ખુબજ હોટ અવતારમાં જોવાં મળી દિયા મિર્ઝા, તસવીરો જોઈ દીવાના થઈ જશો……

0
262

દિયા મિર્ઝાની આ 6 તસવીરો ખૂબ જ સુંદર છે, જોઈને તમે ઉડી જશે,દિયા મિર્ઝાની આ 6 તસવીરો ખૂબ જ સુંદર છે, જોઈને તમે ઉડી જશે,બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા એ ઇન્ડસ્ટ્રીની એક સુંદર અભિનેત્રીઓમાંની એક છે. દિયાએ તેની કારકિર્દીમાં ઘણી શ્રેષ્ઠ ભૂમિકાઓ ભજવી છે.

અભિનેત્રી દીયા મિર્ઝા,દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.દિયા મિર્ઝાની તસવીરો, દિયા સોશિયલ પ્લેટફોર્મ પર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરે છે.દિયા મિર્ઝાની ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેં,દીયા મિર્ઝાની ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેં તેની હિટ ફિલ્મ્સમાંની એક છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સૈફ અલી ખાન અને આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા.મિર્ઝા સાહિલ સિંઘા,દિયા મિર્ઝા ભૂતકાળમાં સાહિલ સિંહા સાથે છૂટાછેડા લેવાના સમાચારમાં હતી.

બોલિવૂડ અભિનેત્રી -નિર્માતા દિયા મિર્જાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિયાએ જિંદગીના તે સમયગાળાની વાત કરી છે કે જ્યારે તે એક સામાન્ય છોકરી હતી. ત્યારે પણ તેમને કોઈ સ્ટોકરનો સામનો કરવો પડતો હતો.બોલિવૂડ અભિનેત્રી -નિર્માતા દિયા મિર્જાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિયાએ જિંદગીના તે સમયગાળાની વાત કરી છે કે જ્યારે તે એક સામાન્ય છોકરી હતી. ત્યારે પણ તેમને કોઈ સ્ટોકરનો સામનો કરવો પડતો હતો.

દિયા મિર્ઝાએ જણાવ્યું કે ‘જ્યારે તે નાની હતી ત્યારે હૈદરાબાદમાં પોતાના ઘરમાં રહેતી હતી ત્યારે પણ એક સ્ટોકરનો સામનો કરી તેમનું નામ પૂછ્યું. પરંતુ છોકરા પાસે કંઈ જવાબ ન હતો. દિયાએ વધુમાં જણાવ્યું કે એવા લોકોથી ગભરાવવાની કે તેમના વિષે બતાવતાં ડરવાની જરૂર નથી. તેમાં કોઈ શરમની વાત નથી. આ પ્રકારની વસ્તુઓ બંધ થવી જોઈએ અને આ સમસ્યાને ખતમ કરવા માટે આપણે સક્ષમ બનવું જોઇશે. તેનાથી એક મોટો ફેરફાર આવી શકે છે.

દિયાએ આગળ કહ્યું કે સુરક્ષા ફક્ત કાનૂની મુદ્દો નથી. કિશોરોને પણ આ પ્રકારના અપરાધ કરતાં જોવાનું મને સ્તબ્ધ કરી છે. હિંસાની અભિવ્યક્તિ શારીરિક દુષ્કર્મોને ભયાનક મોડ પર લઈ જઈ શકે છે. આ વાત તેમણે બિન સરકારી ઓર્ગેનાઈઝેશેનમાં કહી હતી. દિયા તેની બ્રાંડ એંબેસડર છે.બોલિવૂડની એક્ટ્રેસ દિયા મિર્ઝા અને તેમના પતિ સાહિલ સંઘાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયની મિત્રતા બાદ દિયા મિર્ઝા અને સાહિલે 18 ઓક્ટોબર 2014ના રોજ લગ્ન કર્યા હતા. દિયાએ સાહિલથી અલગ થયા હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.

દિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 11 વર્ષ સુધી સાથે જીવન ગાળ્યા બાદ અમે પરસ્પર સહમતિથી નિર્ણય લઇને અલગ થઇ રહ્યા છે. પરંતુ અમે પરસ્પર પ્રેમ અને સમ્માન સાથે મિત્ર રહીશું.દિયાએ તેમના પરિવાર, મિત્રો અને મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને ટેકો અને પ્રેમ આપવા માટે સૌનો આભાર.

