ખુબજ વિચિત્ર છે આ ગામ અહીં જીવતાં માણસને દાટી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમની સાથે થાય છે એવું કે જાણી ચોંકી જશો

0
122

અનોખા રીત રિવાજો અહીં જીવંત માણસને દફનાવીને ખુશીની ઉજવણી કરવામાં આવે છે તમે આજ સુધી આ દુનિયાની ઘણી વિચિત્ર પરંપરાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ એક પરંપરા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો જેમાં એક જીવંત યુવાનને દફનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, જીવંત માણસની દફનવિધિ પણ ધામ્મથી ઉજવવામાં આવે છે અને સફેદ વાળવાળી સ્ત્રી તેની વિધવા બની જાય છે.આ પરંપરા છેલ્લા 30 વર્ષથી ક્યુબામાં છે. તે બૂજી ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે આ દરમિયાન શબપેટીમાં તાળા મારીને એક વ્યક્તિને શેરીઓમાં ધકેલી દેવામાં આવે છે. આ પછી શબપેટીમાં બંધ આ શખ્સની પાછળ તેના ડઝનેક સબંધીઓ અને મિત્રો તેના સંબંધીઓ સહિત દારૂના નશામાં તાળી વગાડતા હતા અને નાચતા હતા અને ગાયા હતા.

આ તહેવારનું નામ બ્યુરીઅલ ઓફ પંચો છે જેનો અર્થ જીવંત દફન કરવાનો છે પરંતુ અહીંના દૃષ્ટિકોણને જોતા, તમને લાગશે કે લગ્ન પ્રસંગ છે. આ અનોખા તહેવારની શરૂઆત વર્ષ 1984 માં થઈ હતી. તે સ્થાનિક કાર્નિવલના અંત અને નવા જન્મના ચિન્હના આધારે જોવામાં આવે છે.

વિશ્નમાં ઘણી એવા પ્રકારની પ્રથાઓ અને પંરપરા હોય છે જે તમને સાંભળીને પણ નવાઈ લાગે કે શું દુનિયામાં આવી વિચિત્ર પંરાપરા પણ હોય છે. જો કે આપણા માટે નવાઈની વાત હોય છે, જ્યારે તે લોકો માટે આ પ્રથાને સારી માનવામાં આવે છે. તેમજ વિશ્વમાં એવી કેટલીક વિવિત્ર પ્રથાઓને નિભાવામાં આવે છે. આવી જ વિવિત્ર પ્રથા વિશે અમે તમને જણાવીશું જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

વિશ્વમાં પૂર્વ આફ્રિકામાં લગ્નને લઈને કેટલીક વિચિત્ર પ્રકારની પરંપરાને શુભ માનવામાં આવે છે. તેમજ અહીં ઘણી બધી જનજાતી પણ જોવા મળે છે તે બધાની પોતાની લગ્નને લઈને અલગ અલગ પ્રથાઓ છે. તે પ્રથાને સારી માનવામાં આવે છે તેમજ આજે પણ પરંપરાને નિભાવામાં આવે છે.તે સિવાય અહીં કેટલીક એવી જનજાતી પણ છે જે લગ્ન કરતા પહેલા શારીરિક સંબંધોથી દૂર રાખવા માટે છોકરા છોકરીને અલગ અલગ ભેટ આપવામાં છે જે એક પ્રકારનો રિવાજ છે.

તેમજ એક એવી પરંપરા પણ છે જે જાણીને તમે આશ્ચયચકિત થઈ જશો, જેમાં ધાના નામની જનજાતી દ્વારા વિધવા મહિલાનું શુદ્ધિકરન કરવામાં આવે છે. વિધવા મહિલાને શુદ્ધ કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ સાથે તે મહિલાને રાત વિતાવી પડે છે. આ રાત પૂરી થાય તેના પછી મહિલા બીજા લગ્ન કરી શકે છે.જો કે, તમને જણાવી દઈએ કે, અહીં પપુઆ ન્યૂ ગિની જનજાતીમાં બાળકોને શારીરિક સંબંધ બાધવાની છૂટ છે. બાળકોને શારીરિક સંબંધ રાખી શકે છે પણ પોતાની પત્ની સાથે ખાવાનું નથી ખઈ શકતા આ પ્રથા આપણા માટે વિચિત્ર લાગતી હશે પણ તે લોકો માટે આ પ્રથા સારી માનવામાં આવે છે.

