કુદરતી રીતે વાળ કાળાં કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય સફેદ વાળ થશે દૂર

0
260

નમસ્તે મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઉંમર વધવાથી, તાણ અને અનિયમિત જીવનશૈલીના કારણે વાળ સફેદ થાય તે વાત આપણે સૌ જાણીએ છીએ. વાળનો રંગ બદલાઈ જાય એટલે દરેક વ્યક્તિની ચિંતા પણ વધી જાય છે.

તેવામાં લોકો સૌથી પહેલું કામ વાળને કલર કરવાનું કરે છે. જો કે કેમિકલયુક્ત કલર વાળને નુકસાન પહોંચાડી શકે છે અને સાથે જ તે લાંબા સમય સુધી ટકતો પણ નથી. આવી સ્થિતિમાં વારંવાર વાળ કાળા કરવા શક્ય પણ થતા નથી. તેથી આજે તમને એક કુદરતી ઉપચાર જણાવી છીએ જે તમારા વાળને કુદરતી રીતે કાળા કરશે.

આ ઉપચાર કરવા માટે તમારે એક બાઉલમાં તમારા વાળમાં જરૂરી હોય તેટલું નાળિયેરનું તેલ લેવું. તેમાં 2 ચમચી આમળા પાવડર ઉમેરવો અને તેને ધીમા તાપે ગરમ કરવું. પાવડર એકરસ થઈ જાય ત્યાં સુધી તેલ ગરમ કરો. આ તેલ ઠંડુ થાય એટલે તેને વાળના મૂળમાં લગાવો અને રાત આખી તેને રહેવા દો. બીજા દિવસે સવારે વાળને ધોઈ લો. આ ઉપાય તમારે સપ્તાહમાં 2થી 3 વાર કરવો. ધીરે ધીરે તમારા વાળનો રંગ કુદરતી રીતે કાળો થવા લાગશે.

આ ઉપરાંત ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેની સાથે વાળ પણ ધીમે-ધીમે ધોળા થવા લાગે છે, જો કે હાલ વર્તમાન સમયમા એવુ જરૂરી નથી કે વધતી ઉંમરે જ વાળ ધોળા થાય, અત્યારે તો યુવાનો પણ આ ધોળા વાળની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. અનિયમિત ભોજન નુ સેવન, તીખા તળેલા ભોજન નુ વધુ પડતુ સેવન, વાતાવરણ મા થતા અનિયમિત પરિવર્તનો, અનિયમિત જીવનશૈલી, આવશ્યક પોષકતત્વો નો અભાવ વગેરે પરિબળો જવાબદાર છે.

વાળ ને અકાળે વૃદ્ધત્વ તરફ એટલે કે સફેદી તરફ ધકેલી રહ્યા છે. વાળ જ્યારે પ્રાકૃતિક રીતે કાળા હોય છે ત્યારે વધુ સુંદર અને આકર્ષક લાગે છે. વાળ ને કાળા કરવા માટે મોટાભાગ ના લોકો હેર ડાઈ અથવા તો હેર કલર નો ઉપયોગ કરતા હોય છે. માર્કેટ મા જે હેરડાઈ કે હેરકલર આવતા હોય તેમા એમોનિયા તથા અન્ય કેમિકલ્સ ને કારણે લાંબા ગાળે વાળ તથા માથા ની સ્કિન માટે તે હાનિકારક સાબિત થાય છે.

સફેદ વાળને રોકવા માટે, તમારે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ.આમળા અને મેથીનો આ હેયર માસ્ક તમારા સફેદ વાળને કાળા કરી શકે છે. સફેદ થતા વાળ પર કઢીમાં વપરાતા પાંદડા અને નાળિયેર તેલ કરશે અનોખો કમાલ તમે એવા ઘણા કેસોમાં પણ એવો દાવો કરવામાં આવે છે કે કોઈ એક એવા ઉપાયથી કોઈ એક વ્યક્તિના સફેદ વાળ કાળા થઈ ગયા.જો કે એવું હોતું નથી, પરંતુ હા, જો તમે તેને પ્રકૃતિના ખોળામાં મૂકી જોશો તો તમને તમારી દરેક સમસ્યા નું સમાધાન મળશે.આવી જ રીતે, જો તમે પણ સફેદ વાળથી પરેશાન છો, તો અહીંય તેના ઉપાય જણાવ્યા છે.

વાળને પ્રાકૃતિક કાળા રાખવા માટે મેલાનિન નામ નુ રસાયણ મહત્વનુ હોય છે. મેલાનિન રસાયણ મા થતી વધઘટ વાળ ખરવા પાછળ અને વાળ સફેદ થવા માટે પણ જવાબદાર છે. માર્કેટ મા મળતા કેમિકલયુક્ત હેરકલર વાળને હાની પહોંચાડે છે, જેનાથી રક્ષણ મેળવવા માટે અમે તમારા માટે અમુક ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે તમારા વાળને કાળા, મજબૂત, આકર્ષક અને મુલાયમ બનાવી શકશો. બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.

દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો, સફેદ વાળ કાળા થઇ જશે.તલ ખાઓ, તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે. અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. 7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે, રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે. આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે, જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો, આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું, પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો, રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો, મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો, અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.

ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.જાસૂદના ફુલની પેસ્ટ બનાવો તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા.

આમળા.આંબળા મા વિટામિન સી ભરપૂર પ્રમાણમા હોય છે. આમળામા સમાવિષ્ટ એન્ટિ ઓક્સિડન્ટ તત્વો પણ વાળ અને શરીર માટે ફાયદાકારક છે. વાળ માટે આમળા ખૂબ જ લાભદાયી છે. આમળા વાળ ને પ્રાકૃતિક રીતે જ કાળો રંગ આપે છે.આયુર્વેદમા જણાવ્યુ છે કે, આમળા મા ભરપુર પ્રમાણમા ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. આમળાના ઠળિયા કાઢી તેને ક્રશ કરીને લેપ તૈયાર કરવો.ત્યારબાદ એક મોટા પાત્રમા તૈયાર કરેલા આ લેપમા અડધા લીંબુ નો રસ ઉમેરી તેને મિક્સ કરવો.

મહેંદી અથવા તો હેરકલર ની જેમ જ વાળમા આ મિશ્રણ લગાડવુ અને 1 કલાક સુધી તેને સૂકાવા દેવુ. ત્યારબાદ વાળને ઠંડા પાણીએ યોગ્ય રીતે ધોઈ લેવા. આ લેપ લગાવવા થી વાળ પ્રાકૃતિક રીતે કાળા થાય છે આ સિવાય આમળા મા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ તત્વો અને વિટામિન સી વાળ મજબૂત બનાવે છે.

વાળ નુ પ્રાકૃતિક રીતે જ કન્ડિશનિંગ કરવા થી તે ચમકદાર પણ બને છે. આમળા ના તૈયાર કરેલા પલ્પમા લીંબૂ ના રસની જગ્યાએ કોકોનટ ઓઇલ નો પણ ઉપયોગ કરી શકાય છે. વાળ મા થતા ખોડા ના કારણે સુકાઈ ગયેલી સ્કિન ને કોકોનટ ઓઇલ પોષણ આપીને સુંવાળી બનાવે છે. કોકોનટ ઓઇલ વાળના મૂળને પણ મજબૂત બનાવે છે. આંબળા ના તૈયાર કરેલ માવા ને કોકોનટ ઓઇલ સાથે ઉકાળીને, ત્યારબાદ ઠંડુ પડે એટલે તેને ગાળીને એક બોટલમા ભરી લેવુ. આ ઔષધિય ઓઇલ થી નિયમિત વાળમા મસાજ કરવાથી વાળને આવશ્યક પોષણ મળે છે અને વાળ સફેદ થતા અટકે છે.

નાળિયેર નુ તેલ.નાળિયેરના તેલમા વિટામિન ઇ સમાવિષ્ટ હોય છે જે વાળ અને સ્કિન માટે ખૂબ જ ઉપયોગી માનવામા આવે છે. નાળિયેરના તેલ માંથી તૈયાર કરવામા આવતુ આ ઓસડ વાળને ધોળા થતા અટકાવે છે અને ધોળા થયેલા વાળને ફરી પાછા કાળા પણ બનાવે છે. સૌપ્રથમ, 150 મિલીલિટર નાળિયેરના તેલમા 20-25-25 મીઠા લીમડાના પાન ઉમેરી તેને ઉકાળી લો.

પાંદડા નો રંગ લાલ થઈ જાય ત્યારે તેને ઉતારી ઠંડું કરવું. ત્યારબાદ તેલને ઠંડુ કરીને ગાળીને બોટલમા ભરી રાખી મૂકવુ. આ તેલના નિયમિત ઉપયોગથી પણ વાળ અકાળે ધોળા થતા બંધ થાય છે. ત્રણ ભાગ નાળિયેરના તેલમા બે ભાગ લીંબુનો રસ મિક્સ કરી તેના નિયમિત મસાજથી પણ વાળ ધોળા બનતા અટકે છે. આ કોપરેલ અને લીંબુના રસનુ મિશ્રણ મસાજ કરવુ હોય ત્યારે તાજુ જ તૈયાર કરવુ. લાંબા સમય સુધી આ મિશ્રણ ને સંગ્રહ કરી શકાતુ નથી.

