કિયારા અડવાણી નું ઘર છે ફાઈવ સ્ટાર હોટલ જેવું અંદરની તસવીરો જોઈ ચોંકી જશો.

0
18

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, “કબીર સિંહ” માં કામ કર્યા બાદ કિયારા આડવાની બોલિવુડની નંબર વન એક્ટ્રેસ બની ગઈ છે. કિયારા આ પહેલા એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી અને મશીન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અમુક ફિલ્મોમાં કામ કરીને કિયારા કરોડોની સંપત્તિનો માલિક બની ગઈ છે. ૨૭ વર્ષની ઉંમરમાં કિયારા ૧૧ કરોડની માલિક છે.

બોલિવૂડમાં કિયારા આડવાની આજે એક જાણીતું નામ બની ગઈ છે. તે સતત સફળતાની સીડીઓ ચઢતી નજર આવી રહી છે. જોકે હજુ સુધી તેણે અમુક ફિલ્મોમાં જ કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મોમાં તેણે એવું પ્રદર્શન કરીને બતાવ્યું કે તેની લોકપ્રિયતાનો જાદુ દર્શકોના દિલમાં વસી ગયો. કિયારા ની પાસે હવે ઘણા નવા પ્રોજેક્ટ રહેલા છે.

કિયારા આડવાની મુંબઈમાં એક ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે. તેનું ઘર પણ બિલકુલ તેની જેવુ જ સુંદર છે. આજની આ સ્ટોરીમાં અમે તમને તેના ઘરની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. કિયારા પોતાના પરિવારની સાથે આ શાનદાર ઘરમાં રહે છે. મુંબઈનાં પોશ વિસ્તાર મહાલક્ષ્મીમાં કિયારા પોતાના માતા-પિતા અને ભાઈની સાથે રહે છે. આ તસ્વીરમાં કિયારાનાં ભાઈનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને ભાઈ ની આજુબાજુ કિયારાનાં માતા પિતા ઉભેલા છે.કિયારા ના આ બ્લેક એન્ડ વાઈટ ફોટો માં તમે તેના ઘરના લિવિંગ રૂમ જોઈ શકો છો.

કિયારા આ ફોટોમાં કેક ની સાથે જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં તેનો લિવિંગ રૂમ નજર આવી રહ્યો છે કે. કિયારાનાં લિવિંગ રૂમમાં મોટા મોટા કુંડા અને સફેદ રંગના સોફા ઘરની સુંદરતાને વધારે છે. કિયારાએ પોતાના લિવિંગરૂમમાં આકર્ષક લાઇટિંગ પણ કરેલી છે. લાગે છે કે કિયારાનો ફેવરિટ કલર સફેદ છે, એટલા માટે તો તેણે પોતાના ઘરના દરેક ખૂણાને વ્હાઇટ કલર થી સજાવટ કરેલ છે. આ તસ્વીરમાં કિયારા ગોલ્ડન રંગના ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.

ફક્ત લિવિંગ રૂમમાં જ નહીં પરંતુ એક્ટ્રેસે ઓફ વ્હાઇટ થીમને બાલ્કની પણ લાગુ કરેલ છે. આ તસ્વીરમાં બ્લેક રંગના આઉટફિટમાં કિયારા ખૂબ જ ગોર્જીયસ જોવા મળી રહે છે અને તેની પાછળ બાલ્કની નો નજારો જોઇ શકાય છે.આ કિયારાનાં ઘરનો ફેવરિટ કોર્નર છે. અહીંયા સાંજના સમયે એક્ટ્રેસ પોતાની માં સાથે બેસીને ચા ની ચૂસ્કીનો આનંદ માણે છે અને ખૂબ જ ગોસિપ કરે છે.

કિયારાએ ઘરની દીવાલો થી લઈને ફર્નિચર પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. આ તસ્વીરમાં કિયારા ક્રિસમસ ટ્રી સાથે જોવા મળી રહી છે અને તમે તેના ઘરની સજાવટ જોઈ શકો છો.કિયારા ઘણી વખત પોતાના ઘરમાં ફોટોશૂટ પણ કરાવે છે. એક્ટ્રેસને પોતાના ઘરનો દરેક ખૂણો ખૂબ જ પસંદ છે. આ તસ્વીરમાં ઓરેન્જ અને ક્રીમ ક્રીમ કલરના આઉટફિટમાં કિયારા ની સુંદરતા અદભુત જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે કિયારાનાં પિતાનું નામ જગદીપ આડવાની છે, જે વ્યવસાયે એક બિઝનેસમેન છે. માં નું નામ જેનેવીવ જૈફરી છે. અનુપમ ખેરના એક્ટિંગ સ્કૂલ અને રોશન તનેજાનાં ઇન્સ્ટિટ્યૂટ થી કિયારાએ એક્ટિંગ ટ્રેનિંગ લીધેલી છે.ખબરો અનુસાર હાલના દિવસોમાં એક્ટ્રેસ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે.

