Breaking News

લગ્નની લાલચ આપીને વારંવાર સબંધ બાંધ્યા અને પછી કહ્યું તું મારુ રમકડું છે, જાણો પછી શું થયું….

મિત્રો આપણા દેશમાં આજે ગુનાખોરીની કોઈ અછત નથી જો કે તેના નિયંત્રણ માટે દરરોજ કેટલોક નવો કાયદો લાવવામાં આવે છે છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો હોવાના અહેવાલ મળ્યા નથી અને આ પહેલા દાયકાથી આજ સુધીની આજ સુધીમાં આપણે ઘણી અપ્રિય ઘટનાઓ સાંભળી છે જે કેટલીક હત્યાની હશે જો કેટલીક મહિલાઓની છેડતી કરવામાં આવે તો અને આ સાથે કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થયા છે.

કે તમારા હોશ ઉડશે અને હકીકતમાં આ સમયે ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે જોકે વર્તમાન સરકારે આના કારણે ઘણા મોટા પગલા ભર્યા છે અને આ સમયે ગુના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો નથી પરંતુ ગુનામાં થોડો ઘટાડો થયો છે અને આ સિવાય મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત ઘટનાઓ સામે આટલો કડક કાયદો ઘડવામાં આવ્યા બાદ પણ ગમે ત્યાંથી મહિલાઓ પર કેટલાક અત્યાચાર થયા હોવાના અહેવાલો છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ નામના બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી, સગર્ભા બનાવી દીધાનો બનાવ એ ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે.

આ ઘટનાની પોલીસના સુત્રોની વિગતો મુજબ પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી હતી. કલાસમાં જતી હોય દિપકનો ગત વર્ષે સંપર્ક થયો હતો ત્યારે આ બંનેએ મોબાઈલ નંબર આપ-લે કર્યા અને મેસેજ, વાતચીત બાદ એક માસમાં ગાઢ પરિચય કેળવાતા મળવા લાગ્યા હતા જો કે દિપકે પોતાના લગ્ન થઈ ગયા છે છતાં પોતે યુવતી સાથે લગ્ન કરશે કહીં જાળમાં ફસાવી હતી અને બે માસ બાદ માર્ચ માસમાં વિજયપ્લોટમાં એક હોટલ પર લઈ ગયો હતો ત્યાં યુવતીની ના છતાં લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું.

અને બાદમાં મોકો મળ્યે ત્રિકોણબાગ નજીકની હોટલ તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્ન કરશે તેવું વચન આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો અને થોડાક સમય પહેલા યુવતી સગર્ભા બની હતી જો કે દિપકને વાત કરતા તેને થોડા સમયમાં લગ્ન કરી લેશું કહીં વાત ટાળી હતી અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો અને નવો નંબર યુવતીને આપ્યો હતો જો કે યુવતી દિપકને વારેવારે મેસેજ કર્યા કરતી હતી. બે માસ પહેલા જસદણમાં યુવતીની સોનોગ્રાફી કરાવાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું.

ત્યારે પણ હવે થોડા જ દિવસમાં લગ્ન કરી લઇશુ નુ વચન આપ્યું હતું જો કે યુવતી સગર્ભા હોવાની તેણીના પરિવારજનોને જાણ થતા પરિવારે ત્યજી દીધી હતી અને યુવતી એકલી રહેતી હતી અને વધુ બે માસ રાહ જોવા છતાં દિપકે હાથ નહીં પકડતા યુવતીને દિપક સાથે ઝગડો થયો હતો અને અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો અને અંતે આઠ માસની ગર્ભવતી યુવતીએ એ ડિવીઝન પોલીસમથકે ગતરાત્રે ગુનો નોંધાવ્યો હતો.

જેમા આરોપી દિપક એક પુત્ર, પુત્રીનો પિતા છે. પી.આઈ. સી.જે. જોષીના કહેવા મુજબ આરોપીને પકડવા ઘરે તલાસી લેવાઈ હતી પરંતુ હાથ લાગ્યો નથી.ઘરે ઢોર રાખીને દુધનો વ્યવસાય સાથે છુટક બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.આરોપી યુવતીને બે મહિના પહેલા જસદણ તબીબ પાસે લઈ ગયો હતો ત્યાં સોનોગ્રાફી કરાવાઈ હતી અને છ માસનો ગર્ભ હોવાનું પરિક્ષણ થયું હતું. નિયમ મુજબ સોનોગ્રાફી, ગર્ભ પરિક્ષણ કરવું એ ગેરકાયદે કૃત્ય છે તો આવું કૃત્ય કરનાર તબીબ સામે પણ તપાસ જરૂરી બની શકે છે.

