કાંસકા માંથી વાળ કાઢીને જ્યાં ત્યાં નાખો છો તો કરીલો આ કામ જાણીલો ફટાફટ.

0
72

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાળની સાર સંભાળ વ્યક્તિના સૌંદર્યને તો વધારે જ છે. આ વાતથી સૌ કોઈ વાકેફ હશે, પરંતુ શું તમે જાણો છો કે વાળ વ્યક્તિના જીવનના સુખ અને દુ:ખ સાથે પણ સંબંધ ધરાવે છે ? જી હાં સુંદરતામાં વધારો કરતાં વાળ જીવનમાં સમસ્યાઓ પણ સર્જી શકે છે. શું છે આમ થવાનું કારણ જાણી લો આજે.

સ્ત્રી કે પુરુષ કોઈપણ જ્યારે પોતાના વાળ કાંસકીથી વ્યવસ્થિત કરે છે ત્યારે થોડાઘણા વાળ ખરતાં જ હોય છે. ઘરમાં જ્યાં પણ ડ્રેસિંગ ટેબલ રાખેલું હોય ત્યાં, બાથરૂમ, બેડરૂમ વગેરે જગ્યાઓએ વાળ ઉડતાં જોવા મળતાં જ હોય છે. પરંતુ જો તમારા માથામાંથી ખરેલા વાળ આવી રીતે ઉડતાં રહે તો તેનાથી તમારી સકારાત્મક ઊર્જાનો નાશ થઈ શકે છે. આ વાત જાણીને તમને આશ્ચર્ય ચોક્કસ થશે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ્યાં ત્યાં ઉડતાં વાળ વ્યક્તિની સફળતા અટકાવી દે છે અને નકારાત્મક ઊર્જામાં વધારો કરે છે.

વાળ અને નખ વ્યક્તિના શરીરમાંથી મૃત કોષ તરીકે દૂર થાય છે પરંતુ તેમાં શરીરની ઊર્જા સમાયેલી હોય છે. તેથી જો માથામાંથી ખરેલા વાળ અને કાપેલા નખ જ્યાં ત્યાં ઉડતાં હોય તો તેનાથી તમારી ઊર્જા પણ વેડફાઈ શકે છે. કેટલાક લોકોને આદત હોય છે કે કાંસકામાંથી વાળ કાઢી જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે પરંતુ આમ ક્યારેય ન કરવું. જ્યારે પણ કાંસકાથી વાળ બરાબર કરો ત્યારે જમીન પર પડેલા વાળ એકઠાં કરી તેને વ્યવસ્થિત કચરાપેટીમાં ફેંકી દેવા. વાળ જમીન પર જ્યાં ત્યાં રખડતાં વાળ તમારી ઊર્જાનો નાશ કરી શકે છે.

આ સિવાય વસ્તુ શાસ્ત્ર એક એવી વસ્તુ છે જે આપણા ઘરમાં પોઝિટિવ ઊર્જાની માત્રા વધારવા અને નકારાત્મક ઊર્જાને ઓછી કરવામાં સહાયતા કરે છે.ઘરમાં સુખ શાંતિ અને પૈસાની આવક રહે તે માટે એક સકારાત્મક વાતાવરણ માં રહેવું ખુબજ જરૂરી બની જાય છે.જો તમારું ઘર વસ્તુના અનુરૂપ નથી નેગેટિવ એનર્જી વધી જશે અને પરિવાર મુશ્કેલી અને અગ્રસર થઈ જશે.

એવામાં આજે અમે તમને બેડ એટલે કે પલંગથી જોડાયેલ વાસ્તુ બતાવા જઈ રહ્યા છે.તમે જ્યાં સુવો છો તેના નીચે અમુક ખાસ વસ્તુ રાખવાથી બચવું જોઈએ.જો તમે એવું નહિ કરો તો બધી ખરાબ ઉર્જાઓ તમારી અંદર સમાય જશે.અને તમારા થી ખરાબ કે ખોટા કામ થશે.તેની અસર તમારા ઘરની પ્રગતિ અને શાંતિ પર પણ પડશે.માટે આ વસ્તુઓને તમારા બેડના સૂવાના નીચે ભૂલથી પણ ના મૂકશો.

બૂટ ચપ્પલ.પલંગની નીચે તમારે ભૂલથી પણ મૂકવા ના જોઈએ.અમુક લોકો જગ્યાની કમી કે બેદરકારી ના કારણે તે બેડ ના નીચે મૂકી દે છે.ખાસ કરીને ઘરની સ્લીપર તો વધારે પડતી ત્યાજ પડેલી હોય છે.જો તમે એવું કરો છો તો પોતાની આદત સુધારો. બૂટ ચપ્પલમાં નકારાત્મક એનર્જી હોય છે.તેને બેડની નીચે મૂકશો તો રાતે સૂઈ જશો ત્યારે આ નેગેટિવ ઊર્જા તમારી અંદર સમાવિત થઈ જશે.આ આગળ જઇને તમારા મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે.

પગરખાં.પગરખાં જેના ઉપર આપણે પગ લૂછીએ છેતેને વધારે પડતાં લોકો તેમના બેડ નજીક મૂકવાનું પસંદ કરે છે.એટલે જ્યારે પણ બેડ પર ચઢે તો તે પગમાં લાગેલી ધૂળ કે પાણીથી ખરાબ ન થાય.તેને બેડની પાસે થોડી દૂર રાખવાથી કોઈ વાંધો નથી.પણ આ વાતનું ધ્યાન આપો કે આ ખાસ કરીને પલંગની નીચે ના જતું રહે.જેમાં પગની ગંદકી સાફ થાય છે.આ કારણે તે વધારે નેગેટિવ એનર્જી છોડે છે.માટે પગરખાં ને બેડ ના નીચે ના જવા દેશો.

તિરાડો.તમે જ્યાં સુવો છો તેના નીચે તિરાડો ના હોવી જોઈએ.જે પલંગ પર સુવો છો તે તૂટેલો ના હોવો જોઈએ.સાથેજ જે જમીન ઉપર સુવો છો કે પલંગ મૂકેલો છે તે જમીન પણ તૂટેલી ના હોવી જોઈએ. વાસ્તુના અનુસાર આવી તિરાડ વાળી જગ્યા પર સૂવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.તે ઘરમાં પૈસા ખર્ચ કરાવે છે.ઘટનાઓ થાય છે.બીમારીઓ થાય છે. હકીકતમાં આ તિરાડો તેમની અને ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે.

માટે જો તમે તૂટેલો કે તિરાડ વાળા બેડ પર સુવો છો.તો તેને બદલી નાખો.કે પછી સારો કરવો.સાથેજ તમારા પલંગ નીચે જો તિરાડ છે તો તેને ભરી દો.આ રીતે તમારું ઘર કંગાળ થવાથી બચી જશે.મિત્રો સૂવાનું બધાને સારું લાગે છે.એવામાં તેનો પૂરો આનંદ ઉઠાવવા માટે આ જરૂરી છે કે તમને ઉપર બતાવી ગયેલી વાતો ધ્યાનમાં રાખો.

ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે અને તેની અસર પરિવારના લોકો પર દેખાવા લાગે છે.વાસ્તુ શાસ્ત્રમાં ઘરની નેગેટિવ ઊર્જાને દૂર કરવા અને પોઝિટિવ ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં નેગેટિવિટી બની રહે છે.

વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ પણ રાખવું જોઇએ. એ ઉપરાંત ઘણી એવી વસ્તુ છે જેને ઘરમાં કે મંદિરમાં રાખવાથી દુર થાય છે. જે ઘરમાં નકારાત્મકતા હોય છે. ત્યાં રહેનાર લોકોના વિચાર પર ખરાબ અસર થાય છે. એવા લોકોને કોઇપણ કામમાં નકારાત્મક પક્ષ પહેલા દેખાય છે. આ કારણથી કાર્યોમાં સફળતા મળતી નથી અને અડચણોનો સામનો કરવો પડે છે. વાસ્તુદોષ તો ચાલો જાણીએ.

ઘરના મંદિરમાં નારિયેળ, ચાંદીનો સિક્કો રાખવો ખૂબ જ શુભ રહે છે. મંદિરમાં ચાંદીની મૂર્તિ રાખીને તેની પૂજા કરવી જોઇએ. પૂજા-પાઠ સાથે જોડાયેલી વસ્તુઓ માટે ચાંદી સૌથી સારી ધાતુ માનવામાં આવે છે. મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવો જોઇએ. તેની શુભ અસરથી ઘરમાં નેગેટિવિટી પ્રવેશ કરતી નથી. ઘરના દરવાજા પાસે મહાલક્ષ્મીના ચરણ બનાવવા જોઇએ. આ શુભ નિશાન ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે. દરવાજા ઉપર ૐનું ચિહ્ન પણ લગાવી શકો છો.

શ્રીકૃષ્ણની સુંદર તસવીર ઘરમાં લગાવવાથી માનસિક તણાવ દૂર થઇ શકે છે. એવી તસવીર જેમાં ગૌમાતા હોય, શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય તેને ઘરમાં જરૂર લગાવો. આ ચિત્ર મનને શાંતિ આપે છે અને ઘરનું વાતાવરણ પોઝિટિવ અને પવિત્ર બનાવે છે. ઘરની નકારાત્મકતા ઉર્જાને દૂર કરવા માટે પોતુ કરતા સમયે પાણીમાં થોડૂંક મીઠું મિક્સ કરી લેવું જોઇએ. મીઠામાં નેગેટિવ એનર્જી ગ્રહણ કરવાની શક્તિ હોય છે. જેના કારણથી ઘરમાં રહેલા સુક્ષ્‍મ હાનિકારક જીવાણું નષ્ટ થાય છે.

એકાગ્રતા વધારવા માટે અને ઘરમાં પોઝિટિવિટી વધારવા માટે ઘરમાં પિરામિડ રાખી શકો છો. ધ્યાન રાખો કે, પિરામિડ તાંબા, પીત્તળ કે પંચધાતુનું બનેલું હોય. આવું પિરામિડ ઘર માટે શુભ રહે છે. ક્યારેય લોખંડ કે એલ્યુમીનિયમનું પિરામિડ રાખવું નહીં. ઘરમાં રાખવા માટે લાકડાનું પિરામિડ પણ ખૂબ જ શુભ મનાય છે. ઘરમાં પવિત્રતા જાળવી રાખવા માટે ગંગાજળનો કળશ રાખવો જોઇએ. ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો. તેની શુભ અસરથી ઘરમાં પોઝિટિવ ઊર્જા પ્રવેશ કરે છે અને નેગેટિવ ઊર્જા ઘરની બહાર રહે છે.