ક્યારેય પણ નિવસ્ત્ર થઈને ના કરવા જોઈએ, આટલાં કામ નહીં તો થઈ જવાય છે કંગાલ…….

0
956

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં ઘણી વાતો એવી લખેલી છે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. જેવી કે પૂજા કેવી રીતે કરવી, કેવી રીતે ખાવું, કેવી રીતે સુઈ જવું વગેરે આજે આપણે તે જ પુરાણો અનુસાર જાણીશું નિવસ્ત્ર થઈ ને કયા કામ ના કરવા જોઈએ.આપણા પ્રાચીન હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાએવા અનેકવિધ પગલા અને તથ્યો આપેલા છે, જે તમારા માનવ જીવનને સફળ બનાવવા માટે ઉપયોગમા લઇ શકાય છે.આ ઉપાયોનુ પાલન કરીને માણસ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાએવા અનેકવિધ નિયમો આવેલા છે, જે આપણા ભોજનથી લઈને આપણા રહેવા અને પહેરવા સુધીની જીવનશૈલી પર લાગુ પડે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સીવેલા વસ્ત્રો એ આપણે સંસાર ની મોહમાયામાં જકડીને રાખે છે જ્યારે ખુલ્લા વસ્ત્રો એ આપણને સંસારની મોહમાયાથી વિમુક્ત રાખે છે.આપણા વસ્ત્રો સાથે જોડાયેલી ઘણી બાબતો આપણા પૌરાણિક શાસ્ત્રોમા દર્શાવવામા આવેલી છે. આજે આપણે આ લેખમા અમુક એવી સ્થિતિઓ વિશે માહિતી મેળવીશુ કે, જે સમયે નિર્વસ્ત્ર રહેવુ ગણાય છે મહાપાપ. તો ચાલો આ વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

સ્નાન કરતા સમયે:- વિષ્ણુ પુરાણના બારમા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે, નહાતી વખતે ક્યારેય પણ નગ્ન ના રહેવુ જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાની લીલાઓમાં આ સંદેશ આપ્યો હતો કે, કોઈ સ્નાન કરતી વખતે નગ્ન હોવુ તેને પાપનો ભાગીદાર બનાવે છે કારણકે, નગ્ન થઈને સ્નાન કરવાથી જળદેવતા ગુસ્સે થાય છે.

સુતા સમયે:- આપણા પૌરાણિક શાસ્ત્રોમા નગ્ન સૂવું પણ ખૂબ જ ખોટું માનવામા આવ્યુ છે. આમ કરવુ એ ચંદ્રદેવ નુ અપમાન છે. એવુ પણ માનવામા આવે છે કે, રાત્રે નગ્ન સૂવાથી પિતૃઓ પણ નારાજ થાય છે કારણકે રાત્રે, પિતૃઓ તેમના પ્રિયજનો ને જોવા આવે છે અને આ સમયે આવી સ્થિતિમા તેમના પ્રિયજનો ને જોઇને તે ખુબ જ દુ:ખ ની લાગણી અનુભવે છે.

હાથ અને મોઢુ ધોતા સમયે:- વિષ્ણુ પુરાણ મુજબ હાથ-પગ ધોતી વખતે અથવા તો કોગળા કરતી વખતે કોઈ વ્યક્તિએ નગ્ન રહેવુ જોઈએ નહીઅને તે સિવાય કોઈપણ પાણીના સ્ત્રોતની નજીક પણ નિર્વસ્ત્ર થઈને રહેવુ જોઈએ નહિ કારણકે, તેના લીધે જળદેવતા રૂષ્ટ થઇ જાય છે આ સિવાય આ અવસ્થાને કારણે વરુણ દેવ પણ તમારાથી રૂષ્ટ થઇ જાય છે. આ ઉપરાંત જળસ્ત્રોતો એ પિતૃઓ નુ સ્થાન ગણાય છે. જો તમે આઝા સ્થાને નિર્વસ્ત્ર દશામા હોવ તો તે અશુભ માનવામા આવે છે માટે આવી ભૂલ ક્યારેય પણ ના કરવી.

પૂજન ના સમયે:- એવુ કહેવામા આવ્યુ છે કે, દેવી અને દેવતાઓની ઉપાસના દરમિયાન કોઈપણ વ્યક્તિએ સીવ્યા વગરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહિ. આ ઉપરાંત આ સમયે કોઈપણ વ્યક્તિએ ભીના વસ્ત્રો પણ ધારણ કરવા જોઈએ નહિ કારણકે, પૂર્વજોની પૂજા દરમિયાન ભીના કપડા પહેરવાનો કાયદો છે માટે જો તમે નગ્ન અથવા તો અર્ધ કપડા પહેરીને કોઈપણ પ્રકારની પૂજામાં સામેલ થાવ તો તમે પાપના સહભાગી બનો છો.

ગરુડ પુરાણમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, યજ્ઞ, દાન વગેરે શુભ કર્મોનું વર્ણન કરાયું છે. સાથેસાથે તેમાં માનવ જીવનના કલ્યાણ માટે આયુર્વેદ, નીતિસાર વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન છે. ગરુડ પુરાણ અનુસાર અમુક લોકોના ઘરે ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. કહેવત છે કે અન્ન તેવો ઓડકાર.

ભોજન કરવાથી તમે પાપમાં ભાગીદાર બનો છો. તે જે કામ કરે છે તેની અસર આપણા જીવન પર પણ પડે છે. આવુ ધન અયોગ્ય છેઃ જો કોઈ વ્યક્તિ મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ વ્યાજ વસૂલ કરી રહ્યો હોય તો તેના ઘરે ભોજન ન કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિએ કોઈની મજબૂરીનો ક્યારેય ફાયદો ન ઉઠાવવો જોઈએ.

જે સ્ત્રી પોતાની ઈચ્છાથી અધર્મ કામ કરે છે અથવા તો ખોટા રસ્તે ચાલે છે તેના ઘરે ભોજન ન કરવું જોઈએ. આવી સ્ત્રીને ત્યાં ભોજન કરવાથી મન દૂષિત થાય છે. તેનાથી તમારા પુણ્ય કાર્ય ખતમ થઈ જાય છે.

બીમારઃ જો કોઈ ઘરમાં વ્યક્તિ ઘણા સમયથી બીમાર છે તેના ઘરે ભોજન કરવાનું ટાળવું જોઈએ. આવા ઘરમાં કીટાણુનો વાસ હોય છે. તે ભોજન કરવાથી તમારુ સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. કિન્નરઃ ગરુડ પુરાણ અનુસાર કિન્નરોને ત્યાં પણ ભોજન ન કરવું જોઈએ.

આ લોકોને ત્યાં દાન આપવુ જોઈએ. તેમને દાણ આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ક્રોધી વ્યક્તિઃ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો ગુસ્સો છે. વ્યક્તિ ગુસ્સામાં ખોટુ કામ કરતા અચકાતો નથી. ક્રોધમાં માણસ માનવતા ભૂલી જાય છે. આથી આવા મનુષ્યના ઘરે ભોજન ન કરવું જોઈએ. તેના ઘરે ભોજન કરવાની અસર તમારા પર પડશે. તમે પણ સારા-ખરાબનો ફરક ભૂલી શકો છો.

ચુગલીખોરઃ જે વ્યક્તિ ચુગલીખોર હોય, જેને કોઈની ટીકા કરવામાં મજા આવતી હોય તેના ઘરે ભોજન કરવા ન જવું જોઈએ. આ લોકો બીજાને મુશ્કેલીમાં નાંખીને ખુશ થાય છે પરંતુ તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિર્દયી લોકોઃ પુરાણ અનુસાર ક્યારેય નિર્દય લોકોના ઘરે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. આવા લોકોમાં દયાનો સદંતર અભાવ હોય છે.

ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ આ શ્રુષ્ટિના બધા જીવના કષ્ટોને હરે છે અને એમને સુખ-શાંતિ પ્રદાન કરે છે. એટલે દરેક વ્યક્તિએ દરરોજ સવાર સવારમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. હિંદુ ઘર્મમાં ગાયને સૌથી પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. અને ગાયને માતા માનવામાં આવે છે. એટલે ગાયની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત થઇ જાય છે.

ભારતની દરેક નદીઓમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ નદી ગંગાને માનવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિએ ગંગા નદીની પૂજા કરવી જોઈએ. ગંગા નદીને સફળતાની જનની પણ કહેવામાં આવે છે. જે પણ વ્યક્તિ ભૂલથી પણ આનું અપમાન કરે છે, તેને જીવનમાં ફક્ત સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવીને દરરોજ જળ ચઢાવે છે અને તેની પૂજા કરે છે, તો એને પોતાના જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત થાય છે. અને તુલસીને પ્રસાદના રૂપમાં સેવન કરવાથી બધા પ્રકારના વિકાર દૂર થઇ જાય છે. સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ.

તેમજ ગરુડ પુરાણમાં એ પણ જણાવ્યું છે કે, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જ્ઞાની વ્યકિઓનું સમ્માન કરવું જોઈએ. આમનું ભૂલથી પણ અપમાન કરવું જોઈએ નહિ. જે પણ જ્ઞાની વ્યક્તિનું સમ્માન કરે છે, તેના જીવનમાં સફળતા આવવાથી કોઈ નથી રોકી શકતું

હિંદુ ધર્મ ગ્રથો અને પુરાણોમાં એકાદશીના વ્રતની મહત્તાને જણાવવામાં આવી છે. આથી જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે, તેને તેનો લાભ જરૂર મળે છે. એકાદશીના દિવસે બધા દુરાચારથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. અને સાત્વિક ઉપવાસ કરાય છે.