મિત્રો આવો જ એક કિસ્સો ગુજરાત રાજ્યના વડોદરા શહેરના મકરપુરા વિસ્તારની પરિણીત મહિલાને તેના ફેસબુક પર મિત્ર બનાવ્યા બાદ બાંધેલો શારીરિક સબંધ ભારે પડયો હતો અને પરિણીત મહિલા સાથેના શારીરિક સંબંધ બાદ ફેસબુક મિત્રએ તેણીને પોતાની સાથે મિત્રતા જાળવી રાખવા જબરદસ્તી કરી ધમકી આપતા હતા અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ ના આધારે મળતી વિશેષ માહિતી મુજબ રાજકોટ શહેરના રતનપર વિસ્તારમાં રહેતી બે સંતાનોની 38વર્ષીય માતા ને સુરત શહેરના મોટા-વરાછા ના 22 વર્ષીય મહેશ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને આશરે 6 મહિના પહેલા બંને વચ્ચે ફેસબુક પર થયેલી મિત્રતા 3 મહિના પહેલા ચેટિંગથી આગળ વધી હતી અને ત્યારબાદ બંનેએ પરસ્પર એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી ફોન પર વાત કરવાનું શરુ કરી હતી અને ત્યારબાદ ફોન પર વાતચીતનો સંબંધ રૂબરૂ માં મળવા સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધતા બંનેએ પરસ્પર એકબીજાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

મહેશ પરણિત મહિલાને મનમાં આવે તે સમયે મળવા માટે બોલાવતો હોય અને તેણી પરિણીત હોવા સાથે દુકાનના વ્યવસાય સાથે પણ સંકળાયેલી હોય માટે મહેશ ને મળવા જઈ શકતી ન હતી જેના કારણે મહેશ પરણિત યુવતીને ફોન કરી ગંદી ગંદી ગાળો આપતો હતો. જે તેણીને નહીં ગમતામિત્રતા પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું હતું જેની જાણ તેણીએ તેના પતિને પણ કરી હતી જેને લીધે ખુબ ગુસ્સે ભરાયેલા મહેશે તેણીને ધમકી આપી હતી.

કે તુ મારૂ રમકડું છે હું જે કહું તે કરવું જ પડશે અને જો નહીં કરે તો તારા પરિવારનુ શું થશે તે તું જોઈ લેજે અને હવે તારી જિંદગી અને મોત બને મારા હાથમાં છે મહેશની આવી ધમકીથી ડરી ગયેલ પરિણીત મહિલાએ મંગળવારે ફરિયાદ આપતા લિંબાયત સ્થાનિક પોલીસે કાયદાકીય ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. એમ. જોષી આગળ વધારાની તપાસ કરી રહ્યાં છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સુત્રો ના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ થી નોઇડા જવા માટે એક ડિલક્ષ બસ મા સવાર એક મહિલા ની સાથે બસ ના ડ્રાઈવર દ્વારા બળાત્કાર ની ઘટના સામે આવી છે મહિલા વિભાગ ના ડેપ્યુટી કમિશનર શ્રીમતી વૃન્દા શુક્લા એ જણાવ્યુ કે પ્રતાપગઢમા રહેનારી એક મહિલા તેના બે બાળકો ની સાથે પ્રતાપગઢ થી નોઈડા જવા માટે એક ડિલક્ષ બસ મા મગળવાર ની રાત્રે સવાર થઈ તેમના જણાવ્યા મુજબ તે મહિલા એ તે બસ ના ડ્રાઈવર ઉપર આરોપ મુક્યો છે કે તે બસ ના ડ્રાઈવર ચાલુ બસ મા મારી સાથે બળાત્કાર ગુજાર્યો છે

તેમના જણાવ્યા મુજબ જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો બસ ડ્રાઈવર ના સાથીઓ એ તેને ધમકી આપી હતી તેમણે જણાવ્યુ કે તે મહિલા ની શીટ બસ ની પાછળ હતી અને રાત નો સમય હોવાથી અન્ય યાત્રિકો ને પણ આ ઘટનાની જરાપણ ખબર ના પડી તે મહિલા ના કહ્યા મુજબ જ્યારે બસ ડ્રાઈવર ના સાથીએ બળાત્કાર ની કોશિશ કરી તેમજ ડેપ્યુટી કમિશનર ના જણાવ્યા મુજબ આ ઘટના ની રિપોર્ટ નોધી ને પોલિસ તપાસ કરી રહી છે.

