લક્ષ્મીજીએ ઈન્દ્રને ધનપ્રાપ્તિ માટે જણાવી હતી આ ગુપ્ત વાત,જે જાણી લે છે માણસ બની જાય છે કરોડપતિ…

0
869

આજના સમયમાં દરેક જણ ઈચ્છે છે કે તેની પાસે ધન હોઈ જેનાથી તે આરામથી જીવી શકે પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે પરંતુ આજના સમયમાં ધન મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.અને આ સાથે માં લક્ષ્મીને પણ રીઝવવા માટે પ્રાર્થના કરવી પડે છે કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું પડે છે.જ્યારે વ્યક્તિને પોતાની મહેનતના અનુસાર ફળ નથી મળતું તો તેની હિંમત તૂટી જાય છે અને તે ખૂબ જ પરેશાન થઈ જાય છે. જો તમને પણ તમારા જીવનથી જોડાયેલી પરેશાનીઓથી છુટકારો જોઈએ છે. તો તમને તો તેના માટે ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. જો માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે તો તમારે તમારી પાસે ધનની કોઈ પણ પ્રકારની કમી નહીં રહે અને તમારી પાસે પૈસા ટકવા લાગશે.

આજે અમે તેમને આ લેખમાં જણાવીશું કે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ.લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે પૂજન-પાઠ સાથે બીજી કેટલીક વાતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. અહીં અમે તમને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે લક્ષ્મીજીએ સ્વયં દેવરાજ ઈન્દ્રને જણાવ્યા હતા. મહાભારતના શાંતિ પર્વમાં દેવરાજ ઈન્દ્ર અને લક્ષ્મીજીના આ સંવાદનો ઉલ્લેખ છે. આ સંવાદમાં એ પણ જણાવાયુ છે કે કેવા કામ કરનારા લોકોના ઘરમાં લક્ષ્મીજીનો ક્યારેય વાસ નથી થતો. જે ઘર આ વાતનું ધ્યાન નથી રાખતા ત્યાં દરિદ્રતા વ્યાપેલી રહે છે.

સૂવા-ઊઠવાનો નિયમ, લક્ષ્મીજીએ ઈન્દ્રને જણાવ્યું કે રાત્રે સૂતી વખતે દહીં અને ચણા જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને સવારે ઊઠીને ઘી જેવી પવિત્ર ચીજોના દર્શન કરવા જોઈએ.લક્ષ્મીજીએ કેમ છોડ્યો દાનવોનો સાથ, મહાભારતમાં વર્ણવાયેલા પ્રસંગ મુજબ એક સમયે દેવી લક્ષ્મી અસુરોનો સાથ છોડી દેવરાજ ઈન્દ્રના ઘરે પહોંચી હતી.ત્યારે ઈન્દ્રએ લક્ષ્મીજીને પૂછ્યું હતું કે, “તમે કયા કારણોસર દૈત્યોનો સાથ છોડી દીધો? ” આ પ્રશ્નના જવાબમાંલક્ષ્મીજીએ દેવતાઓના ઉત્થાન અને દાનવોના પતનના કારણ દર્શાવ્યા હતા.

આવા લોકોને હંમેશા લક્ષ્મીજી આપે છે સાથ, લક્ષ્મીજીએ જણાવ્યું, “જે લોકો વ્રત-ઉપવાસ કરે છે, સૂર્યોદય પહેલા પથારી છોડી દે છે, રાત્રે ઊંઘતી વેળાએ દહીં અને ચણાનું સેવન નથી કરતા, સવારે ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે છે, દિવસ દરમિયાન સૂતા નથી, આ વાતોનું ધ્યાન રાખનારા લોકોને ત્યાં લક્ષ્મીજીનો સદાય વાસ થાય છે.પૂર્વકાળમાં દાનવ આ નિયમોનું પાલન કરતા હતા એ કારણે હું ત્યાં નિવાસ કરી રહી હતી. હવે બધા જ દાનવ અધર્મી બની ગયા છે, આ કારણે મેં તેમનો ત્યાગ કરી દીધો છે.

