કોઈપણ જાતની દવા વગર આ આ દેશી રીતેજ પાછળ લઈ શકો છો તમારી માસિકની તારીખ.

0
24

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માસિકનો દુખાવો મોટાભાગની મહિલાઓ તેમજ યુવતિઓ માટે મોટી સમસ્યા હોય છે. તેમાં પણ જો કોઈ ખાસ અવસર કે ફરવા જવાની તારીખો દરમિયાન જ માસિકની તારીખ આવતી હોય તો મોટાભાગે તેઓ દવા લઈ અને માસિકના સમયને થોડો મોડો કરવાનું પસંદ કરે છે. જેથી અવસરની મજા સારી રીતે માણી શકાય.

જો કે માસિકની તારીખો લેટ કરવા માટેની દવાઓની કેટલીક આડઅસરો પણ થતી હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી આવી દવાઓને બદલે ઘરગથ્થુ અને સચોટ ઉપાય કરી અને માસિક ધર્મના દિવસોને ટાળવા હિતાવહ હોય છે. કયા કયા છે આવા સચોટ ઉપાય જાણી લો આજે તમે અને બંધ કરી દો આડઅસર કરતી દવાઓ ખાવાનું.અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એકનો ઉપયોગ માસિક શરૂ થવાની તારીખથી થોડા દિવસ અગાઉથી શરૂ કરી દેવો. આ ઉપાયોથી માસિકનો સમય વિના કોઈ દવા મોડો થઈ જશે.

એક ગ્લાસ પાણીમાં 3 ચમચી વિનેગર ઉમેરી અને દિવસમાં 3થી 4 વખત પી લેવું. આ ઉપાય માસિકની તારીખના 3થી 4 દિવસ પહેલાં કરવો. ચણાની દાળને દળી તેનો પાવડર તૈયાર કરો, આ એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં ઉમેરી સવારે ખાલી પેટ પી લેવો. અજમાના થોડા પાન લઈ તેને સાફ કરી અને પાણીમાં ઉકાળી લો, આ પાણી હુંફાળું હોય ત્યારે તેમાં મધ ઉમેરી અને પી જવું. દિવસમાં બે વાર ફુદિનાનો રસ પી લેવો.

સ્ત્રીઓ ને માસિક આવવો એ એક પ્રાકૃતિક પ્રોસેસ છે આની શરૂવાત ૧૪ વર્ષ ની વયે થી થાય છે. આ પ્રક્રિયા શરીર મા આવતા બદલાવ નો એક ભાગ છે જે શરીર માટે અનિવાર્ય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન રક્ત ના વધુ પડતા બહાવ ને કારણે સ્ત્રીઓ ને ઘણી બધી આપત્તિઓ નો સામનો કરવો પડે છે. મુખ્યત્વે શરીર ના પીઠ તથા પેટ ના ભાગ પર વધુ પડતું દર્દ થાય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ ને શુભ કાર્યો થી દુર રાખવા મા આવે છે.

જે એક પુરાતન સમય થી ચાલી આવતી દુષણ પ્રથા છે. ખેર આપણે આ વિશે તો ચર્ચા નથી કરવાની પરંતુ આ સમયગાળા દરમિયાન થતા દુઃખ-દર્દ થી બચવા માટે કરવામા આવતા ઉપાયો વિશે ચર્ચા કરવાની છે. માર્કેટ મા ઘણી એવી મેડીસીનો ઉપલબ્ધ છે જેના દ્વારા આ દુખાવો થોડા સમય માટે મટી શકે છે.

પરંતુ દવા નો અસર પૂર્ણ થતા જ આ દુખાવો ફરી શરુ થાય છે તથા દવા ની આડઅસર ને લીધે આ દુખાવા વધવાની શકયતાઓ પણ વધી જાય છે. આ માટે અહી અમુક ઘરગથ્થું ઉપાયો વિશે ની પણ આપણે ચર્ચા કરીશું.આ સમયગાળા દરમિયાન કાળજી રાખવા જેવી બાબતો:

આ સમયગાળા દરમિયાન સાત થી આઠ કલાક ની પુરતી ઊંઘ લેવી. ક્યારેય પણ ખાલી પેટ ના રેહવું કારણ કે તેના લીધે તમારો સ્વભાવ ચીડિયો થઇ જશે. આ સમય દરમિયાન ક્યારેય એક સાથે ના જમવુ પરંતુ થોડા-થોડા સમય ના અંતરે પાંચ થી છ વાર જમવુ જેથી શરીર મા ઉર્જા નો સંચાર રહે. આ સમય દરમિયાન ટાઢો તથા વાંસી આહાર ખાવા નુ ટાળવુ.આ સમયગાળા મા જેટલુ બને તેટલુ વધુ જળ ગ્રહણ કરવુ. પરંતુ બરફ નુ તથા ઠંડુ પીણું પીવા નુ ટાળવુ.

આ ઉપરાંત આ સમયે શરીર ની ચોખ્ખાઈ પર પુરતુ ધ્યાન આપવું જેથી કોઈ ભયજનક રોગ નુ ઇન્ફેકશન ના લાગે.આ સમયગાળા દરમિયાન થતા દુખાવા મા રાહત મેળવવા ના અમુક ઘરગથ્થું નુસ્ખાઓ.એક કપ હુફાળા પાણી મા જીલેટીન ઉમેરી ગ્રહણ કરવાથી ફાયદો મળે છે. અજમા ના પર્ણો તથા મધ હુફાળા પાણી મા મિક્સ કરી ને પીવા થી લાભ મળે છે.

પાણી મા લીંબુ નો રસ ઉમેરી ને ગ્રહણ કરવાથી પણ દર્દ મા રાહત મળે છે. એક ગ્લાસ પાણી મા ત્રણ થી ચાર ચમ્મચ વિનેગર ઉમેરી ને પીવા થી રાહત મળે છે. આ ઉપરાંત ફુદીના નો રસ તથા ચણા ની દાળ દળી તેનો પાવડર એક ગ્લાસ પાણી સાથે લેવા મા આવે તો પણ રાહત મળે છે. આ સિવાય બને તેટલો આયર્ન યુક્ત આહાર આ સમય દરમિયાન લેવો જેના ફાઈબર, મિનરલ્સ તથા વિટામીન શરીર માટે ફાયદાકારક છે. આ સમય દરમિયાન પેટ ની નીચે આવેલ ભાગ મા ગરમ પાણી નો શેક કરવાથી પણ રાહત મળે છે.

માસિક ધર્મ સ્ત્રીમાં થતી એક સ્વભાવિક પ્રક્રિયા છે. કોઈ કન્યાને જો સૌ પહેલી વખત ઋતુ સ્ત્રાવ આવે છે તેને રજોદર્શન કહે છે અને માસિક ધર્મ દરેક ૨૮ દિવસના અંતરે લગભગ ૪૫ થી ૫૦ વર્ષની ઉંમર સુધી બની રહે છે. આ સ્ત્રાવ ૩ દિવસ સુધીથી લઇને ૬ દિવસના સમય માટે આવે છે. માસિક કે હત્રલ ગર્ભાશય માંથી આવે છે અને યોની માર્ગ માંથી બહાર નીકળે છે તે વધુ ઘાટું નથી અને ન તો પાતળું. તેનો રંગ થોડો કાળાશ પડતો લાલ છે. તેનાથી ખબર પડે છે કે કન્યા હવે યુવાન થઇ ગઈ છે.

લક્ષણ.મહિલાઓમાં યુવાન છોકરીઓમાં સામાન્ય રીતે રજોપ્રવૃત્તિના સમયે પેટમાં વધુ પડતો દુ:ખાવો માસિક ધર્મનું નિયમિત ન થવું અને ક્યારેક વહેલા કે પછી મોડું આવવું અને લોહીના ગઠ્ઠા સાથે ઋતુસ્ત્રાવને અનિયમિત થવું કહેવાય છે. એવી સ્થિતિમાં પુરુષ જો સંભોગ કરે છે તો તેને ચેપ લાગવાની શક્યતા રહે છે.