અને પોલિસ ગુનેગારો ની શોધ કરી રહી છે ડેપ્યુટી કમિશનર એ એવો પણ દાવો કર્યો છે કે અમે વેહલી તકે મુખ્ય આરોપી ની ધરપકડ કરીશુ તેમણે તેમ પણ જણાવ્યુ કે પિડિત મહિલા ને તબીબી તપાસ માટે જીલ્લા હોસ્પિટલ મોકલવામા આવી છે અને આ કેસની તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું છે કે આ ઘટના બપોરે 3 વાગ્યે લખનૌ અને મથુરા વચ્ચે બની હતી અને આ મહિલા કોઈક રીતે તેના પતિને ફોન કરીને બોલાવામા સફળ રહી અને જ્યારે સવારે આ બસ સેક્ટર 62 પર પહોંચી ત્યારે મહિલાના પતિ અને તેના એક મિત્રએ આરોપી સાથે ઝઘડો કર્યો હતો.

જોકે મુખ્ય આરોપી કોઈક રીતે છટકીને ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ પોલીસે તેના સાથી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને પોલીસે જણાવ્યું હતું કે બસના અન્ય કર્મચારીઓની ધરપકડ કરવા પ્રયત્નો ચાલુ છે અને આ મહિલાએ ટીઓઆઇ ને જણાવ્યું કે તે મંગળવારે બપોરના સાડા ચાર વાગ્યે પ્રતાપગઢ થી નોઈડા આવવા માટે તેના બે બાળકો સાથે ડબલ ડેકરની ખાનગી બસમાં બેઠી હતી તે મહિલા ના જણાવ્યા મુજબ તેનો પતિ નોઇડામાં કામ કરે છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે રાત્રે આઠ વાગ્યે મને બાળકોની છેલ્લી શીટ પર જવા કહયુ હતું.

મિત્રો આ મહિલા ના જણાવ્યા મુજબ જ્યારે તે મહિલા બસ મા બેઠી ત્યારે બસ ડ્રાઈવર ના સાથી એ તેની પાસે પાંચસો રુપિયા માંગ્યા અને જો ના આપવા હોય તો ફ્રન્ટ સ્લીપર ખાલી કરાવવા જણાવ્યુ તો મહિલા એ કહયુ કે હુ નોઇડા પોહચીને પૈસા આપી દઈશ પરંતુ બસ ડ્રાઈવર ના સાથીઓ એ તે મહિલા ઉપર દબાણ આપતા કહયુ કે પૈસા પેહલા આપવાના રહશે અને જ્યારે મેં પૈસા ચુકવી દીધા ત્યારે મને અને મારા બન્ને બાળકો ને બસ ની છેલ્લી શીટ મા બેસવાનું કહયુ અને અમે બસ ની પાછળ ની શીટ મા બેસી ને સુઇ ગયા.

મિત્રો ત્યારબાદ મહિલા એ આગળ જણાવતા કહયુ કે બુધવાર સવારે ત્રણ વાગ્યે મારી આંખો ખુલી ગઈ ને અને મેં જોયુ કે બસ ના બે ડ્રાઈવર માથી એક કે જેનુ નામ દિપક હતુ તે મારી પાસે આવીને સુઇ રહ્યો છે મહિલાએ આ જોઈ ને બસ ના એલાર્મ ને વગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મારા ગળા મા રહેલા સ્કાફ થી મારા બન્ને હાથ બાંધી દીધા અને જ્યારે હુ કોઈને મદદ માટે બોલાવાનુ કહયુ તો તેણે મને મારી નાખવાની ધમકી પણ આપી તેમજ તે મહિલા જણાવ્યુ કે હુ ફક્ત એટલા માટે શાંત રહી કે મારા બન્ને બાળકો મારી સાથે હતા મિત્રો પોલિસે આ મહિલાના નિવેદનો નોધી ને આરોપી ની શોધખોળ કરવા પ્રયત્નો ચાલુ કરી દીધા છે.

About Hu Gujarati TEAM

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *