો.

ભગવદ્પૂજામાં કમળના ફૂલનું વિશેષ મહત્ત્વ છે પરંતુ તેમાં નિર્માણ થયેલી શોભા તો ઇશર્નિિમત છે. તેનું જ બનાવેલું તેને અર્પણ કરવું એમાં આપણો કયો પુરુષાર્થ? આપણો પુરુષાર્થ તો આપણા જીવનમાં તે શોભા લાવીને પ્રભુને તે સર્મિપત કરવામાં છે. હાથની શોભા દાનથી છે તો તે હસ્તકમળ ગણાય.

આંખનું સૌંદર્ય આસક્તિરહિત દૃષ્ટિમાં છે. તો તે નેત્રકમળ ગણાય. પગનું સૌંદર્ય, તેની શોભા પ્રભુકાર્યમાં દોડવામાં- તીર્થાટન કરવામાં છે તો તે પદકમળ ગણાશે અને ભગવાન હૃદયસ્થ જ છે તે સમજણ કેળવાય તો તે હૃદયકમળ થયું ગણાય અને આવું સર્વાંગિણ સૌંદર્યયુક્ત શોભતું જીવન પ્રભુચરણે ધરવામાં આવે તો ભગવાન જરૂર તે સ્વીકારે જ.