કુદરતના ખોળે આવેલું છે આ ચમત્કારી મંદિર, તસ્વીરો માં જ કરી લો દર્શન…

0
96

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લાના ઊના શહેરથી લગભગ ૨૯ કિલોમીટર દૂર આવેલું તુલસીશ્યામ મંદિર આમ તો જંગલનો જ એક ભાગ ગણાય છે, કેમ કે તે જંગલમાર્ગે જ વસેલું છે. આ સ્થળ યાત્રાનું સ્થળ તો છે જ સાથે સાથે તે એટલું રમણીય છે કે યાત્રાળુઓ ત્યાં દર્શન કરવાની સાથે સાથે ફરવા પણ જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તુલસીશ્યામ મંદિરની પૌરાણિક કથા પણ ખૂબ જ રસપ્રદ છે, સૌરાષ્ટ્ર દર્શનની વાત આવે એટલે સોમનાથ, જૂનાગઢ ગિરનારની સાથે સાથે તુલસીશ્યામ અને સત્તાધારની યાત્રા પણ અચૂક આવી જાય છે. સેંકડો વર્ષ પહેલાં જલંધર નામનો એક અજેય યોદ્ધા હતો, તે ન્યાય માટે યુદ્ધે ચડયો હતો. ભગવાન વિષ્ણુ જલંધરનું યુદ્ધકૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા અને જલંધરને એક વરદાન માગવા કહ્યું. તેણે કહ્યું, હે પ્રભુ, મારે બીજું તો કોઇ વરદાન નથી જોઇતું, તમે તો મારા બનેવી છો ને દેવી લક્ષ્મી મારી બહેન છે, હું ઇચ્છું છું કે તમે બહેન લક્ષ્મી સાથે મારા ઘરે વાસ કરો.

ભગવાને તેને વચન આપ્યું અને કહ્યું હું તારા ઘરે વાસ કરીશ પણ એક વાત યાદ રાખજે, જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ તે દિવસે હું તારા ઘરેથી જતો રહીશ. તે દિવસે હું તારી સાથે નહીં પણ તારી વિરુદ્ધમાં હોઇશ. જલંધરે પ્રભુની વાત સ્વીકારી અને આમ સાગરના પેટાળમાં આવેલા તેના ઘરમાં ભગવાને અને દેવી લક્ષ્મીએ વાસ કર્યો. જલંધરને તો વૃંદા જેવી સતી પત્ની, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી સાક્ષાત્ સાથે છે, તેથી તેના રાજ્યમાં નિત્યક્રમે ધાર્મિક કાર્યો થતાં રહેતાં.

જોકે દેવતા સાથે જે વેર વાળવાનું હતું તે હજી શમ્યું નહોતું. ક્યાંક અંદર મનમાં જલંધરે તેને ધરબી નાખ્યું હતું. આ વાત નારદજી જાણતા હતા. તેઓ જલંધરના મનની આ આગમાં ફરીથી ઘી હોમવા તેની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા હે જલંધર, હવે તો તારું રાજ્ય પણ દેવતાઓના રાજ્યની માફક સદાય મઘમઘતું રહે છે, જો કે તું આટલો સુખી હોવા છતાં એક વસ્તુમાં તો તું દેવતાઓથી પાછો જ પડી જશે. જલંધરે ગુસ્સે થતાં કહ્યું કઇ એવી વાત છે કે હું તેમનાથી પાછળ રહી જાઉં છું.

નારદ કહે જો જલંધર વિષ્ણુ પાસે તારી બહેન લક્ષ્મી જેવી સુંદર સ્ત્રી છે, શિવજી પાસે પાર્વતી જેવા અને ઇન્દ્ર પાસે ઈન્દ્રાણી જેવી સુંદર સ્ત્રી છે. બસ, આ વાતે તું પાછળ છે. જલંધર કહે, હે નારદજી મારે પણ વૃંદા જેવી સતી સ્ત્રી છે. નારદ કહે સતી ખરી પણ અત્યંત દેખાવડી તો નહીં જને. નારદની આટલી જ વાત સાંભળીને જલંધરને ગુસ્સો આવ્યો અને તેણે તરત નારદને કહ્યું તો બોલો હું એવી કઇ સ્ત્રી લાવું કે જેનાથી હું આ સર્વેમાં આગળ થઇ શકું. નારદજી કહે, આ દુનિયામાં મા પાર્વતીથી વધારે સુંદર બીજું કોઇ નથી.

જલંધરે તે જ દિવસે પાણી મૂક્યું અને હવે તો હું પાર્વતીને મારી પાસે લાવ્યે જ પાર કરીશ.આટલું કહી જલંધરે કૈલાસ પર્વત ઉપર ચઢાઇ કરી. ભગવાન શિવ સમાધિમાં હતા ને તે જ સમયે તેણે તેમની સાથે યુદ્ધ કરવા માંડયું. શિવ મૂર્છિત થઇને ઢળી પડયા. સતી પાર્વતી અલોપ થયાં. આમ થવાથી દેવો તરત વિષ્ણુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે જલંધરની મતિ ભ્રષ્ટ થઇ છે, તે પાર્વતીનું સત્ તોડવા જીદે ચડયો છે. આ તો જલંધરે ધર્મને ભ્રષ્ટ કર્યો જ કહેવાય. તેને સજા આપવી જ જોઇએ. વિષ્ણુએ દેવોની વાત સાંભળી જલંધરનો નાશ કરવાનું નક્કી કર્યું અને આજે જે જગ્યાએ તુલસીશ્યામ છે ત્યાં યોગીનું સ્વરૂપ લઇને બેસી ગયા.