લગ્નનો અર્થ થાય છે નાચવું-ગાવું, સારું ભોજન અને સુંદર દુલ્હા-દુલહનને ફેરા લેતા જોવાનું,પરંતુ આ તો આપણા દેશના સામાન્ય લગ્નમાં થાય છે.સમગ્ર દુનિયામાં લગ્નનો અર્થ આ જ નથી થતો,લગ્ન દરેક સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ ચોક્કસપણે છે,પરંતુ તેની સાથે જોડાયેલ રીતિ-રિવાજો સમગ્ર વિશ્વમાં જુદા-જુદા છે.કેટલાક રિવાજો તો એવા છે જે વિશે તમે જાણો તો પણ હાંસી આવે છે હાલની દુનિયામાં પણ આવું જ સમાજ છે, જ્યાં લગ્ન કરવાના રસ્તાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે.

ચાઇનાની સિચુઆનમાં એક પરંપરા છે કે લગ્ન પહેલાં દુલ્હનને પૂરેપૂરો એક મહિનો રોવું પડે છે,આ રિવાજને જીઓ ટાંગ કહેવાય છે.એક મહિના માટે રાત્રે અડધી કલાક રોવાનું થાય છે.દુલહ્ન સાથે પ્રથમ દસ દિવસ તેમની માતા અને પછીના 10 તેમના દાદી અને છેલ્લા દિવસોમાં કુટુંબની તમામ મહિલાઓ સતત રોવાનું કામ કરે છે.

કિર્ગિસ્તાનમાં આજે પણ દુલ્હનની અપહરણની પરંપરા ચાલુ છે.આ રસમ લગ્નની પહેલાં કરવામાં આવે છે.પુરુષ જે સ્ત્રી સાથે તેની આખી જીંદગી વિતાવવા માંગે છે,તેનું અપહરણ કરે છે.આ પરંપરા રોમાનિયા સમાજમાં જીવંત છે લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના ઘરના તેના પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવા માટે રાજી ન હોય,તેના માટે આ પરંપરા છે.પ્રાચીન સ્પાર્ટેન્સ સમાજમાં લગ્ન પહેલાં દુલ્હનના માથાની હજામત કરવામાં આવે છે.આ સમાજમાં દુલ્હન ભાગીને ક્યાંક છુપાઈ જાય છે અને દુલ્હો તેને શોધીને લાવે છે.પછી માનવામાં આવે છે કે લગ્નની રસમો પૂર્ણ થઈ છે.

મસાઈની સંસ્કૃતિમાં લગ્ન માટે વિશ્વની સૌથી અલગ રીત છે.અહીં દુલ્હનને અપમાનિત અને પ્રતાધિત કરવામાં આવે છે. સગાઈના સમયે છોકરીને એક વૃદ્ધ સાથે મોકલવામાં આવે છે.જ્યાં તેના સાસરિયાંઑ તેનું સ્વાગત તેનું અપમાન કરીને, તેને મારીને અને તેના માથા પર ગોબર લગાવીને કરે છે.ત્યાં એક રસમ હેઠળ છોકરીના પિતા પણ તેના પર થૂંકે છે.ફ્રાન્સની સંસ્કૃતિમાં લગ્નના સાવ અજબ જ રિવાજ છે.જેને લા સૂપ કહે છે.જ્યારે નવા પરણેલા હનીમૂનમાં જાય છે,ત્યારે પાર્ટીનું બચેલૂ બધુ ખાદ્ય ભેગુ કરવા માટે એક નવી ટોયલેટની ચેમ્બરમાં મૂકે છે અને તેમાં પાણી ઉમેરીને તેનું જ્યુસ બનાવે છે.ત્યારબાદ આ જ્યૂસ દુલ્હનના પરિવારજનોને પીવું પડે છે.

સ્કોટ સમાજમાં લગ્નને ત્યાં સુધી પૂર્ણ માનવમાં નથી આવતા જ્યાં સુધી દુલ્હા અને દુલ્હન પર કાળો રંગ નાખવામાં ન આવે.આ રસમ કરવાનું કારણ એ છે કે નવા પરણેલા જોડાનું જીવન સુખી બને.કાંગો સમાજમાં લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હનને હસવાની મનાઈ હોય છે.લગ્નના રિવાજો પૂરો થઈ જાય પછી જ બન્નેને હસવાની પરવાનગી આપવામાં આવે છે.આ રિવાજ ફક્ત લગ્ન માટે જ નથી,પરંતુ લગ્ન દરમિયાન થતાં અન્ય રિવાજો પર પણ લાગુ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here