ખજૂર ભાઈએ જે 90 વર્ષનાં દાદાને ન્યાય અપાવ્યો,જાણો હવે ક્યાં રહે છે તે દાદા……

0
335

રાજ્યમાં જાણે હવે સંતાનો દ્વારા તેમના વૃદ્ધ માતા-પિતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવાર-નવાર આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લામાં 90 વર્ષના પિતાને માર મારનાર એક પુત્રની રાજુલા પોલીસે ધરપકડ કરી છે પુત્ર એ તેના 90 વર્ષના પિતાને ઘરની બહાર ન નીકળવાનું જણાવ્યું હતું પરંતુ તેના પિતા ઘરની બહાર નીકળતા પુત્રએ રોષે ભરાઈને પિતાને ઢોર માર માર્યો હતો.

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. તો કેટલાક ગરીબ લોકોના મકાન પણ તૂટી ગયા હતા ત્યારે અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં લોકોના તૂટી ગયેલા ઘરને યુ-ટ્યુબ પર કોમેડી વીડિયો બનાવનાર ખજૂર એટલે કે નીતિન જાનીની ટીમ દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા. ત્યારે રાજુલામાં પણ એક 90 વર્ષના કાનજીભાઈ નામના વૃદ્ધનું મકાન પણ તૂટી ગયું હોવાથી આ મકાન નીતિન જાની દ્વારા તેમનું ઘર બનાવી આપવામાં આવ્યુ હતું.

બિલ્ડરોએ ના કરી મદદ.ખજૂર બનતા નીતિન જાનીએ જણાવ્યું કે, તેમના કોન્ટેકમાં 15 થી 17 બિલ્ડર હતા તેમણે દરેકને ફોન કરીને ગાઇન્સ માંગ્યુ હતુ પરંતુ કોઇએ કહ્યું કે, હું આવા નાના કામ નથી કરતો તો બીજા લોકોએ પણ મદદ કરવાની આડકતરી રીતે ના પાડી દીધી. ત્યારે નીતિને તે દરેક વ્યક્તિને જવાબ આપ્યો કે તમે બધા મારો નંબર ડિલીટ કરી દેજો અને મને ક્યારેય મોઢુ ન બતાવતા.નીતિન જાનીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ લેવલ પર નજર નાંખીએ તો લોકોને ખરેખર જરૂર છે અને અમે તે તમામ લોકોને બનતી મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. 26 ગામડામાં અમે ફર્યા તો જોયુ કે નળિયા અને પતરાની પણ લોકોને જરૂર છે. લોકોના ઘર તૂટી ગયા છે અને તેમની પાસે રિપેરિંગના પૈસા નથી.

ત્યારબાદ વૃદ્ધ કાનજીભાઇના પુત્રેએ તેમને માર માર્યો હોવાની જાણ ખજૂરને થઈ હતી. તેથી તાત્કાલીક ખજૂર એટલે કે નીતિન જાની તેની ટીમ સાથે રાજુલામાં પહોંચ્યો હતો અને 90 વર્ષના વૃદ્ધ કાનજીભાઇને માર મારનારા પુત્ર શામજીને કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. આ ઉપરાંત નીતિન જાની એ જ શામજી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતે પોલીસ દ્વારા શામજીની ધરપકડ કરવામાં આવી હતી.નીતિન જાની જે સમયે વિરુદ્ધ કાનજી ભઈના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેનો પુત્ર પિતા પર ખૂબ જ ત્રાસ ગુજારતો હતો અને બિમાર અવસ્થામાં પણ તે તેમને હોસ્પિટલ લઈ જતો ન હતો. જો પિતા પુત્રનું કહ્યું ન કરે તો તે પિતાને ઢોર માર મારતો હતો.

મોંઘવારી બની વિલન.નીતિન જાનીએ વધુમાં કહ્યું કે, દેશમાં મોંઘવારી વધતી જઇ રહી છે અને પતરા તેમજ નળિયાના ભાવમાં પણ વધારો થયો છે. નળિયા કે પતરા જેવી વસ્તુ સામાન્ય માણસ જ ખરીદવાનો છે અને તેના પણ જો ભાવ વધી જશે તો તે માણસ શું કરશે. અત્યારે માણસાઇ દાખવવાનો સમય છે. યુટ્યુબ પરથી કમાણી કરે છે અને એ પૈસાને સેવાકાર્યમાં વાપરે છે.બધો ખર્ચ હું અને મારો ભાઇ કરીએ છીએ : નીતિન ખજૂર ભાઇએ આગળ કહ્યું કે, અત્યાર સુધી જે પણ લોકોને મદદ કરી છે તે ખર્ચો હું અને મારો ભાઇ તરુણ જ ઉપાડતા આવ્યા છીએ. હાં, કોઇએ મદદ કરી હોય કે અમારા તરફથી સેવાના કામમાં વાપરજો તેવા દાખલા પણ છે પરંતુ મોટાભાગનો ખર્ચો અમે ભાઇઓ જ ઉપાડીએ છીએ.

ત્યારે આ કલાકાર દક્ષિણ ગુજરાતનો અને બારડોલીનો હોવાથી બારડોલી જિલ્લાભરના લોકો તેમજ બારડોલી જીલ્લાના NRI ઓમાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બારડોલીનો છોકરો સૌરાષ્ટ્રને સમર્પિત થઈ ૪૨ ડીગ્રી તાપમાનમાં જાતે કામ કરીને સ્થળ પર જ પ્રશ્ન અને સમસ્યાનું નિરાકરણ કરી કેટ-કેટલાય ઘર ઉભા કરી સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી સેવા કરીને.બારડોલી જિલ્લાનું ગૌરવ વધારતા બારડોલી જીલ્લાના લોકો અને બારડોલી જિલ્લાના NRI ઓ ખુબ જ પ્રભાવિત થયા છે. અમેરીકા, કેનેડા, લંડન, સીગાપુર સહિતના વિદેશમાં વસવાટ કરતા NRI ઓ ગદગદીત થઈ અને ખજુર ભાઈ ની પ્રશંસા કરી રહ્યા છે.

આ બાબતે અમેરીકાથી કેતનભાઈ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતનો કલાકાર સૌરાષ્ટ્રની મદદ કરે તે ખુબ જ નવાઈની વાત કહેવાય તો કેનેડાથી મહેશભાઈ જણાવે છે. આ એક એવા યુટ્યુબર છે. જેણે પોતાની પુટ્યુબની તમામ કમાણી કોરોના કાળમાં વાપરી અને અત્યારે ગામે ગામ મકાન બનાવી રહ્યા છે. એક દક્ષિણ ગુજરાતનો છોકરો સૌરાષ્ટ્રમાં ખુબ મોટું નામ કરી બારડોલીનું નામ રોશન કરી રહ્યો છે. તેમનું અમને ખુબ મોટું ગૌરવ છે.આ બાબતે નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કરીને લોકોને પણ અપીલ કરી હતી કે, તેમના ઘરની આસપાસ પણ જો કોઈ આવી ઘટના બનતી હોય તો તેનો વીડિયો બનાવીને તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરે જેથી આ લોકોના ધ્યાન પર આવે. નીતિન જાનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 90 વર્ષના વૃદ્ધ કાનજીભાઈને માર મારનારા પુત્રની ધરપકડ કરતાં નીતિન જાનીએ પોલીસનો આભાર માન્યો હતો. જોકે આ અગાઉ પણ નીતિન જાની એક વૃદ્ધાની મદદ કરી હતી.