આ તરફ વૃંદાને ખરાબ સ્વપ્ન આવતાં તેને પોતાના પતિ ઉપર આપત્તિ આવી હોવાનો ભાવ થયો અને તે પતિની રક્ષા કરવા નીકળી પડી.રસ્તામાં વૃંદા વિષ્ણુ જ્યાં ધૂણી ધખાવીને બેઠા હતા ત્યાં આવી અને યોગી રૂપે બેઠેલા વિષ્ણુને પોતાનો પતિ સુરક્ષિત તો છે તે વિશે પૂછયું. યોગી વિષ્ણુએ કહ્યું તારા પતિનું મૃત્યુ થયું છે. વૃંદાએ વિલાપ કર્યો અને વિષ્ણુને કહ્યું તમારી વાતની ખાતરી કરાવો. વિષ્ણુએ જલંધરના શરીરના ટુકડા વૃંદાને બતાવ્યા.

વૃંદા જલંધરનું મસ્તક લઇ પોતે પણ બળવા માટે ચાલવા લાગી, તે જ સમયે વિષ્ણુએ એક ખોટા જલંધરને સજીવન કર્યો. પોતાનો પતિ સજીવ થતાં વૃંદાની ખુશીનો પાર ન રહ્યો. તેણે જલંધર સાથે ભોગ કર્યો. ભોગ કરવાથી કૈલાસ પર યુદ્ધ કરતો સાચો જલંધર મૃત્યુ પામ્યો ને આ તરફ વૃંદાને ખબર પડી કે આ તો ખોટો જલંધર હતો, તે ખૂબ વિલાપ કરવા લાગી. તેણે વિષ્ણુજીને શાપ આપ્યો અને કહે તારી પત્નીને પણ આમ કોઇ સાધુ અપહરણ કરી લઇ જશે. તમારા કારણે મારે એક ભવમાં બે ભવ કરવા પડયા.

વિષ્ણુએ બાદમાં યોગીમાંથી પોતે પ્રગટ થઇ વૃંદાને કહ્યું, તુ ચિંતા ન કર તારું સતીત્વ નથી હણાયું, હું તને વરદાન આપું છું કે તું નિષ્કલંક રહીશ. હવે તું તુલસી નામની વનસ્પતિ થઇને અવતરીશ. કોઇપણ દેવની પૂજામાં કે તેને ધરાવવામાં આવતાં થાળમાં જો તને મૂકવામા નહીં આવે તો તે ભોગ દેવ સુધી નહીં પહોંચે.

તું દરેક મનુષ્યની પીડા હરનારી અમૂલ્ય ઔષધી બનીશ, તારા પત્ર વિના જગતમાં કોઇપણ મને ભોગ ધરાવશે તેનો હું સ્વીકાર નહીં કરું. મૃત્યુ પામનારના મુખે જો તુલસીનું પત્ર મૂકવામાં આવશે તો તેને મોક્ષ મળશે. તારા માંજર શૂરવીરોના મસ્તકે શોભશે,તુલસી બનીશ અને હું શ્યામ શૈલ બનીશ. આમ, વિષ્ણુ પોતે શ્યામ પથ્થર રૂપે અવતર્યા અને વૃંદા પણ તે જગ્યાએ તુલસી રૂપે ઊગ્યાં. ત્યારથી આ જગ્યાને તુલસીશ્યામ કહે છે.તુલસી શ્યામ જવા માટે તમે જૂનાગઢથી રવાના થઈ શકો છો. જૂનાગઢથી આ સ્થળ ૧૨૩ કિલોમીટરના અંતરે આવેલું છે.જૂનાગઢથી તુલસીશ્યામ જવા માટે અનેક વાહનની સગવડ મળી રહે છે.

‌ધાર્મિક માહાત્મ્ય: આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.આ મંદિરના દર્શન માટે 400 પગથિયા ચડી ડુંગર પર જવું પડે. અહીં આવેલા ગરમ પાણીના કુંડની માહાત્મ્ય પણ એટલું જ રહેલું છે, શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.‌

‌ઐતિહાસિક માહાત્મ્ય: જાલંધર નામનો એક અજેય યોદ્ધો હતો જે ન્યાય માટે યુદ્ધે ચઢેલો હતો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ઘમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહીં પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને વિષ્ણુ પાસે ગયા. જાલંધરનું યુદ્ધ જોઇને વિષ્ણુ પ્રસન્ન થયા. તેને વરદાન માગવાનું કહ્યું. તેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને તેમની બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માગ્યું.

‌ભગવાને વરદાન આપતા કહેલું જે દિવસે અધર્મનું આચરણ થશે ત્યારે મારો વાસ નહીં હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધાં હતાં.

‌નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે. તો નારદે કહ્યું કે સતી ખરી પણ સ્વરૂપવાન તો નહીં જ ને. તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું- પાર્વતી. તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો.

‌હવે વિષ્ણુ તેમનો સાગરલોક છોડીને વિષ્ણુલોકમાં પાછા ફર્યા. અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા. બીજી બાજુ વૃંદાને સપનું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા.

‌તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યુ થયું છે. વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો.વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે. તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે. વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહીં.

‌વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું મહત્વ રહેશે. તું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તું તુલસીરૂપે અને હું શ્યામ શૈલરૂપે અવતરીશ અને તુલસીશ્યામરૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.