ખોડિયાર માતા નાં આશીર્વાદથી અહીં ક્યારેય સુકાતું નથી પાણી,જાણો આ જગ્યા વિશે…..

0
126

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા લોકકથા જે શ્રદ્વા સાથે જોડાયેલી છે અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય, ઝાડ હોય કે કૂવો વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે આવી છે એક કથા છે માટેલીયા ધરાની મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે.પણ ખોડિયારમાના ભક્તોમાં માટેલ ધામનું એક અનેરુ મહત્ત્વ છે.

રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામે આવેલું ખોડિયારમાતાનું મંદીર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ મંદીર એક વરખડીના વિશાળ વૃક્ષના સાનિધ્યમાં આવેલું છે. મંદિરમાંની ખોડિયારમાતાના હાથમાં એક ત્રીશુલ મુકવામાં આવ્યું છે જે દર ત્રણ વર્ષે એક ઇંચ વધે છે.આ મંદીર નજીક એક માટેલ નામનો ધરો આવેલો છે અને માતાજીના દર્શને આવનાર દરેક ભક્ત આ ધરાના પવિત્ર પાણીને પોતાના માથે ચડાવી અંજલી લે છે. કેહવાય છે કે આ ધરાનું પાણી ક્યારેય બગડતું નથી તે હંમેશા સ્વચ્છ જ રહે છે અને આ ધરો ક્યારેય સુકાતો પણ નથી.

અહીં મંદીરમાં ચાર મુર્તિઓ આવેલી છે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં ખડિયારમાતાની મુર્તિ પર સોના ચાંદિના છત્રો મુકવામાં આવ્યા છે અને તેમને ચુંદડી પણ ઓઢાડવામાં આવી છે. મૂળ મંદીરની બાજુમાં નવું વિશાળ મંદીર બનાવવામાં આવ્યું છે તેમાં ખોડિયાર માતાની આરસની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. નજીકમાં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયારમાતાની બીજી બહેનો, જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા ઉભા છે.માટેલિયા ધરા નજીક આવેલો નાનો ધરો જેને ભાણેજીયા ધરો કહેવાય છે તેમાં માતાજીનું સુવર્ણ મંદીર હોવાની પણ માન્યતા છે આજથી લગભગ સેંકડો વર્ષો પહેલાં આ સુવર્ણ મંદીરની જાણ થતાં તે વખતના બાદશાહે તે મંદીરના દર્શન કરવા માટે ધરાનું પાણી ખેંચાવ્યું હતું. અને પાણી ખેંચાતા મંદીરનું સોનાનું શીખર દેખાયું હતું. પણ ખોડિયાર માતાએ ફરી તે ધરો પાણીથી ભરીને પોતાનું સત સાબિત કરીને પરચો બતાવ્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે મા ખોડિયાર પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા.આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં હતા દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી માટેલ ગામના લોકો આજ ધરાનું પાણી પીવે છે અને તે પણ ગરણામાં ગાળ્યા વગર જ.તમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની, અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે, ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.

કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું કયારેય પાણી સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો, પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.માટેલમાં માઈ ભક્તો માટે અગણિત ધર્મશાળાઓ આવેલી છે અને અન્ય ઘણી બધી વ્યવસ્થા ઓ કરવામાં આવી છે. અહીં ખરીદી માટે ઘણી બધી દુકાનો પણ આવેલી છે જે અહીંના લોકોની આજીવીકાનું મુખ્ય સાધન છે. અહીં ભક્તો માનતા માનીને પગપાળા પણ દર્શન કરવા માટે આવે છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે. અહીં મંદીરના ટ્રસ્ટ દ્વારા એક અન્નક્ષેત્ર પણ ચાલે છે જેમાં ભક્તોને વિનામુલ્યે ભોજન પુરુ પાડવામાં આવે છે.