આવા પુરુષો પર લક્ષ્મીજી થાય છે પ્રસન્ન, મહાલક્ષ્મીએ ઈન્દ્રને જણાવ્યું કે જે પુરુષ દાનવીર, બુદ્ધિમાન, ભક્ત અને સત્યવાદી હોય છે તેમના ઘરમાં હંમેશા મારો વાસ હોય છે. જે લોકો આ કર્મ નથી કરતા, હું તેમના ઘરે નથી જતી.આવા લોકોનો સાથ છોડી દે છે લક્ષ્મી, ઈન્દ્રના પૂછવા પર લક્ષ્મીજીએ એમ પણ જણઆવ્યું કે જે લોકો ધર્મનું આચરણ નથી કરતા, પિતૃઓને તર્પણ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા ત્યાં મારો નિવાસ નથી થતો. ભૂતકાળમાં દૈત્યો દાન, અધ્યયન અને યજ્ઞ કરતા હતા પરંતુ પછી તે પાપ કર્મોમાં લેપાઈ ગયા એટલે લક્ષ્મીજીએ એમનો સાથ છોડી દીધો.ઘરમાં આટલુ ધ્યાન રાખવુ, મહાભારતમાં લક્ષ્મીજીએ એમ પણ જણાવ્યું કે જ્યાં મૂર્ખોનો આદર થાય છે ત્યાં પણ તેમનો વાસ નથી થતો.

જે ઘરમાં સ્ત્રીઓનું આચરણ ખરાબ હોય, સ્ત્રી ઉચિત રીતે ઊઠવા-બેસવાના નિયમો નથી પાળતી, સાફસફાઈ નથી રાખતી ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો. જે ઘરમાં ભોજન રાંધતી વખતે પવિત્રતા નથી જળવાતી, એઠા હાથે ઘીને સ્પર્શ કરાય છે ત્યાં લક્ષ્મી નથી વસતી.આવી સ્ત્રી હોય ત્યાં લક્ષ્મીજી નથી આવતા, લક્ષ્મીજીએ ઈન્દ્રને જણાવ્યું કે જે ઘરમાં વહુ પોતાના સાસુ-સસરા પર નોકરની જેમ હુકમ ચલાવે છે, તેમને ત્રાસ આપે છે, તે ઘરનો લક્ષ્મીજી ત્યાગ કરી દે છે.જે ઘરમાં પત્ની પતિને ત્રાસ આપે છે, પતિનું કહ્યું નથી માનતી, પતિ ઉપરાંત અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો રાખે છે તે ઘરમાં પણ લક્ષ્મીનો વાસ નથી થતો.

આવા લોકો હંમેશા દરિદ્ર રહે છે, દરિદ્રતા અંગે જણાવતા લક્ષ્મીજીએ જણાવ્યું, “જે લોકો પોતાના શુભચિંતકોને નુકસાન થાય તો હસે છે, ખુશ થાય છે, તેમના પ્રત્યે મનમાં દ્વેષભાવ રાખે છે, કોઈને મિત્ર બનાવી હેરાન કરે છે, તે લોકો પર મારી કૃપા નથી વરસતી. આવા લોકો હંમેશા દરિદ્ર જ રહે છે.તમે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા આ ઉપાયો કરો, જેમકે તમે બધા લોકો જાણો છો કે ધન ની દેવી માતા લક્ષ્મીજીનો દિવસ શુક્રવાર માનવામાં આવે છે. જો તમે શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો છો તો તેનાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે. તેથી તમે શુક્રવારનું વ્રત અવશ્ય રાખો.સ્ત્રીઓને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘર ની અંદર સ્ત્રીઓનો આદર સન્માન કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

જો કોઈ વ્યક્તિ ની પત્ની નારાજ થઈ જાય તો તેને તમે ખરાબ ન કહો પરંતુ તમે તેને જલ્દીથી જલ્દી મનાવવાની કોશિશ કરો.હંમેશા જોવામાં આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મનમોટાવ થાય છે જેના કારણે જે વ્યક્તિની કુંડળીમાં દોષ હોય છે. જો તમે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર કુંડલી સપ્તમ ભાવ પરિવારને માનવામાં આવે છે. જો આ ભાવમાં દોષ હોય છે તો પતિ-પત્નીના વચ્ચે વાદ-વિવાદ થવા લાગે છે. તેથી તમે તમારા ઘરની મહિલા કે પત્નીની સાથે વિનમ્રતાથી પેશ આવો અને કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ ન કરવો.જો તમે તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજીને બોલવા માંગો છો તો તમારા ઘરના વાસ્તુદોષને ઠીક કરવું પડશે.

જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તેના કારણે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નથી રોકાતી. તેથી તમે વાસ્તુના હિસાબથી પોતાના ઘરની દરેક વસ્તુને નિર્ધારિત કરો. તમે વાસ્તુના નિયમોનું પાલન કરો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સંપન્નતા આવશે.જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત હોય છે. તે ઘરના અંદર માતા લક્ષ્મીજીનો વાસ થાય છે. શુક્ર ગ્રહ ને સુખ-સમૃદ્ધિ નો ગ્રહ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ હોય તો તેના કારણથી ઘર-પરિવારમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. તેથી તમે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ ને મજબૂત કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here