કમલનાથ જ નહીં મોદી થી લઈને આ નેતાઓએ પણ ઉડાવ્યા છે મહિલાઓ ની આબરૂના ધજાગરા,આ પણ દૂધ થી ધોયેલા નથી!!…

0
278

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ એવા નેતાઓ વિશે જેઓએ જાહેરમા મહિલાઓનું અપમાન કર્યુ હતુ મિત્રો કહેવાય છે કે ભારતમા મહિલા ને દેવી નુ સ્થાન આપવામા આવ્યુ છે પરંતુ લાગે છે કે આ નેતાઓ ભાન ભૂલી ગયા છે કારણ કે તેઓએ લોકો ની હાજરીમા મહિલાઓ નું અપમાન કરતા કોમેન્ટ કરી હતી મિત્રો આવા એક નહિ પરતુ ઘણા નેતાઓ છે જેઓએ જાહેર સભામા મહિલાઓનુ અપમાન કર્યુ છે તો આવો આજે આપણે જાણીએ આ લેખમા કે તે કયા કયા નેતા છે.

શરદ યાદવ.શરદ યાદવ લોકતાત્રિક જનતા દળ પાર્ટીના રાજકારણી છે. તેઓ સાત વખત લોકસભા અને જેડીમાંથી ત્રણ વખત રાજ્યસભામાં ચૂંટાયા છે.વર્ષ 2003 માં વર્ષ 2016 સુધી જનતા દળની રચના થઈ ત્યારથી તેઓ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.મિત્રો તમને જણાવી દઇએ કે વર્ષ 2018માં રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા શરદ યાદવે કહ્યુ હતું કે, વસુંધરાને આરામ આપો કેમ કે તે હવે બહુ મોટી થઈ ગઈ છે. પહેલા પાતળી હતી. અમારા મધ્ય પ્રદેશની દિકરી છે. શરદ યાદવના આવા નિવેદન પર વસુંધરા રાજે ખૂબ વાંધો ઉઠાવ્યો હતો અને પોતાની જાત સાથે અપમાન થયાનું અનુભવી રહ્યા હતા.

કમલ નાથ.મિત્રો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક ચૂંટણી સભામાં પૂર્વ મંત્રી ઈમરતી દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી જેને લઈને મધ્ય પ્રદેશમાં રાજકારણ ખુબજ ગરમાઈ ગયુ હતુ કમલનાથે એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, સુરેશ રાજેજી અમારા ઉમેદવાર છે, સ્વભાવે સરળ અને સીધા સીદા છે. આ એમના જેવા નથી, શું નામ છે, તેનું જેની સામે ભીડમાંથી અવાજ આવ્યો ઈમરતી દેવી. હું છુ નામ લઉ, તમે તો મારાથી પણ વધારે જાણો છો, મારે તમને પહેલા જ બતાવી દેવાની જરૂર હતી કે આ શુ આઈટમ છે. તમને જણાવી દઈએ કે આ પહેલો અવસર નથી કે ક્યારે કોઈ નેતાએ મંચ પરથી આવી રીતે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણ કરી હોય. ભારતીય રાજકારણ માં મહિલાઓ હંમેશા નિશાની માં આવી જતી હોય છે.

નરેંન્દ્ર મોદી.મિત્રો વર્ષ 2018માં એક વાર સંસદમાં વડાપ્રધાન મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ ખૂબ જોર જોરથી હસવા લાગ્યા હતા. ત્યારે સભાપતિ વૈંકેયા નાયડૂએ નારાજગી વ્યક્ત કરતા તેમને રોક્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ નાયડૂએને રોકતા કહ્યુ કે, સભાપતિ આપ રેણૂકાજીને કહી કહેશો માં રામાયણ સિરીયલ બાદ અત્યારે આટલુ હાસ્ય જોવા મળ્યુ છે. વડાપ્રધાન મોદીએ ઈશારા ઈશારામાં જ રેણૂકા ચૌધરીની સરખામણી રામાયણના રાક્ષસી મહિલા સાથે કરી દીધી હતી. વડાપ્રધાન મોદીના આવા નિવેદન પર રેણૂકાએ પણ ખૂબ વાંધો ઉઠાવ્યો હતો.