એટલા માટે ઋતુસ્ત્રાવ દરમિયાન ક્યારે પણ સેક્સ ન કરવું જોઈએ અને માસિક ધર્મનો દુ:ખાવો યુવતીઓની સામાન્ય સમસ્યા રહે છે. જેમાં ખાસ કરીને બીજ વાહિની અને અંડાશયની વિકૃતિ સાથે સાથે મળાવરોધની પણ ફરિયાદ રહે છે મહિલાઓને અનેક રોગો સાથે કમરમાં અસહ્ય પીડા માથામાં દુ:ખાવો, ઉલટી વગેરે લક્ષણ હોય છે.

કારણ.શરીરમાં ઘણી વધુ આળસ, લોહીની ખામી, મૈથુન દોષ, માસિકના સમયે ઠંડી વસ્તુનું સેવન, ઠંડી લાગી જવી, પાણીમાં મોડે સુધી પલળવું, ખોટું આમ તેમ ફરવું, શોક, ગુસ્સો, દુ:ખ, માનસિક ઉદ્વેગ, અને માસિક ધર્મના સમયે ખાવા પીવામાં બેદરકારી, આ બધા કારણોથી માસિક ધર્મ અટકી જાય છે કે સમય મુજબ નથી થતું.

સંકેત.ગર્ભાશયના ભાગમાં દુ:ખાવો, ભૂખ ન લાગવી, વમન, કબજીયાત, સ્તનોમાં દુ:ખાવો, દૂધ ઓછું નીકળવું, હ્રદયના ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ, કાનમાં જાત જાતના અવાજ સંભળાવા, ઊંઘ ન આવવી, દસ્ત લાગુ, પેટમાં દુ:ખાવો, શરીરમાં અનેક જગ્યાએ સોજા, માનસિક તનાવ, હાથ પગ અને કમરમાં દુ:ખાવો, સ્વરભંગ, થાક, શરીરમાં દુ:ખાવો વગેરે માસિક ધર્મ અટકવાના લક્ષણ છે.

નુસખા.૩ ગ્રામ કાળા મરીનું ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી માસિક ઠીક થઇ જાય છે.દૂબનો રસ એક ચમચી પ્રમાણમાં દરરોજ સવારના સમયે પીવાથી માસિક ખુલી જાય છે. કાચા પપૈયાનું શાક બનાવીને થોડા દિવસો સુધી ખાવાથી માસિક ધર્મ ખુલીને આવવા લાગે છે. કુવારપાઠુંનો રસ બે ચમચીના પ્રમાણમાં ખાલી પેટ લગભગ બે અઠવાડિયા સુધી સેવન કરો,૧૦ ગ્રામ તલ, ૨ ગ્રામ કાળા મરી, બે નંગ નાની પીપર અને થોડી સાકર બધાની રાબ બનાવીને પીવાથી માસિક ધર્મ ખુલીને આવવા લાગે છે.૩ ગ્રામ તુલસીના થડનું ચૂર્ણ મધ સાથે સેવન કરો.

૫૦ ગ્રામ સુંઠ, ૩૦ ગ્રામ ગોળ, ૫ ગ્રામ વાવડીંગ અને ૫ ગ્રામ જૌ બધાને થોડું વાટીને એક કપ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે તો રાબનું સેવન કરો. અટકેલું માસિક ધર્મ ખુલી જશે. વડના મૂળ, મેથી અને કલોંજી બધું ૩-૩ ચમચીના પ્રમાણમાં લઇને જાડુ જાડું વાટી લો. પછી અડધો કિલો પાણીમાં બધી વસ્તુ નાખીને રાબ બનાવો. જયારે પાણી અડધું રહે તો ગાળીને સાકર નાખીને પી લો.

ડુંગળીનું સૂપ એક કપ બનાવો. તેમાં થોડો ગોળ ઓગાળી લો. આ પાણી અટકેલું માસિક ધર્મ ખુલી જશે. દિવસમાં ત્રણ વખત ૨-૨ ગ્રામ નામાનું ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ. તેનાથી માસિક ધર્મ ખુલી જાય છે.મસિક ધર્મને નિયમિત કરવાના ઉપાય.જ્યાં સુધી જ સ્ત્રીઓને ભય, ગુસ્સો, શોક, ચિતા, વધુ પ્રમાણમાં સુવું, વધુ ભૂખ તરસ રહેવાથી દુર રહેવું જોઈએ અને માસિક ધર્મ દરમિયાન સફાઈ વગેરેનું ધ્યાન રાખવું જરૂરી છે.