લાઇબ્રેરીની નકામા પુસ્તકો માથી બિહારના યુવકોનુ જીવન બદલી રહ્યો છે આ પત્રકાર,જાણો કોણ છે આ પત્રકાર…

0
154

આ પંક્તિઓ બિહાર ના એક પત્રકાર સીધી બેસે છે. આખો માં UPSC નું સપનું લઈને બાળપણ નીકળ્યું પરંતુ આર્થિક પરિસ્થિતિઓ એ તેને ખાલી સપનુ જ બનાવી દીધું. પુસ્તકો માટે હંમેશા પ્રેમ રહ્યો પરંતુ કોઈ દિવસ પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા. જિંદગી આગળ વધી અને કાર્યક્ષેત્ર દિલ્લી બન્યું. પત્રકાર ના ક્ષેત્રમાં કામ કર્યું પરંતુ પુસ્તકોથી પ્રેમ બન્યો રહ્યો. ગામમાં બાળકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે નોકરી છોડીને ગામમાં આવ્યા. સોસિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું તો વર્ષમાં 25,000 પુસ્તકો ભેગી થઈ ગઈ. તેના ફાઉન્ડેશન દ્વારા, ગામ વાળા પાસે જમીન લઈને સામુદાયિક પુસ્તકાલય ખોલ્યું. ગ્રામીણ બાળકોના સપનાને નવી જિંદગી આપી રહ્યા છે જય પ્રકાશ મિશ્રા.

જય પ્રકાશ મિશ્રા, તેમના સંસ્થા ‘જિંદગી ફાઉન્ડેશન’ દ્વારા, કબાળ બની ચુકેલી પુસ્તકોને નવુ રૂપ આપીને જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડી રહ્યા છે. જાતે મુશ્કિલમાં બાળપણ પસાર કર્યું અને પુસ્તકોની અછત હંમેશા રહી છે તો ભાવિ પેઢીને મફતમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. કબાળમાંથી પુસ્તકો નીકળીને પુસ્તકાલય સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે જય પ્રકાશ મિશ્રા. જિંદગી ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં પુસ્તકાલય બાંધકામ માટેના કામ કરવામાં આવી રહ્યા છે. જ્યાં ગ્રામીણ ક્ષેત્રના આ પ્રતિભાઓને પુસ્તકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમને સાચ્ચેમાં પુસ્તકોની ખૂબ જરૂર છે.

જય પ્રકાશ કહે છે કે બિહારના ગોપાલગંજ જિલ્લાના લુહસી ગામમાં બાળપણ પસાર કર્યું. પ્રારંભિક શિક્ષણ ગામની સરકારી શાળામાં થયું હતું. પિતાજી અખબાર વેચવાનું કામ કરતા હતા અને જે દિવસે અખબાર વધી જતાં હતાં, તેને વાંચવા વાળા બાળકોને મફતમાં આપી દેતા હતા. તેમની આવકથી ઘરનું ગુજરાન મુશ્કેલીથી થઈ શકતું હતું. પરંતુ તેમના મફતમાં યુવાઓને અખબાર વેચવાનું કામ એ હંમેશા પ્રેરતી કર્યા.

જીવનચક્ર આગળ વધ્યું અને મુશ્કિલમાં ગ્રેજ્યુએશન કર્યું અને નાલંદા યુનિવર્સિટીથી પત્રકારીતા માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે પછી નોકરીની શોધ માં 2007 માં દિલ્હી ગયો. પ્રારંભિક સંઘર્ષ પછી, મીડિયા વિશ્વની કેટલીક કંપનીઓ સાથે કામ કરવાની તક મળી. ઓળખ અને પૈસા તો મળી રહ્યા હતા, પરંતુ ગામમાં દિલચસ્પી વધતી જઇ રહી હતી.

જ્યારે પ્રકાશ મિશ્રા આગળ બતાવે છે કે જ્યારે પણ હું પુસ્તકોને રદીના ભાવ વેંચતા અથવા ઘરની બહાર પડેલી જોતા તો બેચેન થઈ જતો. મારુ આખું બાળપણ પુસ્તકો માટે તરસતું રહ્યું અને અહીં લોકો મોંઘી અને શાનદાર પુસ્તકો કચરા વાળાને પકડાવી દે છે. આ કિસ્સામાં, બિહારના ગામોની સ્થિતિ બદલવા માટે નોકરી છોડી દીધી. ગામમાં પુસ્તકાલય ખોલવા માટે પુસ્તકો એકત્રિત કરવા માટે અભિયાન શરૂ કર્યું.