નરેશ અગ્રવાલ.મિત્રો તમને જણાવી દઇએ કે પૂર્વ સાંસદ નરેશ અગ્રવાલે જયા બચ્ચનને નાચવાવાળી કહી દીધી હતી. અને ત્યારે નરેશ અગ્રવાલ ની આ ટીપ્પણી તબી ભારે હંગામો થયો હતો હકીકતમાં જ્યારે 2018માં જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા ત્યારે નરેશ અગ્રવાલે આ પ્રકારની વાંધાજનક ટિપ્પણ કરી હતી.નરેશચંદ્ર અગ્રવાલ એક ભારતીય રાજકારણી છે જે ભારતમાં રાજ્યસભાના સભ્ય હતા અને તે ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સંજય નિરૂપમ.મિત્રો તમને જણાવી દઇએ કે 2012માં એક ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ભાજપના સ્મૃતિ ઈરાનીન કહ્યુ હતું કે, કાલ સુધી આપ પૈસા માટે ઠુમકા લગાવી રહ્યા હતા અને હવે અમને રાજકારણ શિખવવા આવ્યા છો.ત્યારે સંજય ની આ વાત ઉપર ખુબજ ગરમાહટ જોવા મળી હતી.સંજય નિરૂપમ એક ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ભારતીય સંસદ સભ્ય, અને મુંબઈના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે.

નરેન્દ્ર મોદી.નરેન્દ્ર દામોદરદાસ મોદી એ 2014 થી ભારતના 14 માં અને વર્તમાન વડા પ્રધાન તરીકે ફરજ બજાવતા એક ભારતીય રાજકારણી છે. 2001 થી 2014 સુધી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને વારાણસીના સંસદ સભ્ય છે. મિત્રો તમને જણાવી દઇએ કે વર્ષ 2012માં નરેન્દ્ર મોદીએ શશિ થરૂરની પત્નિ વિશે કહ્યુ હતું કે, વાહ શું ગર્લ ફ્રેન્ડ છે.શું તમે ક્યારે જોઈ છે 50 કરોડની ગર્લ ફ્રેન્ડ ત્યારે આ બાબતનો જવાબ આપતા શશિ થરૂરે કહ્યુ હતું કે, મોદીજી મારી પત્નિ 50 કરોડની નહીં પણ અનમોલ છે, આ વાત તમે નહીં સમજો કારણ કે તમે કોઈના પ્રેમને લાયક નથી.

દિગ્વિજય સિંહ.વર્ષ 2013માં મંદસૌરમાં એક જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પોતાની જ પાર્ટીના નેતા મીનાક્ષી નટરાજનને 100 ટંચ માલ કહી દીધુ હતું. જેના પર સિંહ પર ખૂબ માછલા ધોવાયા હતા. ત્યારે દિગ્વિજય સિંહે બાદમાં કહ્યુ હતું કે, મીનાક્ષી નટરાજનજી અમારા લોકસભાના સાંસદ છે, ગાંધીવાદી છે. સરળ છે, ઈમાનદાર છે. સૌની પાસે જાય છે. મને પણ 40.42 વર્ષનો અનુભવ છે. હું પણ જૂનો જવેરી છે. રાજકીય વિશ્લેષકોને થોડી વારમાં જ ખબર પડી જાય છે કે, કોણ સાચા છે અને કોણ ખોટા છે. તેમને પુરજોશમાં સપોર્ટ કરો અને સમર્થન કરો. આજે પણ દિગ્વિજયના આ નિવેદન પર વિરોધીઓ હાવી થઈ જતા હોય છે.