શિકાકાઈ.જો તમે તમારા વાળ ને લાંબા, કાળા, ચમકીલા અને મુલાયમ રાખવા ઇચ્છતા હોવ તો શિકાકાઈ શ્રેષ્ઠ ઔષધ છે. શિકાકાઈ માથામા થતા ખોડા ની સમસ્યામા રાહત આપે છે, આ સિવાય વારંવાર વાળ ઉતરતા અટકાવે છે અને વાળ ધોળા થતા પણ અટકાવે છે.શિકાકાઈ મા પ્રાકૃતિક પિગમેન્ટ્સ પણ હાજર છે જે વાળને પ્રાકૃતિક રંગ પ્રદાન કરે છે. શિકાકાઈ ને રાત્રે પાણીમા પલાળી દેવા. ત્યારબાદ વહેલી સવારે એ પાણી ઉકાળી ને તેને ઠંડુ કરવુ. ઠંડા થયેલા પાણીને ગાળી લેવુ. આ પાણીથી જો વાળ ધોવામા આવે તો વાળ અકાળે સફેદ થવાની સમસ્યામા રાહત મળશે. આ સિવાય શિકાકાઈ વાળુ પાણી વાળ માટે શ્રેષ્ઠ કંડીશનર છે.

ચા ની પત્તી.જો ચા નો ડાઘ કપડામા પડે તો તે ડાઘ જતો નથી અથવા તો ખૂબ જ પ્રયાસ પછી ડાઘ દૂર થાય છે, તેનુ મુખ્ય કારણ ચા ની પતી મા સમાવિષ્ટ પ્રાકૃતિક પિગમેન્ટસ અને તેનો પ્રાકૃતિક રંગ છે. તેથી ચા ની પતી વાળ માટે અસરકારક ઔષધ અને રંગ સાબિત થાય છે.1 લીટર પાણી મા 3-4 ચમચી ચા ની પતી ઉમેરી પાણી ને સારી રીતે ઉકાળી લેવુ.ચાના પાણી ને ઠંડુ થવા દેવુ ત્યારબાદ તેનાથી વાળ ધોવાથી પણ વાળ નો પ્રાકૃતિક રંગ પાછો પ્રાપ્ત થાય છે. તો વાળને અકાળે ધોળા થતા અટકાવવા અને ધોળા થઈ ગયેલા વાળને પાછો પ્રાકૃતિક કાળો રંગ આપવા માટે તેમજ કેમિકલયુક્ત હેરકલર થી થતી હાની થી બચવા માટે પ્રાકૃતિક તત્વોમાંથી હેરકલર તૈયાર કરીને ઉપયોગ કરવાથી વાળની સુંદરતા જાળવી શકાય છે.

કાંદા.આપણે જાણીએ છીએ કે કાંદા વાળનો ગ્રોથ વધારવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. પણ ઘણી સ્ત્રીઓની માથાની સ્કિન વધારે સેન્સિટિવ હોવાને કારણે હેર ગ્રોથ માટે કાંદાનો ઉપયોગ કરતાં હેરફોલ થવા લાગતો હોય છે.આમ તો સામાન્ય હેરફોલથી ગભરાવું ન જોઇએ, કેમ કે શરૂઆતમાં તો તે થાય જ, પણ સામાન્યથી વધારે થાય તો તે ઉપચાર બંધ કરી દેવો જોઇએ. હવે કાંદા વાળને કાળા કરવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે. કાંદામાં કેટાલેસ એન્ઝાઇમ વાળને કાળા કરવામાં મહત્ત્વનું છે, જો કાંદા સદતા હોય તો પીસીને સ્કેલ્પમાં લગાવીને અડધી કલાક રાખી ધોઇ નાખવાથી વાળ થોડા સમયમાં જ કાળા થવા લાગે છે.

બાવળની છાલ અને મેંદી.આ ઉપાય એવો છે કે જે વાળને કે સ્કેલ્પને ક્યારેય કોઇ જ નુકસાન નથી પહોંચાડતો, આ ઉપાય સંપૂર્ણપણે પ્રાકૃતિક છે તેથી તેની કોઇ જ આડઅસર નથી થતી. આ પેસ્ટ બનાવવા માટે બાવળની છાલને પીસીને મેંદીમાં ભેળવીને તે મેંદી માથે લગાવો. આ પેસ્ટ લગાવીને ત્રણ કલાક બાદ વાળને ધોઇ નાખો. આનાથી વાળ કાળા તો થશે જ સાથેસાથે વાળ મજબૂત પણ બનશે અને હેરફોલ પ્રોબ્લેમ પણ ઓછો થશે.

દહીં.દહીં પણ વાળ કાળા કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.તેમા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. વાળ કાળા કરવા માટે એક વાટકી દહીંમાં બે ટામેટાં ક્રશ કરીને નાખો ત્યારબાદ તેમાં અડધું લીંબુ અને પાંચ ચમચી નીલગીરીનું તેલ ઉમેરો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર સ્કેલ્પમાં આ મિશ્રણને લગાવીને થોડું માલીશ કરી આશરે અડધી કલાક બાદ વાળ ધોઇ લેવા વાળ કાળા થશે.