એક એકદમ નાજુક-નમણી-સૌમ્ય-સુશીલ છતાં દ્રઢ મનોબળ ધરાવતી અને સામાજિક જાગૃતિમાં અગ્રેસર અભિનેત્રી તરીકે કોઇનું નામ લેવું હોય તો દિયા મિર્ઝા પ્રથમ ક્રમાંકે આવે. આ અદાકારાએ પ્રિયંકા ચોપરા સાથે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આજે પ્રિયંકા આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગઇ છે. પરંતુ દિયાને તેનાથી કોઇ ઇર્ષ્યા-અદેખાઇ નથી. વાસ્તવમાં તે સ્વયં નોખા જ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી છે. તે એક અચ્છી અદાકારા હોવા છતાં પ્રમાણમાં તેની ફિલ્મો મર્યાદિત આવી છે. પરંતુ તમે જ્યારે આ લેખ વાંચી રહ્યાં હશો ત્યારે તેની ‘થપ્પડ’ રજૂ થઇ ગઇ હશે.

આ ફિલ્મમાં દિયાએ ‘શિવાની ફોનસેકા’નું પાત્ર ભજવ્યું છે. અને તેનો વિષય તદ્ન હટકે છે. તેમાં ‘શિવાની’ને તેનો પતિ ભરપાર્ટીમાં તમાચો જડી દે છે ત્યાર પછી તે પોતાના જીવનને જુદી રીતે મૂલવે છે. અભિનેત્રી કહે છે કે આ ફિલ્મના સર્જક અનુભવ સિંહા સાથે મેં અગાઉ મ્યુઝિક વિડિયોઝ, ‘દસ’ અને ‘કેશ’માં કામ કર્યું છે. મેં પછીથી તેમેની ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ ૧૫’ જોઇ ત્યારે ફરીથી તેમની સાથે કામ કરવાનો નિર્ધાર કર્યો. મેં તેમનો સંપર્ક કર્યો પણ તેમણે મને જવાબ ન આપ્યો. જોકે પછીથી મને સમજાયું કે તેઓ મારી સાથે આ પાત્ર બાબતે વાત કરતાં સંકોચ કરી રહ્યાં હતાં.

વાસ્તવમાં મારી ‘સલામ મુંબઇ’ અને ‘સંજુ વચ્ચે લાંબો ગાળો વિતી ગયો હતો. તેથી લોકો એમ માનવા લાગ્યાં હતાં કે હવે મને અભિનયમાં રસ નથી રહ્યો કે પછી હું ચોક્કસ પ્રકારના પાત્રો જ ભજવવા માગું છું. વળી ઘણી વખત અભિનેત્રીઓ પોતાના રોલની વય તેમ જ સંતાનો વિશે મૂર્ખ જેવા સવાલો પૂછતી હોવાથી પણ ફિલ્મ સર્જકો તેમને ઓફર આપતાં ખચકાતા હોય છે. પરંતુ હું જ્યારે અનુભવ સિંહાને મળી અને તેમણે મારી સમક્ષ ‘થપ્પડ’નું વર્ણન કર્યું ત્યારે મેં મારા ભાગે કયું પાત્ર આવશે તે પૂછ્યા વિના જ તેમાં કામ કરવાની હા પાડી દીધી હતી.તે વધુમાં કહે છે કે મને એ વાતનો આનંદ છે કે મેં ‘શિવાની’નું પાત્ર ભજવ્યું છે. આ રોલ ઘણી મહિલાઓ માટે પ્રેરણસ્રોત બની શકે છે તેમ છે. કારણ કે ‘શિવાની’ પોતાની જાતને પિછાણી શકી હતી.

