મિત્રો તમને જણાવી દઈએ કે 27 ઓક્ટોબર ના રોજ ગુજરાતી ફિલ્મોના રજનીકાંત એવા નરેશ ભાઈ કનોડિયા જેમનું નિધન થઈ ગયું હતું અને હાલમાં એક ચોકવાનારા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલની તબિયતને લઈને એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 94 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધો છે.થોડા દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 8 સપ્ટેમ્બરના રોજ કેશુબાપા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાપા હોમ ક્વોરન્ટીન થયા હતા. તેના 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સૌરાષ્ટ્રથી બે ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બન્યા,ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યા૨બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો.
કેશુભાઈના નેતૃત્વમાં BJPએ પહેલીવાર સત્તા સ્વાદ ચાખ્યો,1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા.
૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.[૪] ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.
જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.