સોશિયલ મીડિયાની મદદથી અને લોકોના સહયોગથી,પચીસ હજારથી વધુ પુસ્તકો ભેગી થઈ ગઈ. પોતાની યોજનાને મૂર્ત રૂપ આપવા માટે 2014માં જ જિંદગી ફાઉન્ડેશન નામથી સંસ્થા રજીસ્ટ્રેશન કરાવી. મારો ધ્યેય વધારે ને વધારે લોકો સુધી મારા મિશન અને કામ ને પહોંચાડવાનો હતો. રદી પુસ્તકો વેચવા પર લોકોને પૈસા મળતા હતા જો કે હું તેમની જોડે મદદની અપીલ કરી રહ્યો હતો.

ઘણા સ્થળોએ નિરાશાઓ થઈ પરંતુ સાથ આપવા વાળા લોકોની સંખ્યા હંમેશા વધારે રહી. પુસ્તકો દાન આપવા વાળા લોકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી અને પુસ્તકો સંગ્રહિત કરવામાં સફળતા મળી. વધારે પુસ્તકો દિલ્હીથી મડી. ચુકી શહેરો માં લોકો પાસે પુસ્તકો છે. ગામમાં લોકો માટે પુસ્તકો હજુ જીવન નો અહેમ ભાગ નથી બની શકી.

પુસ્તકો ભેગી થયા પછી આગલી સમસ્યા પુસ્તકાલય ખોલવાની હતી. ગામમાં પુસ્તકોને લઈને વધારે ઉત્સુકતા કોઈ દિવસ નહીં રહી. આવામાં પુસ્તકાલય માટે જમીનની વ્યવસ્થા કરવી મુશ્કેલ રહી. કેટલા ગામમાં કેટલીક જગ્યા પર વાત પછી ગોપાલગંજની અંદર પ્રખંડના જદોપુર દુખહરણ ગામમાં અમને પુસ્તકાલય ખોલવા માટે જગ્યા મળી. આખા સમુદાયના પ્રયાસથી જૂન 2017 માં પહેલું સામુદાયિક પુસ્તકાલય ની સ્થાપના થઈ.

આ પુસ્તકાલયમાં ભારતીય બંધારણ, ગ્રંથ, સ્પર્ધા, પરીક્ષાઓના પુસ્તકો નામચીન લેખકોની કવિતા અને કહાની સંગ્રહ, બાળ સાહિત્ય અને સ્કૂલ અભ્યાસક્રમોની પુસ્તકો છે. આ એકલા પુસ્તકાલયથી આજુ બાજુના ગામના લગભગ 35,000 લોકો લાભ મળી રહ્યો છે.જય પ્રકાશ મિશ્રા સમજાવે છે કે જાદોપુરની આજુબાજુનાં ગામોમાં આ પ્રથમ એક આંદોલન બની ચૂક્યું છે. લોકો ફોન કરીને પુસ્તકો દાન કરવા માટે બોલાવે છે. જ્યાં પહેલા લોકો પત્તાં રમતા હતા હવે આ જિંદગી પુસ્તકાલયમાં ચાલી રહી છે. આ પુસ્તકલાય દલિત ઘણી વસ્તીના સામુદાયિક ભવનમાં ચાલી રહી છે અને ગામના બાળકો દ્વારા પુસ્તકાલયનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે આ પુસ્તકાલયોમાં બાળકોને પુસ્તકો સાથે સંકળાયેલી જોવ છું તો મનને સૂકુંન મળે છે અને વધારેમાં વધારે પુસ્તકાલયો ખોલવાની પ્રેરણા મળે છે. લોકોના જીવનમાં બદલાવ લાવા માટે તાકાત મળે છે.તમે પણ તમારા ગામ અથવા શહેરમાં સામુદાયિક પુસ્તકાલય ખોલવામાં મદદ કરો. પુસ્તકો જે આપણને આપના વર્તમાન અને ભૂતકાળ ને જોડવાનું કામ કરે છે અને સુવર્ણ ભવિષ્યની સ્થાપન કરે છે. કબાળમાં પુસ્તકો વેંચતા પહેલા જરૂરતમંદ બાળકોને પુસ્તકો આપો.જો તમે ઓ જય પ્રકાશ મિશ્રા અથવા જિંદગી ફાઉન્ડેશનથી જોડાવા માંગો છો તો અહીં ક્લિક કરો.