આ માળા થી કરો લક્ષ્મીજી નો જાપ, પૈસા ને લગતી દરેક સમસ્યા થઈ જશે દૂર,અને ઘર માં ક્યારેય નહીં ખૂટે ધન….

0
496

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે માં લક્ષ્મીજી ના જાપ ની વાત કરવા જઈ રહ્યા છે જેથી આપ ના ઘર માં કોઈ દિવસ અછત નહિ રહે તો જાણો તેના વિશે વધુ માહિતી મેળવીએ.જે ઘરમાં સ્વચ્છતા જળવાતી હોય,પરિવારજનો સંપીને રહેતા હોય તેમાં લક્ષ્મીજીનો સદાય વાસ થાય છે.પરંતુ લક્ષ્મીજી કોઈ કારણોસર રિસાઈ ગયા હોય અથવા તો આર્થિક સંકટ તોળાતુ હોય ત્યારે કેટલાંક ઉપાય એવા છે જેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.આવો જ એક ઉપાય છે કમળકાકડીની માળા કરવાનો.

ધન,વૈભવ અને સુખ સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મીના જાપ માટે કમળકાકડીની માળાને યોગ્ય માનવામાં આવી છે.આ માળા કમળના ફૂલના બીજમાંથી બનેલી હોય છે.કમળના ફૂલ લક્ષ્મીજી ને ખૂબ જ પ્રિય છે કારણ કે લક્ષ્મીજી નો વાસ હમેશા કમળ મા હોય છે.

જે વ્યક્તિ અખાત્રીજ,દીવાળી અને અક્ષય નવમીના દિવસે આ માળા સાથે કનકધારા સ્તોત્રનો જાપ કરે તેમને ભવિષ્યમાં પૈસા કમાવવાના ખૂબ અસર મળે છે.જે ભક્ત આ માળા ધારણ કરે છે તેના પર લક્ષ્મીજી સદાય પ્રસન્ન રહે છે અને ધન સ્વરૂપે જાતક પર પોતાની અપાર કૃપા વરસાવતી રહે છે બિઝનેસ માં પણ ખોટ જતી હોય તો કમળ કાકડીનો આ ઉપાય ચોક્કસ કરો,તમને થોડા જ દિવસમાં ફરક દેખાશે.આ માળા ખૂબ જ ચમત્કારી છે.જે જાતક શ્રદ્ધા સાથે અસલી કમળ કાકડીની માળા પર ધન લક્ષ્મીના મંત્રનો જાપ કરે તેમની દરેક ઈચ્છા માતાજી પૂરી કરે છે.આ ઉપરાંત તેમના જીવનમાં પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે.તમે કમળકાકડીની માળા ધારણ પણ કરી શકો છો.

કમળ કાકડીની માળા પહેરવાના કેટલાંક નિયમ છે જેના વિના તે ફળદાયી સાબિત નથી થતી.આ માળા ધારણ કરવા માટે શુક્રવારના દિવસે સવારે વહેલા સ્નાન કરી 108 વાર ॐ श्रीं श्रीं महालक्ष्म्यै મંત્રનો જાપ કરો અને પછી માળા પહેરો.

લક્ષ્મીની ઉપાસના માટે કમળની માળાને શુભ માનવામાં આવે છે.આ ધારણ કરવાથી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય શેકેલા કમળના દાણા અથવા માડા ને ચઢાવવા થી માતા લક્ષ્મીની કૃપા હંમેશાં ભગવાન લક્ષ્મીને અર્પણ કરીને રહે છે.

આ માળાથી કાલિકા માતાની પૂજા કરવાથી તે ઝડપથી પ્રસન્ન થાય છે.માતા કાલીની પૂજા કરવા માટે કાલી હળદર અથવા નીલકમાલની માળાનો ઉપયોગ કરવો જોઈએ.

જાપ તુલસીના બીજ અથવા કમળના દાણાથી બનેલી માળાથી કરવામાં આવે છે.તેને પૂજા ગૃહમાં રાખવું જોઈએ અને જ્યારે પણ તમે આ માળા ફેરવશો અને તમારા અધ્યક્ષ દેવતાનું નામ 108 વાર લેશો, તે ઘર અને દિમાગમાં સકારાત્મક વાતાવરણ અને લાગણીઓનો સંપર્ક કરશે.