મહત્વની વાત એ છે કે દિયા સ્વયં વાસ્તવિક જીવનમાં પોતાની જાત, મત બાબતે બહુ સ્પષ્ટ છે. તે કોઇ વાતનો વસવસો નથી રાખતી.તે કહે છે કે હું ૧૪ વર્ષની હતી ત્યારથી ધ્યાન કરું છું.મારી દરેક સવારમારી બિલ્ડિંગના બગીચામાં પસાર થાય છે. મારા ઘરમાં પણ પુષ્કળ હરિયાળી છે. અને ત્યાં ઘણાં પક્ષીઓ તેમ જ મધમાખીઓ આવે છે. બાકી મુંબઇમાં તમને ઠેર ઠેર ક્રોધે ભરાયેલા લોકો જ જોવા મળે.દિયાને તેના અંગત જીવનમાં મીડિયાનો ચંચુપાત પસંદ નથી. પરંતુ પ્રસાર માધ્યમો તેના વ્યક્તિગત જીવનમાં ડોકિયું કર્યા વિના રહેતાં નથી. તેમાંય તેણે થોડા સમય પહેલા તેના પાંચ વર્ષના વિવાહિત જીવનનો અંત આણ્યો ત્યાર પછીની મીડિયાની દરેક મુલાકાતમાં તેના ભગ્ન લગ્ન જીવન વિશે અચૂક પૂછવામાં આવે છે. દિયા આ બાબતે કહે છે કે હવે દરેક પ્રસાર માધ્યમ મારા ભગ્ન લગ્ન જીવન વિશે લખે છે. પરંતુ હું તેમને પૂછું છું કે તેઓ આ વિષયથી આગળ કેમ નથી વધતાં?હું સેલિબ્રિટી છું તેનો અર્થ એવો નથી કે મને દર્દ નથી થતું.

સેલિબ્રિટીઓને પણ પીડા દુ:ખ થતું હોય છે. તેમનું હૈયું પણ વલોવાતું હોય છે.પરંતુ હું સાહિલ સાંગાથી અલગ થઇ તેનું દર્દ ૩૪ વર્ષ પહેલા મારા માતાપિતા છૂટાં પડયા તેનો વિચાર કરીને હળવું કરું છું. હું મારી જાતને એમ કહીને સમજાવું છું કે જો હું માત્ર સાડાચાર વર્ષની ઉંમરે આ બધું સહન કરી શકી તો હવે તો હું ૩૭ વર્ષની થઇ ગઇ છું.તે વધુમાં કહે છે કે સ્ત્રી-પુરુષો કેટલાંક નિર્ણયો લેતાં ખચકાય છે. ખરેખર તો તેમનામાં ચોક્કસ નિર્ણયો લેવાની હિમ્મત જ નથી હોતી. પરંતુ મને લાગે છે કે કપરો સમય પણ વિતી જ જવાનો છે.

તે પોતાના માતાપિતા વિશે કહે છે કે બંને આંતરધર્મીય છે. મને મારા સાવકા પિતાની અટકનો ઉપયોગ કરવા મળ્યો છે. બાકી મારા બર્થ સર્ટિફિકેટમાં મારા વાસ્તવિક પિતાની અટક છે.મારા પાસપોર્ટમાં મારા સગા અને સાવકા, બંને પિતાની અટક છે. તે વધુમાં કહે છે કે આજે આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં લોકો આવી કોઇ વાતની ઝાઝી ચિંતા નથી કરતાં.વળીે દરેક બાબતને એક જ ચશ્માથી નિહાળવી કેટલું ડહાપણભર્યું ગણાય?મહત્વની વાત એ છે કે દિયા હિન્દુ અને મુસ્લિમ, બંને ધર્મોને એકસમાન રીતે માન આપે છે. તે કહે છે કે અમે અમારા મામાના ઘરે બધા હિન્દુ પર્વો અને મારા સાવકા પિતા સાથે બધા મુસ્લિમ તહેવારો ઉજવીએ છીએ. હું માત્ર નવ વર્ષની હતી ત્યારે મેં મારા બાયોલોજિકલ પિતા ગુમાવ્યાં હતાં.આમ છતાં ત્યારથી લઇને અત્યાર સુધી અમે ક્રિસમસ અને ઇસ્ટરની ઉજવણી પણ કરીએ છીએ. અભિનેત્રી હવે એવી ફિલ્મોનું નિર્માણ કરવા માગે છે જે દર્શકોને વિચારતાં કરી દે. તે કહેછે કે આ બહુ જરૂરી છે. તે વધુમાં કહે છે કે મેં જ્યારે મારું નિર્માણગૃહ શરૂ કર્યું ત્યારે ઘણાં લોકોએ કહ્યું હતું કે હું ગાંડી થઇ ગઇ છું કે શું.