ખેડૂતો ચેતી જાવ હવામાન વિભાગની આગાહી ભર શિયાળે થશે આ વિસ્તારમાં વરસાદની આગાહી.

0
131

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જેને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. તેમજ આ વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

આગામી 3 અને 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતી છે. અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડી પડી રહી છે જોકે એકાદ દિવસથી ગુજરાતના ઘણાં વિસ્તારના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

કમોસમી વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે.આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ સાચવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ માલ-સામાન બગડે નહીં તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

ખેડૂતો રાખેલા પશુઓના ઘાસચારાને તાડપત્રીથી ઢાંકી રક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યાં છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 3થી 5 જાન્યુઆરીએ બીજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં ગુજરાતના અનેક જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.જાન્યુઆરીએ સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

મિત્રો જ્યારે જાન્યુઆરીએ પંચમહાલ, વડોદરા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવો વરસાદ પડે તેની શક્યતા છે.ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કોલ્ડવેવ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહીને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષે એટલે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાહી પ્રમાણે, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે.

ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે.આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આગામી 2 અને 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટું નુકશાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આજે પવનની દિશી બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.

નોંધનીય છે કે, રાજ્યના ઘણાં શહેરોમાં કડકડતી ઠંડી પડી હતી જેમાં સૌથી નીચું તાપમાન નલિયાનું 2.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઘણી જગ્યાએ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. માઉન્ટ આબુમાં માઈનસ ડિગ્રીમાં ઠંડી પડી રહી છે. જેના કારણે આબુની નજીકના વિસ્તારો એવા બનાસકાંઠા અને સાબરકાંઠાના ઘણાં વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ હોય તેવું પણ જાણવા મળ્યું હતું.

૨૦૨૧ ના પ્રારંભે જ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં આગામી ૩ દિવસમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ખેતપેદાશો, યાર્ડોમાં ખુલ્લા પડેલ જણસ તેમજ ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી સહીત બાગાયતીપાકો, શાકભાજી સુરક્ષિત કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે. પવન સાથે વરસાદ ની સંભાવનાઓ ને લઈ ખેડૂતોને તેમજ પ્રજાજનોને ટોર્ચ, મોબાઈલ હાથ વગા રાખવા તાકીદ કરાઈ છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં આગામી ૩ દિવસમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આ માવઠાની સંભાવનાઓને લઈ અરવલ્લી જિલ્લા ડીઝાસ્ટર વિભાગને એલર્ટ કરાયો છે. અને જિલ્લા ખેતીવાડી વિભાગ, પુરવઠા વિભાગ અને સંલગ્ન તંત્ર દ્વારા જરૂરી તકેદારી માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. અરવલ્લી, સાબરકાંઠા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ર જી જાન્યુઆરી થી ૪ જાન્યુઆરી દરમ્યાન કમોસમી વરસાદ વરસશે એવી હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એકશનમાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલના જણાવ્યા મુજબ આ કમોસમી વરસાદની સંભાવનાઓને લઈ ખેડૂતો એ જે કપાસ કાઢેલ હોય અને દિવેલાની માળ દેવાની હોય તે વણી લેવા સુરક્ષિથ જગાએ રાખવા અને ખેતર, ગોડાઉન કે ઘર – પરસાળમાં ખુલ્લામાં પડેલ ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવી. પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો તેમજ યાર્ડોમાં ખુલ્લામાં પડેલ જણસો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવી.

આ વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરાયેલ હોય મોબાઈલ ફોન, ટોર્ચ હાથ વગા રાખવા અને આગામી ૩ દિવસ દરમ્યાન ખેડૂતો, પ્રજાજનો અને વેપારીઓએ જરૂરી કાળજી રાખવી એમ જણાવાયું છે. જ્યારે ડીસામાં ૧૨, પાલનપુરમાં ૧૨, વાવમાં ૮, થરાદમાં ૮, ભાભરમાં ૧૭, અમીરગઢમાં ૧૩, અંબાજીમાં ૧૩, આબુરોડ ૧૩, ઇડરમાં ૧૪, મહેસાણામાં ૧૩, ઉંઝામાં ૧૪, સિધ્ધપુરમાં ૧૩, પાટણમાં ૧૦, મોડાસામાં ૧૫, હિંમતનગરમાં ૧૪, ખેડબ્રહ્મામાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

નોંધનિય છે કે, બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી બીજી તારીખથી ચાર તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અને વરસાદથી ખેડૂતોના જાનમાલને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. પાટણ, મહેસાણા અને બનસાકાંઠામાં વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતિત બન્યો છે. છેલ્લા ૪ વર્ષથી ખેડૂતો માટે કુદરતી પ્રકોપએ આફત રૂપ બની રહી છે.