ખૂબ જ ચમત્કારી છે મા લક્ષ્મી ની આ તસવીર,તેની પૂજા માત્ર કરવાથી ખૂલી જશે કિસ્મતના દરવાજા….

0
277

એક બાજુ અન્ય ધર્મોમાં મૂર્તિ પૂજા પર એટલો બધો વિશ્વાસ નથી કરાતો, તો બીજી તરફ આપણા હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની આરાધના માટે મૂર્તિ પૂજા જ સૌથી મુખ્ય માધ્યમ છે. દરેક મંદિરનાં ગર્ભ ગૃહમાં મંદિરનાં ઇષ્ટ દેવની મૂર્તિની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે કે જેથી ભક્તો પોતાનાં ઈશ્વર સાથે જોડાઈ શકે.

હિન્દૂ ધર્મનાં અનુયાયીઓ માટે મંદિરમાં ઈશ્વરનાં દર્શન કરવા મહત્વનાં હોય છે. તેમના માટે ભગવાન અનત શક્તિ અને તાકાતનાં સ્રોત છે, તેમની આરાધના અને વંદનાનાં માધ્યમથી લોકોને પ્રેરણા મળે છે અને તેઓ મુશ્કેલીમાંથી ઉગરવું શીખી લે છે. મૂર્તિ સામે રહેવાથી તેમને ખોટા કામ ન કરવાનું શિક્ષણ મળે છે અને કાયમ સારા તેમજ યોગ્ય પંથે ચાલવાની પ્રેરણા મળે છે. સાથે જ લોકોનું મન સાફ રહે છે.મા લક્ષ્મી તો ભક્તોના ધન ભંડાર ભરનારી છે. શુક્રવારે લક્ષ્મીજીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે આજે તેમની દુર્લભ તસવીરોના દર્શન કરો.

વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ એક ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે. શુક્રવારે લક્ષ્મીપૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ મંદિર કે લક્ષ્મી મંદિર જવાથી લાભ થાય છે. આ ઉપરાંત મંત્રજાપ સાથે વિધિવત્ રીતે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીને ખાસ પ્રસાદ ચડાવવાનું મહત્વ છે.

શાસ્ત્રમાં શું કહેવાયું છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે ભગવાનના જે સ્વરૂપની પૂજા કરો છો તે મહત્વનું છે. વિશેષ અવસર કે તહેવાર પર ભગવાનની ખાસ પ્રતિમાઓના પૂજનનું મહાત્મ્ય છે. આજે અમે મહાલક્ષ્મીજીની આવી જ એક ખાસ તસવીર બતાવવા જઈ રહ્યા છે. શાસ્ત્રાનુસાર જો કોઈ વ્યક્તિને સતત પૈસાનું નુકસાન થઈ રહ્યું છે તો તેણે આ તસવીરની પૂજા કરવી જોઈએ. આવુ કરવાથી તે નુકસાનમાંથી ઉગરી જાય છે અને તેને આર્થિક લાભ થાય છે. વેપાર-વ્યવસાય, નોકરીમાં તેનો વિકાસ થાય છે.

સંપત્તિમાં થાય છે ઉત્તરોત્તર વધારોઃ
મહાલક્ષ્મીજીની જે તસવીરની અહીં વાત થાય છે તે ખૂબ જ દુર્લભ છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર તેની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને આર્થિક લાભના દરવાજા ખૂલી જાય છે. જો વ્યક્તિ ઘરે કે વેપારના સ્થળે આ તસવીરની પૂજા કરે તો સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે.

આ તસવીરની વિશેષતાઃ
મહાલક્ષ્મીની આ તસવીરમાં કામધેનુ માતા પણ છે. માતા લક્ષ્મી કલ્પતરુ વૃક્ષ નીચે કમળના આસન પર સોનાનું કળશ લઈને બિરાજમાન છે. તેમની પાછળ કામધેનુ સામે તરફ જોતી દેખાય છે. સાથે જ ચાર સફેદ હાથી સુવર્ણ કળશમાં જળ ભરીને માતાજીને સ્નાન કરાવી રહ્યા છે.

વિશેષ શાસ્ત્રીય ઉપાયઃ

શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. પરંતુ વિષ્ણુપ્રિયા હોવાને કારણે ધનધાન્યની પ્રાપ્તિ માટે ગુરુવારે પણ ગાયના ઘીમાં હળદર મિક્સ કરી તેનો દીવો કરવો જોઈએ. તે બાદ ચંદનની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવી કેસર ચડાવવું. પીળા ફૂલ ચઢાવીને માતાજીને ગોળ-ચણાનો ભોગ લગાવવો. હવે હળદર મિશ્રિત જળ ચઢાવી પૂજાનું સમાપન કરવું અને માતા લક્ષ્મી તથા કામધેનૂ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી. પૂજાના અંતમાં નીચે જણાવેલા લક્ષ્મી મંત્ર અને કામધેનુ મંત્રનો જાપ કરવો.મંત્રઃश्रीं कमलायै नमः॥“सर्वकामदुधे देवि सर्वतीर्थीभिषेचिनि॥पावने सुरभि श्रेष्ठे देवि तुभ्यं नमोस्तुते॥

આ દિવસે જાપ વધુ ફળે છેઃ
તમે દર શુક્રવારે આ મંત્રનો જાપ કરી શકો છો પરંતુ સુદના શુક્રવાર અથવા તો પૂનમે આ મંત્રના જાપથી વિશેષ લાભ મળે છે. મંત્રનો જાપ 9, 18, 33, 54, 72, 108 અને 1008ની સંખ્યામાં કરવો જોઈએ.તમારે તમારા ઘરની અંદર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મોટી તસવીર મૂકવી જોઈએ. નિયમિતપણે શાલીગ્રામની પૂજા કરો.

આ સિવાય તમે વિષ્ણુ-લક્ષ્મીના મંદિરમાં દર શુક્રવારે લાલ ફૂલો ચઢાવો.જો તમારે દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ માટે લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત સળગાવો. 11 મા દિવસે 11 છોકરીઓને ખવડાવ્યા પછી, તેમને ભેટો તરીકે એક સિક્કો અને મહેંદી કોન આપો.શુક્રવારે, ભગવાન-વિષ્ણુનો દક્ષિણ દિશાવાળા શંખમાં પાણી ભરીને અભિષેક કરો. શાસ્ત્રો અનુસાર આ ઉપાય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here