બંને ઘણા અવસર પર એક સાથે જોવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંનેના સંબંધોને તેમના પરિવારજનોએ પણ મંજૂરી આપી દીધી છે. વાત કરવામાં આવે તો હાલમાં જ કિયારા આડવાની “ઇન્દુ કી જવાની” નામની કોમેડી ફિલ્મમાં નજર આવી છે. આવનારા સમયમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ “શેરશાહ” અને કાર્તિક આર્યન સાથે ફિલ્મ “ભૂલ ભુલૈયા” માં જોવા મળશે.

અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘લક્ષ્મી’માં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. જોકે હજુ સુધી બંનેએ પુષ્ટિ કરી નથી અને જાહેર જીવનમાં ક્યારેય એવું પગલું ભર્યું નથી કે તેના વિશે કોઈ પુષ્ટિ મળી શકે પરંતુ અક્ષય કુમારે કિયારાની લવ-લાઈફને ખુલ્લી કરી હોય તેમ લાગી રહ્યું છે.

અક્ષય કુમાર કિયારા અડવાણી સાથે તાજેતરમાં ‘ધ કપિલ શર્મા શો’માં ‘લક્ષ્મી’ના પ્રમોશન માટે ગયો હતો. આ શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં કપિલ શર્મા કિયારાની લવ-લાઈફને લગતા પ્રશ્નો પૂછે છે, જેના પર કિયારા કહે છે કે હું જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે જ હું મારા અંગત જીવન વિશે વાત કરીશ. આ અંગે કપિલ કહે છે કે, તે વ્યક્તિ માટે તાળીઓ વગાડો જે કિયારા સાથે લગ્ન કરશે. આ ક્ષણે તો અમે ખાલી તમને શુભેચ્છા જ પાઠવી શકીએ છીએ.

ત્યારબાદ અક્ષય કુમારે કોમેન્ટ કરી આ મોટા સિદ્ધાંતોવાળી યુવતી છે. અક્ષયની આ કોમેન્ટ બાદ કિયારા બ્લશ કરતી જોવા મળી. જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થ પહેલીવાર ‘શેરશાહ’માં એક સાથે આવી રહ્યા છે, જે કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. ફિલ્મમાં સિદ્ધાર્થ વિક્રમ અને તેના જોડિયા ભાઈ વિશાલની ભૂમિકામાં જોવા મળશે.

સિદ્ધાર્થ અક્ષય કુમાર સાથે ‘બ્રધર્સ’માં કામ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અક્ષયનો નાનો ભાઈ હતો. કિયારાએ પણ અક્ષય સાથે ‘ગુડ ન્યૂઝ’માં કામ કર્યું છે, જે ગયા વર્ષે રિલીઝ થઇ હત અને ખૂબ જ સફળ સાબિત થઇ હતી. જોકે, આ ફિલ્મમાં અક્ષયની જોડી કિયારા સાથે ન હતી.

સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની તાજેતરમાં જ તેના કેલેન્ડર લોન્ચિંગ ના કારણે ચર્ચામાં છે. ડબ્બુ રત્નાની એ આ વખતે પણ તેમના કેલેન્ડરમાં કિયારા અડવાણીને સ્થાન આપ્યું છે. કિયારા અડવાણીએ તેના ફોટોને કારણે ભારે ચર્ચામાં આવી છે.

કિયારા અડવાણી પોતાના ફોટામાં કેળાનાં પાન પાછળ ઉભી હતી. કિયારા ટોપલેસ પણ દેખાતી હતી અને પોતાને કેળાના પાનથી ઢાંકી હોય એવો ફોટો હતો. કિયારાની બોલ્ડ તસવીર ઇન્ટરનેટ પરની હેડલાઇન બની ગઈ. કિયારા અડવાણીના ટોપલેસ શૂટથી તેના પ્રશંસકો નારાજ થયા છે. કિયારાના ચાહકો Memes બનાવે છે અને પૂછે છે કે તેમના કપડા ક્યાં છે?

કિયારા અડવાણી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ સફળ રહી હતી. કિયારાની આ બોલ્ડ તસવીર પર તેના ચાહકોએ પણ તેમને કબીરસિંહની સ્ટાઇલમાં સવાલો પૂછ્યા છે. ફિલ્મ કબીર સિંઘમાં શાહિદ કપૂરનું પાત્ર એકદમ અલગ હતું, તેથી ચાહકોએ મીમ બનાવવામાં કઈ જ બાકી રાખ્યું નથી.

આ વર્ષે ડબ્બુ રતનની કેલેન્ડરમાં સ્થાન મેળવનારા સ્ટાર્સમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન, જોન અબ્રાહમ, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, અનુષ્કા છે.