ખાસ ખાઈલો આ વસ્તુ અમૃત કરતાં પણ વધારે છે કિંમતી,ગંભીર બીમારીઓને કરે છે દૂર.

0
26

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે શિયાળામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જબરદસ્ત ફાયદા મળે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી અહીં જણાવેલા ફૂડ્સ તમે શિયાળામાં સવારે ખાશો તો અનેક બીમારીઓથી તમારા શરીરને રક્ષણ મળશે.

શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવાથી શરીરમાં ગરમાનો જળવાઈ રહે છે. આ સીઝનમાં પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે અને ઓવરઈટિંગ થવાને કારણે વજન પણ વધી જાય છે. તો ડાયટમાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરી લો. બદામ.શિયાળામાં રોજ રાતે 5-8 બદામ પલાળીને સવારે તેને છોલીને ખાલી પેટ ખાઈ લો. પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. બદામમાં મેગનીઝ, વિટામિન ઈ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 હોય છે.

જે સ્વાસ્થ્યા માટે ખૂબ જ લાભકારી છે. અખરોટ. અખરોટ સ્વાસ્થ્ય અને મગજ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ મેમરી વધારવાાં મદદ કરે છે. બદામની જેમ જ અખરોટને પણ રાતે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તેના લાભ બમણાં થઈ જાય છે. સવારે પલાળેલાં અખરોટ ખાવાથી રોગો સામે રક્ષણ મળે છે. ઓટ્સ.ઓટ્સને ખાલી પેટ ખાલાથી શરીરમાં એનર્જી બની રહે છે. શિયાળાની સીઝનમાં ઓટ્સ એક ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે. ઓટ્સમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે.

જો તમારે વજન ઓછું કરવું છે તો રોજ તેનું સેવન શરૂ કરી દો. પપૈયુ.પપૈયું ઔષધીય ગુણોનો ખજાનો કહેવાય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે કામ કરે છે,પપૈયુ પેટ માટે વરદાન સમાન છે. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. પેટ સાફ આવે છે. કબજિયાતમાં રાહક મળે છે. પપૈયામાં રહેલા લેટેક્સને કારણે અમુક લોકોને પપૈયાથી એલર્જી થઈ શકે છે. કાચા પપૈયામાં લેટ્કસનું પ્રમાણ ઘણું વધારે હોય છે માટે કાચું પપૈયું વધારે નુકસાન કરી શકે છે.

જેથી જે લોકોને પપૈયું ખાવાથી એલર્જી થાય છે તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ. મધ.મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે મેટાબોલિઝમને જાળવી રાખે છે. મધ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. શિયાળામાં સવારે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરને અનેક લાભ થાય છે. મધમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. જેથી તે શરીરની અનેક તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ શરીરને હેલ્ધી પણ રાખે છે. મધમાં મિનરલ્સ, વિટામિન્સ, ફ્લેવોનોઈડ્સ અને એન્જાઈમ્સ હોય છે. આ બધાં જ તત્વો વજન ઓચું કરવામાં પણ મદદ કરે છે.

કઠોળ.શિયાળામાં કઠોળ ખાવા ખુબ જ ગુણકારી છે. કઠોળની અંદર વિટામિન, પ્રોટીન અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલા છે જેના કારણે શરીરને ઉર્જા મળે છે. ખાટ્ટા રસવાળા ફળ.આ ઋતુની અંદર ખાટ્ટા રસવાળા ફાળો જેવા કે મોસંબી, નારંગી, લીંબુ, દ્રાક્ષ વગેરે ફળોમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે જે ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

દાળ.બધા પોષકતત્વો રહેલા છે. જે શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે માટે દૈનિક આહારમાં શિયાળાની અંદર દાળનો સમાવેશ કરવો શરીર માટે ખુબ જ યોગ્ય છે. ઈંડા.ઈંડાની અંદર વિટામિન એ, બી 12, બી 6, અને વિટામિન ઈ રહેલા છે. એ સિવાય પણ તેની અંદર કેલ્શિયમ, આયરન, પોટેશિયમ અને પ્રોટીન જેવા ગુનો પણ રહેલા છે માટે શિયાળામાં ઈંડા ખાવા પણ ફાયદાકારક છે.

લીલા શાકભાજી.શિયાળાની અંદર ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા જોઈએ કારણ કે તેની અંદર પ્રોટીન અને વિટામિન ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે શરીર માટે ખુબ જ ગુણકારી છે.મશરૂમ.મશરૂમની અંદરથી વિટામિન ડી મળે છે માટે શિયાળાની અંદર મશરૂમ ખાવા ખુબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં ઘણા જ લાભ થાય છે

ડ્રાયફ્રુટ.ડોક્ટર પણ હંમેશા ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપતા હોય છે. ડ્રાયફ્રૂટની અંદર તમામ પ્રકારના વિટામિન, ફાયબર, પ્રોટીન જેવા અનેક ગુનો રહેલા છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે માટે શિયાળામાં બને તેટલા ડ્રાયફ્રુટ વધારે ખાવા જોઈએ.બટાકા.બટાકા ખવાતી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. બટાકાની અંદર વિટામિન બી-6, સી, ફોલેટ અને ફાયબર રહેલા છે જે શરીર માટે ગુણકારી છે.

લસણ.શિયાળામાં લસણ ખાવું પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. લસણ શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. આદુ(અદરક).આદુ પણ શિયાળામાં ખુબ જ ફાયદાકારક છે. રોજ આદુની ચા પીવાથી અથવા તો ખાવાની અંદર આદુનો વપરાશ કરવો શરીર માટે ફાયદાકારક છે તેનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આદુથી શરદી ખાંસી થવાની પણ સમસ્યા ઓછી રહે છે.

શિયાળામાં કેટલીક ચીજોનું સેવન કોઈપણ ઔષધિઓના સેવનથી ઓછું નથી. અમે તમને સફેદ તલ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ-તલમાં હાજર પોષક તત્વો.તલમાં સેસમિન નામનો એન્ટીઓકિસડન્ટ હોય છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. તેની ગુણવત્તાને કારણે, તે ફેફસાના કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સરની શક્યતા ઘટાડે છે.

આ સિવાય તલનાં પણ ઘણા ફાયદા છે.તાણ ઘટાડવામાં મદદગાર છે.કેટલાક તત્વો અને વિટામિન તલમાં જોવા મળે છે જે તાણ અને હતાશા ઘટાડવામાં મદદગાર છે.સ્નાયુ માટે.તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ જેવા વિવિધ પ્રકારના ક્ષાર હોય છે જે હૃદયના સ્નાયુઓને સક્રિય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત કરવા.તલમાં આહાર પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે બાળકોના હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સિવાય તે સ્નાયુઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. ત્વચા માટે.તલનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેની સહાયથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને તેમાં ભેજ જળવાઈ રહે છે.